ઘરડા દાદા લખીને ગયા કે કોઠારના છેલ્લા પગથીયા નીચે ખજાનો દાટ્યો છે, દાદાના મોત બાદ ત્યાં ખોદીને જોયું તો મળ્યું એવું કે પરિવાર જોતોને જોતો જ રહી ગયો..!

પહેલાના સમયમાં આપણા વડીલો ખેતરમાં ખેતી કરીને જે પણ પાક ઉગાડતા હતા. તે પાકને વેચીને આવેલા પૈસાને છુપાવવા માટે એવી જગ્યાઓ વાપરતા હતા કે, જેની જાણકારી કોઈપણ વ્યક્તિને ન મળે એ વખતે આપણો દેશ ગુલામીમાં હતો. અને ત્યારે અંગ્રેજો ખૂબ જ હેરાનગતી પણ પહોંચાડતા હતા..

એટલા માટે આપણા વડીલો જમીનમાં ખજાનો દાટી દેતા હતા. આ ઉપરાંત આગામી સમયમાં તેમના દીકરા માટે ભેગું કરેલું તમામ ધન સંપત્તિ પણ જમીનની અંદર દાટી દેવામાં આવતી હતી. અને તેની નિશાની પણ યાદ રાખવામાં આવતી હતી. પરંતુ જો જે વ્યક્તિએ દાટેલું ખજાનો તે અન્ય વ્યક્તિને કહે એ પહેલા જો તેમનું મૃત્યુ થઈ જાય તો આ ખજાનો હંમેશા માટે દટાયેલો સાબિત થઈ જતો હોય છે..

અને કોઈક વખત અજાણતા ખોદકામ કરતી વખતે તે મળી આવતો હોય છે. અને આશ્ચર્યની ઘડી પણ સર્જાઈ જતી હોય છે. પરંતુ અમુક વડીલો લખાણ કરીને જાય છે અને એ લખાણ બાદ તેમની પાછળની પેઢીઓ જ્યારે ખોદકામ કરે છે. ત્યારે તેમને આ ખજાનો પરત પણ મળી આવતો હોય છે..

આવી જ ઘટના મુજબ અનિરુદ્ધ ભાનુ નામના એક ઘરડા દાદા કાગળમાં લખીને ગયા હતા કે, તેમના કોઠારના છેલ્લા પગથિયા નીચે તેઓએ ખજાનો દાટ્યો છે. અને તેમના મોત બાદ તેઓ આંખ ખજાને કાઢીને સૌ ભાઈઓ સરખા ભાગે વહેંચી લેજો, જ્યારે આ દાદાનું મૃત્યુ થયું ત્યારે તેઓ તેમની પાસે રાખતી એક પેટીને ખોલવામાં આવી હતી..

જ્યાં સુધી આ ઘરડા દાદા જીવતા હતા. ત્યાં સુધી તેઓએ આ પેટીનું તાળું કોઈ પણ વ્યક્તિને ખોલવા દીધું નહીં. પરંતુ તેમના મોત બાદ જ્યારે તેમના દીકરાને દીકરી હોય આ પેટીને ખોલીને જોયું તો અંદરથી આ કાગળિયા મળી આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે કોઠારના છેલ્લા પગથીયા નીચે ખજાનો દાટ્યો છે..

બસ આ સાંભળતા જ અત્યારની નવી પેઢીના નવ જુવાનિયાઓ જોવા માટે ઉત્સુક બની ગયા કે, તેમના પર દાદાજી આ પગથિયાં નીચે એવું તો શું દાટ્યું હશે.? તાત્કાલિક ધોરણે પાવડોને કોદાળી લઈ ત્યાં પહોંચી ગયા અને કોઠારના છેલ્લા પગથિયાં નીચે અનિરુદ્ધ ભાઈ ભાનુ ના ત્રણેય દીકરાઓએ ખોદકામ શરૂ કરી દીધું હતું..

અંદાજે પાંચ ફૂટ જેટલું ખોદકામ કર્યા બાદ અંદરથી એક બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સ ચારે બાજુએ પતરાથી મઢેલું હતું. અને તેની અંદર માત્ર ત્રણથી ચાર રાણી સિક્કા મળી આવ્યા હતા. આ સાથે એક સોનાનો હાર મળી આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક મોતી તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ખજાનો જોઈને તેમના ત્રણેય દીકરાઓએ એવું તારણ કાઢ્યું કે..

આ ખજાનો અધુરો ખજાનો છે. કારણ કે અહીં તૂટેલા મોતી પણ મળી આવ્યા છે. અને કોઈએ ખૂબ જ ઉતાવળમાં અહીં ખોદકામ કરીને ખજાનો બહાર કાઢી લીધો હોય તે પ્રકારના પણ વાવડ મળી ગયા હતા. પરિણામે અનિરુદ્ધ દાદાએ દાટેલો આ ખજાનો પૂરો ખજાનો નથી આ ખજાનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને મળી ગઈ હશે..

અને તેઓએ આ ખજાનાને બહાર કાઢીને તેમાંથી થોડી ઘણી ચીજ વસ્તુ લઈ લીધી છે. અને ત્યારબાદ થોડી ઘણી ચીજ વસ્તુઓ ત્યારે ત્યાં જ બાકી મૂકીને ભાગી ગયા હોય તેવું લાગતું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે તેમના પરિવારના અન્ય મોભીઓ પણ ત્યાં આવ્યા હતા. તેઓએ પણ જણાવ્યું કે જ્યારે અનિરુદ્ધ દાદાના જુવાનીનો સમય ચાલતો હતો..

ત્યારે તેઓ ગામમાં સૌથી વધારે કમાણી કરતા હતા અને સૌથી વધારે સોના ચાંદીના દાગીના પણ તેમની જ પાસે હતા. આ ઉપરાંત તેઓએ કહ્યું કે તેઓએ ક્યારેય પણ એક રૂપિયાની મિલકત કે સંપત્તિ વહેંચી નથી. આ તમામ સંપત્તિના કાગળ અને ખજાનો કદાચ આ પેટી ની અંદર જ હશે. પરંતુ આ પેટીની અંદરથી એવી કોઈ પણ ચીજ વસ્તુ મળી આવી નથી..

હાલ તેમના ત્રણેય દીકરાઓ વિચારી રહ્યા છે કે, આ ખજાનાની ભનક એવા તો કયા વ્યક્તિને લાગી હશે કે તેઓએ આ ખજાનો ચોરી લીધો છે. તો બીજી બાજુ તેઓ વિચારવા લાગ્યા કે, અત્યારે તેઓને જે મળ્યું છે. તેને તેઓ બાપદાદાની પ્રસાદી માનીને સાચવીને રાખશે ક્યારેય પણ આ સંપત્તિનો ભાગ પડશે નહીં.

આ સંપત્તિને તેમના પરિવારની ધરોહર માનીને સાચવવામાં આવશે અને તેમના નસીબમાં હશે તેટલું તેમને મળ્યું છે અને બાકીનું તેમના નસીબમાં નહીં હોય એટલા માટે કોઈ ચોરી કરીને જતું રહ્યું છે. હવે તેઓ આ ઘટનાને વિચારીને લાંબી કરવા માંગતા નથી. પરંતુ જ્યારે આ ચોંકાવનારી ઘટના બની ત્યારે પરિવારના સભ્યો જ માથા પકડીને વિચારમાં મજબૂર બની ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment