ઘરે મહેમાન ગતિએ આવેલા 3 મહેમાનો એ ઝેર પી ને જીવન ટૂંકાવી દીધું, પોલીસ પણ કારણ જાણીને હેરાન..! જાણો કારણ…

રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં સતત અને સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઘરેલુ કંકાસ માં પ્રેમ પ્રકરણમાં કે પછી અભ્યાસમાં મન ન લાગતા અથવા તો દેવામાં આવી જતા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેવાનો રસ્તો અપનાવી રહ્યા છે. જે સરાસર ખોટું છે.

સૌરાષ્ટ્રમાં આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. સૌરાષ્ટ્રના ભાણવડ ગામમાં ગાયત્રીનગર સોસાયટીમાં સામૂહિક આત્મ,હ.ત્યાનો બનાવ બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

દ્વારકા જિલ્લાના ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાં ઈબ્રાહમ આ નામનો યુવક રહે છે. જેના ઘરે જામનગરની શંકર ટેકરી ના શાંતિનગર વિસ્તારમાં રહેતી ત્રણ મહિલાઓ જે તેમની સંબંધિત હતી. તેઓ આઠ દિવસ પહેલા તેના ઘરે રોકાવા માટે આવ્યા હતા.

જેમાં એક મહિલાની ઉંમર ૬૩ વર્ષ, એકની ૪૬ વર્ષ અને દીકરી નાની છે. જેની ઉંમર ૧૬ વર્ષ છે. તેઓ ઈબ્રાહીમના ઘરે જ રહેતા હતા. આ ત્રણ મહિલાઓ ઈબ્રાહીમ ના ઘરે મહેમાન ગતિ આવી હતી. અને છેલ્લા આઠ દિવસથી રોકાયેલા હતા. તેઓ અચાનક જ ઝેરી પદાર્થોનું સેવન કરીને પોતાનું જીવન ઈબ્રાહીમ ના ઘરે જ ટૂંકાવી દીધું હતું.

આ ઘટનાની જાણ પડોશી અને થતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવ્યા હતા અને આ ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરવા અંગે કહ્યું હતું. કારણ કે મહેમાનને ભગવાનનો દરરજો આપવામાં આવે છે એટલે મહેમાન જ આ પ્રકારનું પગલું ભરી લે એટલે મામલો ખુબ મુશ્કેલ જણાય છે.

ભાણવડ પોલીસે સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, ત્યારે ભાણવડ ખાતે Dy.SP સહિત જિલ્લા એલસીબી અને ભાણવડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પંચનામું કરી ઘટના સ્થળ આસપાસ રહેતા લોકો અને સબંધીઓની ઝીણવટ ભરી પૂછપરછ કરવામાં આવી હતી.

આત્મ,હ.ત્યા પાછળના કારણોને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. જ્યારે મોત થવા પાછળ કઈ દવા અને ઝેરી પદાર્થનું સેવન કર્યું તે બાબતે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે તેથી હાલ પોલીસ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

જો કે જામનગરથી ભાણવડ આવી અને એક પરિવારની ત્રણ મહિલાઓ દ્વારા આ પ્રકારે આત્મહત્યા કરવા પાછળ અન્ય કારણો હોવાની શક્યતાઓને જોતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ભાણવડ પોલીસ મથકે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી જામનગર ખાતે રહેતા અન્ય સબંધીઓ અને પડોશીની પણ આ મામલે પૂછપરછ શરૂ કરી છે.

ભાણવડમાં સમગ્ર બનાવને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. જ્યારે માતા પુત્રી અને દોહીત્રીના આ બનાવને લઈ આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment