ગુજરાતની ધરતી એ લોકસાહિત્યની ધરતી કહેવામાં આવે છે. કારણ કે ગુજરાતની ધરતી ઉપર વિશ્વ પ્રસિદ્ધ ઘણા લોકસાહિત્યકારો એ જન્મ લીધો છે. જેઓએ ગુજરાતને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ આપી છે. તેમજ ગુજરાતી સાહિત્યને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું છે. આજે દુનિયાના કોઈપણ ખૂણે ગુજરાતીઓનો ડંકો મોખરે હોય છે.
ગુજરાતની ધરતી ઉપર અવારનવાર લોકસાહિત્યના પ્રોગ્રામો ડાયરાઓ થતા હોય છે. જેમાં સાહિત્યકાર પર લોકો મનમૂકીને પૈસા નો વરસાદ કરતાં હોય છે. એમાં પણ જો કોઈ લોક ડાયરો માનવતાના લાભાર્થે ગોઠવવામાં આવ્યો હોય તો કલાકારો પર ખૂબ મોટો પૈસા નો ધોધ વરસતો દેખાતો હોય છે..
હાલ જામનગરના વિભાગોમાં જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટએ ગૌસેવાના લાભાર્થે એક લોકડાયરાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ગૌશાળાનું ભૂમિ પૂજન તેમજ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. આ સાથે સાથે લોકડાયરાનો કાર્યક્રમ યોજીને ગૌશાળાના લાભાર્થે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકારો પધાર્યા હતા..
જેમાં ફરીદામીર, રાજભા ગઢવી, નિરંજન પંડ્યા નામના મોટા મોટા કલાકારો આ ડાયરામાં પધાર્યા હતા. જામનગરના વિભાપરમાં નવી બનેલી ગૌશાળા કે જેનું નામ જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ છે. તેમાં નિરાધાર તેમજ અપંગ, અંધ અને લુલી લંગડી ગાયોને સારવાર આપવામાં આવે છે..
અત્યારે આ ગૌ શાળામાં કુલ ૫૦૦ જેટલી ગાયો ની સારસંભાળ રાખવામાં આવી રહી છે. આ સેવાના કામ ને આગળ ધપાવવા માટે વિભાપર ગામ માં 15 વીઘા જેટલી જમીન ની જરૂર છે. તેમજ સારવાર માટેના ઓપરેશન થિયેટર ની પણ જરૂર હોવાને કારણે ફાળો એકત્ર કરવાનો હતો..
જેના પગલે ભવ્ય લોકડાયરાનું આયોજન કરી નાખવામાં આવ્યું હતું. આ ડાયરામાં નિરંજન પંડ્યા રાજભા ગઢવી અને ફરીદામીર એ સંતવાણી ની રમઝટ બોલાવી દીધી હતી. લોકો એટલા મોજમાં આવી ગયા હતા કે મન મૂકીને પૈસાનો વરસાદ વરસાવવા લાગ્યા હતા. તેમજ પોતાનો ફાળો કોઈને કોઈ રીતે આ ગૌશાળા ના સેવા ઘણા કાર્યક્રમમાં આપ્યો હતો..
આ કાર્યક્રમમાં ગૌ ભક્તો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગૌ કાર્યકરોને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર ગૌ સેવાએ મહાન સેવા છે. ગાયો માટે લોકોએ મન મૂકીને ફાળો એકત્ર કરી નાખ્યો છે. થોડા જ સમયમાં આ ગૌ શાળામાં ફાળાની મદદથી સુવિધાઓ ઉભી કરવામાં આવશે..
જામનગરમાં ગૌ સેવા લાભાર્થે યોજાયો લોકડાયરો. ખ્યાતનામ ભજનકાર નિરંજન પંડ્યા, ફરીદા મીર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડીરાતથી વહેલી સવાર સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા #Jamnagar #Lokdayro #RajbhaGadhvi #FaridaMeer pic.twitter.com/dRfhSQcVGd
— News18Gujarati (@News18Guj) March 11, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]