Breaking News

ગેલેરીમાં લોખંડના તાર પર સુકવેલા કપડા લેવા જતા લાગ્યો જોરદાર કરંટ, પળવારમાં જ મોત થતા પરિવાર માથે દુઃખના વાદળો ફાટ્યા..!

જ્યારથી ગુજરાતના મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારથી જુદી જુદી રીતે કોઈને કોઈ વ્યક્તિના ભોગ બનવાનું શરૂ થઈ ચૂક્યુ છે. જેમાં શરૂઆતમાં મેઘરાજાની પધરામણી તથા જ ભારે વરસાદ અને ગાજવીજ વીજળી થવા લાગી હતી. જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 18 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

આ સાથે સાથે વીજળી પડવાને કારણે પાંચ જેટલી ગાયો અને સાત જેટલી ભેંસોના પણ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદી પાણી વીજ પોલ કે કોઈ અન્ય ચીજ વસ્તુઓમાં કરંટ પસાર થવાને કારણે કેટલાય લોકોના કરંટ લાગવાને કારણે પણ મૃત્યુ થયા છે. જેમાં વધુ એક મૃત્યુનો બનાવો ઉમેરાઈ ચૂક્યો છે.

આ બનાવ ઉત્તર ગુજરાતના પાટણમાંથી સામે આવ્યો છે. જ્યાં સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની અંદર એક પરિવાર રાજી ખુશીથી રહે છે. પરિવારમાં કિરીટકુમાર રમણીકલાલ શાહ કે જેઓની ઉંમર 57 વર્ષની છે. તેવો તેમની પત્ની સાથે રહે છે. જ્યારે તેમનો દીકરો ધંધાના કામ માટે બહારગામ રહે છે. સવારમાં તેમની પત્નીએ તેમના ઘરની બાલકનીમાં લોખંડના તાર ઉપર કપડાં સુકવ્યા હતા..

બપોરના સમયે કિરીટ કુમાર શાહ આ સુકાઈ ગયેલા કપડાને લેવા માટે ગયા હતા. એ દિવસે અને તેના આગળના દિવસે સારો વરસાદ હોવાને કારણે તેનો ભેજ દીવાલમાં ઊતર્યો હતો. અને તેઓને આ કપડાની સાથે લોખંડનો તાર અડતાની સાથે તેમને ખૂબ જોરદાર કરંટ લાગ્યો હતો. અને પળવારમાં તો તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું..

આ કમકમાટી ભર્યા મૃત્યુને લઈને તેમની પત્ની ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ છે. જ્યારે આ બનાવની જાણ તેમના દીકરા દક્ષેશકુમાર કિરીટકુમાર જાને થઈ ત્યારે તેઓ તાત્કાલિક પોતાના ગામ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ સરસ્વતી પોલીસ મથકમાં તેમના પિતાના મૃત્યુનો ગુનો નોંધાવ્યો છે.

અકસ્માતમાં મૃત્યુ થવાને કારણે કિરીટકુમાર રમણીકાલ શાહ કે જેઓની 57 વર્ષની ઉમર છે. તેઓએ જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો છે. અને લાશનું પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. તેમની દીવાલ સાથે લોખંડની ખીલીઓની મદદથી લોખંડનો તાર બાંધવામાં આવ્યો હતો..

દિવાલમાં વરસાદી વાતાવરણને કારણે ભેજ ઉતર્યો હતો જેથી વીજ કરંટ લાગતા જ કિરીટકુમાર રમણીકાલ શાહ નું મૃત્યુ થયું છે. આ બનાવને લઈને દરેક લોકોએ ચેતી જવું જોઈએ અને ચોમાસાના સમય દરમિયાન લોખંડના તાર ઉપર કપડાના સુકાવા જોઈએ આ બનાવ સામે આવ્યા બાદ કેટલાય લોકોની આંખો ઉડી છે. અને લોખંડના તાર ઉપર કપડાં સૂકવવાનું બંધ કરી દીધું છે. તો સરસ્વતી તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આ બનાવને લઈને ભારે ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *