Breaking News

ગરબા જોવા ગયેલો પરિવાર મોડી રાત્રે ઘરે આવીને દરવાજો ખોલતા જ માથું પકડી ગયો, થોડા જ કલાકોમાં તાબડતોબ દોડતું થવું પડ્યું..!

હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલુ થતા જ નવરાત્રિના રસિયા લોકો ખૂબ જ ધૂમધામથી નાચી રહ્યા હતા. લોકોએ આ મહોત્સવ ખૂબ જ ખુશીથી મનાવ્યો હતો. નવરાત્રીના દિવસોમાં ઘણા બધા લોકો સાથે ખુશીની સાથે સાથે દુઃખનો માહોલ પણ છવાઈ ગયો હતો. ક્યારેય કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી.

ખુશીના તહેવારમાં લોકોને રોવાનો વારો પણ આવી જાય છે આવી જ એ ચોકાવનારી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના આણંદ જિલ્લામાં બની હતી. અવારનવાર લોકોના ઘરો અને ઓફિસોમાંથી પોતાની સંપત્તિ ગુમ થયાના બનાવો ખૂબ જ જોવા મળી રહ્યા છે. હાલમાં પણ એક નવરાત્રીના તહેવારનો આનંદ લેવા ગયેલા પરિવારો સાથે આવી જ એક ઘટના બની હતી.

આણંદ જિલ્લામાં જીટોડીયા કોર્ટ રોડ પર આવેલી તિલક બંગ્લોઝ સોસાયટીમાં પરિવાર સાથે કરુણ ઘટના બની ગઈ હતી. પરિવારના યુવકનું નામ મિતુલકુમાર રસિકભાઈ પંચાલ હતું. તેઓની ઉંમર 38 વર્ષની હતી. મિતુલભાઈ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. તેઓ નવરાત્રીના ખૂબ જ શોખીન હતા.

જેના કારણે નવરાત્રીના દિવસોમાં તેઓ પોતાના પરિવારને લઈને અલારસા ગરબા જોવા માટે ગયા હતા અને તેમણે પોતાના ઘરને બંધ કરી લોક કરીને તમામ લોકો ગયા હતા અને તેઓ નવરાત્રીનો આનંદ અલારસા ગરબા જોઈને લઈ રહ્યા હતા, ત્યારબાદ મોડી રાત સુધી તેઓ ગરબા જોઈને પોતાના ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા,

સવારનો સમય થતા તેઓ પોતાના ઘરે પરત આવ્યા હતા. તે સમયે મિતુલભાઈએ પોતાના ઘરની બહાર ગાડી પાર્ક કરી અને તેમની પત્ની મેન ગેટનો દરવાજો ખોલીને ઘરનો દરવાજો ખોલે તે પહેલા જ તે જોઈને ચોકી ગઈ હતી અચાનક તેણે ચીસ પાડી હતી. જેના કારણે મિતુલભાઈ અને તેમના પરિવારના લોકો ઘરે આવ્યા હતા.

તેમણે જોયું તો સૌ કોઈ લોકો જોઈને ચોકી ગયા હતા, તેમણે જોયું તો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. જેના કારણે ઘરમાં તમામ વસ્તુઓ પણ વેરવીખેર પડેલી હતી. પરિવારના લોકો ઘરમાં ગયા હતા અને તેમણે જોયું તમામ કબાટના લોક તૂટેલા હતા. તિજોરીઓ પણ ખુલ્લી હતી.

જેને કારણે મિતુલભાઈ માથે હાથ મૂકીને બેસી ગયા હતા. તેમની તિજોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ પૈસા હતા, જેના કારણે તરત જ મિતુલભાઈએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોતાના ઘરે સોના-ચાંદીના દાગીના અને 60,000 રોકડા પૈસા લૂંટાયા હતા. કુલ ટોટલ 1,96,000 હજારની કિંમતનો માલ ચોરી થઈ ગયો હતો.

આસપાસના લોકો પણ મિતુલભાઈના ઘરે પહોંચ્યા હતા. મોડી રાત્રે લુટેરાઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને લુંટ કરી નાખી હતી, જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસને હાથ ધરી હતી. ત્યારબાદ આણંદ જિલ્લામાં જ તારાપુર પાસે આવેલી વાત્સલ્ય સોસાયટીમાં નવરાત્રીની રાતે જ એક પરિવારના ઘરમાં ચોરી થઈ હતી,

આ પરિવારના યુવકનું નામ કાંતિભાઈ રસિકલાલ ઠક્કર હતું અને તેમની પત્નીનું નામ ધર્મિષ્ઠાબેન હતું. તેઓ પોતાના ગામ કોઈ કામ હોવાને કારણે ગયા હતા. તેમના ગામનું નામ વલ્લી હતું. તે સમયે ચોરોને બંધ ઘરની જાણ થતા મોડી રાત્રે ચોરી કરવા માટે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. તેમના ઘરમાંથી 1.80 લાખના સોના ચાંદીનાની તેમણે ચોરી કરી હતી.

જેને કારણે બે સોસાયટીમાં એક જ રાતમાં ચોરીની ઘટનાઓ બની હતી અને બંને પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો હતો. આજકાલ આવી ઘટનાઓ બનતા લોકો પોતાની કીમતી સંપત્તિઓ ગુમાવી રહ્યા છે. નવરાત્રીનો તહેવાર પૂરો થતા જ લોકોની ખુશી પણ પૂરી થઇ ગઈ હતી, આવી ઘટનાઓ બનતા લોકોના પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *