Breaking News

ગીરના જંગલમાં રસ્તા પર સાવજ આડો ઉતર્યો, બાઈકસવારને છૂટી ગયો પરસેવો, ધ્રુજતા ધ્રુજતા કરવા લાગ્યા ભગવાનના જાપ..

જ્યારે આપણી સામે સિંહ આવી જતો હોય ત્યારે સૌ કોઈ લોકોના પરસેવા છૂટી જતા હોય છે. કારણ કે અહીં એક એવો પ્રાણી છે જેનાથી સૌ કોઈ લોકોને ડર લાગે છે. સિંહ મોટાભાગે તો માનવો ઉપર હુમલો કરતો નથી. પરંતુ ભૂખ્યા સાવજના કોઈ ભરોસા હોતા નથી. સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો આપણે જોયું છે કે સિંહ મનુષ્યની સામે આવી જતો હોય છે…

પરંતુ તેની સામે ધીમે ધીમે ચાલીને જતો પણ રહે છે. તે માનવને કશું પણ કરતા નથી. હાલ એવો જ એક વિડીયો અમરેલીના જંગલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં કાચા રસ્તા ઉપર બાઈક લઈને બે લોકો જઈ રહ્યા હતા. તે સમયે ડાલામથ્થો સાવજ ગર્જના કરતો કરતો તે રસ્તા પર ઉતર્યો હતો..

રસ્તો ખૂબ જ સાંકડો અને જાડી ઝાંખરાવાળો હોવાથી ત્યાંથી ગાડી પાછી વાળવી પણ ખૂબ જ મુશ્કેલ હતી. કડકડતી ઠંડી વચ્ચે રસ્તા પર સિંહ મળી જતાં બાઇક પર સવાર બંને લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. ઘડીક તો તેઓને એટલો બધો ડર લાગી ગયો હતો કે તેવો થર થર કાપવા લાગ્યા હતા..

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. બાઈક સવારને બાઈક પાછી વળવાનું મન થતું હતું પરંતુ રસ્તો ખૂબ જ સાંકડો હોવાથી તેઓ જો બાઈકને પાછી વાળવા માટે જાય અને કદાચ સિંહ પાછળથી હુમલો કરી બેસે.. એના કરતાં તેઓ જે સ્થિતિમાં હતા તેની તે જ સ્થિતિમાં તેઓ ઉભા રહ્યા અને એક બાજુ તેઓ સંકટ મોચક હનુમાન દાદાનું નામ લેતા હતા.

બાઈકમાં પાછળ બેઠેલી વ્યક્તિએ હનુમાન દાદાના જાપ શરૂ કરી દીધા હતા. થોડીજ વારમા સિંહ બાઈક સવારની નજીક આવવા લાગ્યો અને ત્યારબાદ તે રસ્તો ઓળંગીને બીજી બાજુ જતો રહ્યો હતો. અને બાઇક સવારનો રસ્તો ખુલ્લો થઇ ગયો હતો. ત્યારબાદ તેઓ ફટાફટ ત્યાંથી નીકળી જાય છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે સિંહ સામે આવી જતા બાઇક સવાર ની પરિસ્થિતિ કેવી થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં કોઇ પણ પ્રકારની હલનચલન કર્યા વગર સ્થિર ઊભો રહી જવું જ સારું રહે છે. કારણ કે જો તમે ત્યાંથી ભાગવાની કે દોડવાની કોશિશ કરો તો સિંહ તમારી પાછળ પાછળ આવી જતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sandesh News (@sandeshnews)


લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *