આપણા ભારત દેશ વિવિધ ધાર્મિક સંપ્રદાયોથી ભરેલો દેશ છે. જુદા જુદા ધર્મોની જુદી જુદી લાગણીઓ સૌ કોઈ લોકો એકસાથે હર્ષોલ્લાસથી ધાર્મિક તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ ધર્મના નામે અમુક લોકો છેતરપિંડી કરવા લાગ્યા છે. સરખો કામ ધંધો ન કરવાને બદલે ધર્મના નામે લોકોને પોતાની જાળમાં ફસાવીને અગણીત રૂપિયાની ઠગાઇ કરી રહ્યા છે..
એવા ઘણા બધા મામલા સામે આવી ચૂક્યા છે. અને હાલ વધારે એક મામલો ગાંધીનગરનાં માણસા તાલુકામાંથી સામે આવ્યો છે. માણસા તાલુકાના ચરાડામાં ચૌધરી પરિવાર રહે છે. તેમા ૬૧ વર્ષીય પથુંભાઈ લવજીભાઈ ચૌધરી અને તેમના પત્ની જયાબેન ચૌધરી બંને બપોરના સમયે ઘરે જમ્યા બાદ બેઠા હતા..
ત્યારે એક મોટી ગાડી લઈને તેમના ઘરઆંગણે એક સંત મહારાજ આવ્યા હતા તેમણે કારમાંથી બહાર આવતાની સાથે જ પોતાનું શરીર કપડાંથી ઢાંકી દીધું હતું. આ બાવાએ પથુભાઈને કહ્યું કે મારે તારા ઘરે ચા પાણી પીવાની ઈચ્છા છે. તું મારા માટે ચા-પાણીની વ્યવસ્થા કરાવી આપો.
૬૧ વર્ષીય પથુભાઈ અને તેમની પત્ની જયા બંનેને થયું કે નક્કી આ કોઈ મહાન સંત છે. તેમના આશીર્વાદ મળશે તો પરિવારમાં હંમેશા સુખ સંપત્તિ બનેલી રહેશે. એમ વિચારીને તેઓએ આ સંત મહારાજને પોતાના ઘરમાં પ્રવેશ આપ્યો હતો. અને તેમની ચા પાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કામે લાગી ગયા હતા..
તેઓએ મોટી ગાડીમાં આવ્યા હતા. તે ગાડીના ડ્રાઈવર પણ ઘરમાં અંદર ઘૂસી આવ્યો હતો. જ્યાં સુધી ચા પાણી તૈયાર ન થયા ત્યાં સુધી ઘરમાં ઘૂસેલા બાવાએ પથુભાઈ ચૌધરી સાથે વાતચીત કરવાનું શરૂ રાખ્યું હતું. અને વાતવાતમાં તેઓએ જણાવ્યું કે તેઓ ખૂબ મોટા સંત મહાતમાં છે. અને ગિરનારમાં તેમને ભંડારો કરવાની ઈચ્છા છે..
એટલા માટે તેઓને બે ડબા ઘી જોઈએ છે. પથુભાઈ પોતાની પાસે રહેલા 15 હજાર રોકડા આ બાવાને આપી દીધા હતા અને જણાવ્યું હતું કે તમે આ પૈસાથી ઘી લઇ લેજો અને ભંડારામાં વાપરી નાખજો. પથુભાઈ પૈસા આપે એટલે તરત જ બાવાને સમજણ આવી ચુકી હતી કે, નક્કી આ યુવક પાસે વધારે પૈસા હશે..
એટલા માટે તેણે બીજીવાર ચા પીતા પીતા પથુભાઈને પૂછતો કે ઘી માટે તમે જે પૈસા મને આપ્યા છે પૈસા આપીને તમે દિલથી રાજી તો છવો ને..? જો તમે રાજી હોવ તો ઘરમાં હજી પણ રૂપિયા પડ્યા હોય તો તમે મને આપો કારણ કે આ ભંડારામાં તમને ખૂબ જ પુણ્ય મળશે. આ સાથે સાથે તેઓ પોતાનો મોબાઈલ નંબર પણ પથુભાઈને આપી રહ્યા હતા.
એટલા માટે પથુંભાઈને આ બાવા ઉપર વિશ્વાસ આવી ગયો અને તેને ઘરમાં પડેલા ૮૫ હજાર રૂપિયા રોકડા આ બાવાને આપી દીધા હતા. ચા પાણી પીધા બાદ બાપાએ પથુભાઈને જણાવ્યું કે આ પૈસાથી તેઓ ભંડારો કરશે અને તમને ખૂબ જ પુણ્ય મળશે. તમે જ્યારે ગિરનાર આવો ત્યારે તમે મને ફોન કરીને આવજો..
એમ કહીને તેઓ પોતાની મોટી ગાડી અને ડ્રાઇવર લઈને ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા. ઘરમાંથી બાવા જતા રહ્યા ત્યારબાદ ના બે કલાક પછી પથુભાઈને જણાવ્યું કે નક્કી એમની સાથે કંઈક ખોટું થયું છે. તેમણે આ બાવાને વિશ્વાસ કરીને પૈસા આપી દીધા છે. પરંતુ આ વાત સત્ય છે કે નહીં તેની કોઇ જાણ કરી હતી નહીં..
તેઓએ મનોમન વિચારી લીધું કે નહિ એ બાવો ખોટો હતો અને તેની પાસેથી પૈસા પડાવીને લઈ ગયો છે. એટલા માટે તેઓએ તેના મોટા ભાઈ દશરથ ભાઈને આ વાતની જાણ કરી હતી. દશરથભાઈ પણ પથુભાઈ ને જણાવ્યું કે આ બાવો તો મારી પાસેથી પણ અગિયાર હજાર રૂપિયા ઘી ના ડબા માટે લઈ ગયો છે..
બસ આ વાત સાંભળતાની સાથે જ નક્કી થઇ ગયું કે આવો કોઈ મોટા સાધુ સંત નહીં. પરંતુ સાધુ સંતોનો વેશ ધારણ કરીને આવેલો ચોર હતો અને તે આ પરિવારના કુલ 1.11 લાખ રૂપિયા પચાવી પાડી ને જતો રહ્યો છે. અને ઘરના સભ્યો જોતાં જોતાં જ રહી ગયા છે. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો ઘોડે ચડી ગયા હતા..
અને આ બાવાને આસપાસના વિસ્તારમાં શોધવા લાગ્યા હતા. પરંતુ આ બાવાનો સંપર્ક ન થતાં તેઓએ માણસા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આ બાવા સામે ફરિયાદ નોંધાવી છે. અને તેમની સાથે થયેલી છેતરપિંડીની વાત પોલીસ સ્ટેશનમાં જણાવી છે. ખરેખર કોઈપણ અજાણ્યા વ્યક્તિઓને ઘરમાં ઘુસવા દેવા જોઈએ નહી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]