હાલના સમયમાં માનવતાના દર્શન ભાગ્યે જ થતા હોઈ છે. ઘોર કલયુગમાં લોકો પોત પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે અને પોતાના જ સ્વાર્થ માટે સબંધ રાખતા હોઈ છે. દિલ દ્રવી ઉઠાડે તેવો એક માનવતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં બની છે.
હળવદ તાલુકામાં રણછોડગઢ ગામમાં મુન્નાભાઈ જહાભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે રહેતા હતા. મુન્નાભાઈ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ રણછોડગઢ ગામની બહાર પોતાની વાડીમાં રહેતા હતા. મુન્નાભાઈને પોતાની વાડીમાં મકાન બનાવવા માટે 22,000 રૂપિયા મજુરી અને પોતાની જમીન વાવીને ભેગા કર્યા હતા.
અને આ 22,000 રૂપિયા મુન્નાભાઈએ પોતાની વાડીમાં લીંબડીના થડિયા નીચે દાટ્યા હતા. મુન્નાભાઈ પોતાનું ઘર બનાવવા માટે પરસેવાની મૂડી ભેગી કરી હતી. પરંતુ એક દિવસ અચાનક ધોધમાર વરસાદ ખેતરમાં પડયો હતો. અને ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે બધા જ ડૂબી ગયા હતા. અને તેને કારણે મુન્નાભાઈના ખેતરમાંથી દાટેલો ડબ્બો પણ જમીનની સાથે સાથે પાણીમાં વહી ગયો હતો.
અને મહેનતથી ભેગા કરેલા રૂપિયા તણાઈ ગયા હતા. પાણી ખેતરમાંથી ખાલી થતાં મુન્નાભાઈએ પોતાનો ડબ્બો શોધવા માટે લીંબડીના થડિએ ખોદયુ હતું પરંતુ તે જગ્યાએથી પૈસાનો ડબ્બો મળ્યો ન હતો. તે સમયે મુન્નાભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. અને તેણે નદી-વોંકળા બધી જગ્યાએ તપાસ કરી હતી.
ગામના લોકો ને પણ પોતાની આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ મુન્નાભાઈએ પોતાના પૈસાની આશા છોડી દીધી હતી. અને 1 વર્ષ પછી બાજુના ગામમાં સરંભડા ગામમાં રહેતા માલધારી મુકેશભાઈદોરાલાને આ ડબ્બો મળ્યો હતો. મુકેશભાઈ એક દિવસ પોતાના ઢોર ચરાવવા માટે નદી કિનારે ગયા હતા.
તે સમયે તે પોતાના પશુઓ ચરાવતા હતા. અને મુન્નાભાઈ નદી કિનારે પોતાની લાકડીને ટેકો આપીને ઉભા હતા. તે સમયે અચાનક લાકડી સાથે પ્લાસ્ટિકની કોથળી અવાજ આવ્યો હતો. મુન્નાભાઈએ પ્લાસ્ટિકની કોથળીને બહાર કાઢીને જોયું તો અંદર સ્ટીલનો ડબ્બો હતો. અને આ ડબ્બો ખોલતા તેમાંથી 22,000 રૂપિયા મળી આવ્યા હતા.
તે સમયે મુકેશભાઈએ તરત જ તેમને એક વર્ષ પહેલા મુન્નાભાઈના ખેતરમાંથી પૈસા ગુમ થયાની જાણ હતી તે માટે તેણે મુન્નાભાઈને ફોન કર્યો હતો. અને તેમને ડબ્બામાં કેટલા પૈસા મુક્યા હતા. તે અંગે પૂછ્યું હતું ત્યારે મુન્નાભાઈ એ મારી નોટો 100 વાળી 20 હજારની છે અને 2000ની નોટ છે તેમ કહ્યું હતું.
આ સાચું પડતા મુકેશભાઈએ મુન્નાભાઈને સરંભડામાં ઝરમર દાદાનુ મંદિર છે.આ મંદિર પાસે પોતાના પૈસા લઈ જવાનું કહ્યું હતું. અને મુન્નાભાઈએ મુકેશભાઈને ખુશીથી 2000 દાન કર્યા હતા. આ મુન્નાભાઈની મહેનતની કમાણી હોવાને કારણે તેને આ ડબ્બો પાછો મળી ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]