Breaking News

ગટર સાફ કરવા ઉતરેલા 2 મજુરનો અવાજ ન આવતા ત્રીજો પણ ઉતર્યો, અંદર જતા જ જોયું એવું કે, આવી ગયાઆંખે અંધારા..!

બધા જ કામધંધામાં સાહસની જરૂર પડતી હોય છે. ઘણા લોકો સાહસિક ધંધો કરીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આવા ધંધામાં ઘણીવાર ભૂલ થઈ જતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરના એસવીએનએટી કોલેજ નજીક આવેલા દિનેશ ચેમ્બરમાં બની છે.

એસવીએનઆઇટી કોલેજ નજીક આવેલા દિનેશ ચેમ્બરમાં ગટર લાઈનની સફાઈ માટે કેટલાક શ્રમિકોને કામ સોંપવામાં આવ્યું હતું. આ ગટર લાઈનની સફાઈ કરવા માટે ત્રણ શ્રમિકો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા માટે એક શ્રમિક ગટરમાં ૪૦ ફૂટ ઊંડાઈએ ઉતર્યો હતો.

આ દરમિયાન તેને ગુંગળામણ થવાને કારણે તે ત્યાં જ  બેભાન થઇ ગયો હતો. બીજો શ્રમિક તેની મદદ માટે અંદર ઉતર્યો હતો. તેમજ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્તેયાં બરોબર રીતે શ્વાસ ન લઇ સકતા તે પણ ગુંગળામણને કારણે તડપી રહ્યો હતો. આ જોઈને બહારથી સાફસફાઈ નું નેતૃત્વ કરી રહેલો શ્રમિક પણ અંદર કુદયો હતો.

આ દરમિયાન તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાં આસપાસ કામ કરતા અન્ય મજૂરો દ્વારા ત્રણેય શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ અગાઉ ડ્રેનેજ લાઈનમાં સફાઈ માટે ઉતરેલા બંને શ્રમિકો બેભાન થઇ ગયા હતા. ડોક્ટરને તપાસ માટે ઘટનાસ્થળે જ બોલાવી લેવામાં આવ્યા હતા. પરંતુ તે બંને શ્રમિકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ઘટના અંગેની જાણ અન્ય શ્રમિકોમાં થતા સૌ કોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ રીતે ગટર ની ડ્રેનેજ લાઈન સાફ કરતી વખતે શ્રમિકોનું મૃત્યુ થતાં તેમના ઉપરી અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ બાબતની જાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને થતા તેમણે ઘટનાસ્થળે રેસ્ક્યુટીમ મોકલીને આગળની કામગીરી શરૂ કરી છે.

મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ કરતા તેઓ શોકમગ્ન થઈ ગયા છે. મૃત્યુ પામેલા એક શ્રમિકના ભાઈએ જણાવ્યું છે કે તેના ભાઈને ગટરની સફાઈ માટે અંદાજે 40 ફૂટ જેટલા અંદર ઉતારવામાં આવ્યો હતો. તેમજ તેની સુરક્ષાનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. જેથી તે ગુંગળામણના કારણે તે બેભાન થઈ ગયો હતો.

આ દરમિયાન બીજા શ્રમિક દ્વારા તેની મદદ કરવામાં આવી હતી. પરંતુ 40 ફૂટ જેટલી ઊંડાઈએ શ્વાસ ન લેવાવાને કારણે બંને શ્રમિકના મૃત્યુ થઈ ગયા હતા. સુરત પોલીસ દ્વારા બંને શ્રમિકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ તેમના પરિવારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે, તેવું સરકાર દ્વારા કહેવામાં  આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *