Breaking News

ગર્ભવતી મહિલા પર નિર્દય પતિએ દહેજ ન મળતા અત્યાચાર કરીને કર્યું એવું કે, મહિલાને જોતા જ ગામના લોકોના હદય પીગળી ગયા..!!!

નીચી વિચારસરણીમાં જીવતા લોકો હજુ પણ સમાજમાં મહિલાઓને સાથે અત્યાચાર કરી રહ્યા છે. આવા બનતા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. જેમ વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. એક મહિલા સાથે ખૂબ જ ક્રુરતાથી વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમના સાસરિયાના લોકોએ મહિલા ગર્ભવતી હોવા છતાં તેની સાથે અત્યાચાર કર્યો હતો.

આ ઘટના સરાયકેલા જિલ્લામાં બની હતી. હિસા ગામમાં પરિવાર નીચી વિચારસરણીમાં જીવી રહ્યું હતું. પરિવારમાં રહેતી મહિલાનું નામ સંગીતા પ્રધાન હતું. તેની ઉંમર 26 વર્ષની હતી. સંગીતાના પિયરના લોકો પણ પંસુઆ ગામમાં રહેતા હતા. તેમના પિતાનું નામ ધર્મ પ્રધાન હતું. ધર્મપ્રધાન એ પોતાની દીકરીના લગ્ન હિસા ગામના પરિવારના યુવક સાથે કરાવ્યા હતા.

સંગીતાના પતિનું નામ અમીર હતું. ખૂબ જ ધામધૂમથી બંનેના પરિવારજનોએ લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ સંગીતા અમીર સાથે રહેવા આવી ગઈ હતી. સંગીતા ખૂબ જ રાજી ખુશીથી તેમના સાસરીના લોકો સાથે રહેતી હતી પરંતુ લગ્ન સમય જતા સંગીતાને દહેજ માટે હેરાન કરવામાં આવી હતી. સાસરીના લોકો તેને અવારનવાર દહેજના નામે મેણાટોણા મારતા હતા.

જેને કારણે સંગીતાના પિતા ધર્મપ્રધાનએ 50,000 રોકડા તેમના જમાઈ અમીરને આપ્યા હતા ત્યારબાદ થોડો સમય જતા ફરી અમીરે સંગીતા પાસે પોતાની પિતાને ત્યાંથી બાઈકની માંગણી કરી હતી અને બાઈક ન લાવતા સંગીતાને માર મારવામાં આવતો હતો. સંગીતા થોડા સમય બાદ ગર્ભવતી બની હતી. ગર્ભવતી બનતા જ આ વાત અમીરને પસંદ આવી ન હતી.

અમીરને તેની ભાભી પાર્વતી સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે તે સંગીતાને પોતાના રસ્તેથી દૂર કરવા માંગતો હતો પરંતુ સંગીતા ખૂબ જ સરળ સ્વભાવની હોવાને કારણે તેણે આ વાત કોઈને પણ જણાવી ન હતી. ત્યારબાદ એક દિવસ ધર્મપ્રધાન સંગીતાની ખબર પૂછવા તેને ફોન કર્યો હતો. તે સમયે અમીરે જણાવ્યું હતું કે સંગીતા ઘર છોડીને જતી રહી છે,

અમે તેને શોધી હતી પરંતુ તે ક્યાયથી પણ મળી નથી, ત્યારબાદ ધર્મપ્રધાન સંગીતાના સાસરીના ગામે પહોંચ્યા હતા અને દરેક લોકોને તેણે પૂછપરછ કરી હતી. તે સમયે હિસા ગામથી એક કિલોમીટર દૂર સંગીતાના મૃતદેહ સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ જોતા જ તેના પિયરના લોકો આઘાતમાં આવી ગયા હતા.

અને તરત જ ધર્મપ્રધાને પોલીસ સ્ટેશનમાં તેના જમાઈ અને તેની ભાભી પાર્વતી સામે ફરિયાદ નોંધાવી હતી. સંગીતા સાથે ખૂબ જ કરુણ ભરી ઘટના તેના પતિ અને તેની ભાભીએ કરી નાખી હતી. સંગીતા ગર્ભવતી હોવા છતાં જરા પણ દયા ન રાખીને તેની સાથે આવી ઘટના કરી નાખી હતી અને સંગીતાનો જીવ લીધો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે લોકો પૈસા અને પોતાના સંબંધને સાચવી રાખવા માટે બીજા લોકો સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *