ઘરેથી કંટાળીને મહિલા રાત્રે કેનાલમાં આપઘાત કરવા પહોચી, કુદકો લગાવવા જઈ રહી હતી એવામાં થયું એવું કે…. જાણો..!

આજકાલ ઘણા બધા લોકો દિન પ્રતિ દિન ઘણા બધા દુઃખનો સામનો કરતા હોય છે. જ્યારે વ્યક્તિમાં તમામ દુઃખ અને કઠિન પરિસ્થિતિ ઓનો સામનો કરવાની શક્તિ પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. આવા સમયમાં દરેક વ્યક્તિને કોઈ નજીકના સંબંધી કે મિત્રની ખાસ જરૂર હોય છે કે, જેમાં વ્યક્તિને દરેક દુઃખો કોઈ વ્યક્તિ પોતાની સાથે રહેલા તમામ દુઃખોની વાત નજીકના કોઈ મિત્રને કહી તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરે..

પરંતુ જો આવા સમયમાં કોઈ વ્યક્તિનો સાથ સહકાર ન મળે તો માણસ ખૂબ જ ભાંગી પડતો હોય છે. અને અંતે તે આપઘાતનુ પગલું પણ ભરી લે છે. આવા કેટકેટલાય બનાવો રાજ્યમાંથી સામે આવી ચૂક્યા છે. અને આવા બનાવો દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે. ગઈકાલે બનાસકાંઠાના પાલનપુર માંથી વધુ એક આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે..

હકીકતમાં રાત્રિના સમયે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જેથી કરી શહેરના દરેક વ્યક્તિ ચેનથી ઊંઘી શકે અને શહેરમાં કાયદા કાનુન જળવાયેલા રહે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે જોયું કે કોતરવાડા ગામની કેનાલ પાસે એક મહિલા ચાલતી ચાલતી જતી હતી. આ દ્રશ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ પોતાની નજરથી નિહાળી રહ્યા હતા..

અને તેઓને કંઈક અજુગતું લાગ્યું એટલા માટે તેને આ મહિલાની પાછળ પાછળ જવાની કોશિશ કરી અને જોયું તો આ મહિલા રાત્રિના સમયે ઘરેથી કંટાળીને આપઘાત કરવા માટે આ કેનાલના કાંઠે આવી પહોંચી હતી. તે કેનાલમાં આપઘાત કરવા જઈ રહી હતી. એવામાં પોલીસના હેડ કોન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયા હતા. અને આ મહિલાને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા..

અને પૂછવા લાગ્યા કે તમે શા માટે આપઘાતનું પગલું ભરી રહ્યા છો. તમે મહેરબાની કરીને કેનાલ પરથી નીચે ઉતરી જાવ અને અમારી વાતને સાંભળો પરંતુ આ મહિલા કેનાલમાં કૂદકો લગાવવા જઈ રહી હતી. એવામાં પોલીસ કોન્સ્ટેબલે ખૂબ જ વિનમ્રતાથી આ મહિલાને શાંત પાડવા માટે સમજણ ભર્યા શબ્દો પુકાર્યા હતા..

જેના કારણે મહિલા સમજી ગઈ અને તે આપઘાત કરતા નીચે ઉતરી ગઈ હતી. પોલીસે તેને પૂછ્યું કે તમે શા માટે આપઘાત કરો છો..? ત્યારે તેને જણાવ્યું કે તેઓ પોતાના ઘરે ખૂબ જ કંટાળી ગઈ છે. હવે તેમને શું કરવું તેની ખબર નથી.. એટલા માટે તેઓ જીવ ગુમાવવા માટે કેનાલે પહોંચી છે. પરંતુ પોલીસની સુજબુજના કારણે આજે એ મહિલાનો જીવ બચી ગયો છે..

હકીકતમાં આપણા દેશની પોલીસને સલામ છે. કારણ કે તેઓ દિવસ રાત મહેનત કરીને ખડે પગે શહેરના નાગરિકોને સુરક્ષા અને સલામતી પૂરી પાડે છે. જેથી કરીને શહેરમાં કાયદો કાનૂન જળવાઈ રહે અને કોઈપણ નાગરિકને તકલીફ ન પડે. પોલીસે તાત્કાલિક આ મહિલાના સંબંધીઓ અને પરિવારજનોને જાણ કરી હતી..

તેઓ કેનાલ કાંઠે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પરિવારજનોને પણ સમજાવવાની કોશિશ કરી હતી. સૌ કોઈ લોકોને સમજાવ્યા બાદ આ મામલો અહીં જ પતાવી દેવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીને આસપાસના તમામ સ્થાનિક લોકોએ તેમજ જિલ્લાના તમામ વાસીઓએ ખૂબ જ બિરદાવી હતી. કારણ કે પોલીસે આજે એક મહિલાનો જીવ બચાવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment