Breaking News

ગણેશ મંદિર થી ઘરે જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી 300 ફૂટ સુધી ઘસડી નાખ્યા, કાળમુખા અકસ્માત થતા જ લોકો રોષે ભરાયા..!

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ માર્ગ અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે. જેમાંથી વધુ એક અકસ્માતનો બનાવ મહેસાણા જિલ્લામાંથી સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મહેસાણામાં રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકી ને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે..

શહેરના સાનિધ્ય સોસાયટીની પાસે આવેલી તિરૂપતિ સોસાયટીમાં કૃપાલસિંહ તેની પત્ની વૈશાલી બા અને તેની આઠ મહિનાની દીકરી ખુશી રહેતા હતા. તેઓ સાંજના સમયે ઘર પાસે આવેલા ગણપતિ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને ઘરે પરત ફરતા હતા. એ સમય દરમિયાન તેઓ રાધનપુર ચોકડી પાસે પહોંચ્યા અને અમદાવાદ તરફથી આવતી એક ગાડી એ આ પરિવારની બાઇકને ટક્કર લગાવી હતી..

ટક્કર એટલી જોરદાર મારી હતી કે મહિલા અને તેની આઠ મહિનાની બાળકી અરટીગા ગાડી નીચે આવી ગયા હતા. ગાડી ચાલક બેફામ બની ગયો હતો એટલા માટે તેણે ગાડી રોકવાને બદલે દૂધસાગર ડેરી તરફના રોડ પર ફુલ સ્પીડે ભગાવવા લાગ્યો હતો. અકસ્માતમાં ટક્કર મારતા ની સાથે મહિલા અને તેની આઠ મહિનાની બાળકી 300 ફૂટ જેટલી રોડ પર ઘસડાઈ હતી..

જેના કારણે તેઓને ગંભીર ઇજા પહોંચી છે. એમજ વિશાલ સિંહ ને પણ ઈજાને પગલે મહેસાણાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સમગ્ર પરિવારની હાલત ખુબ જ ગંભીર હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત સર્જાયા બાદ અમદાવાદ તરફથી આવતી કારને કારચાલકે પુરઝડપે દૂધસાગર ડેરી તરફના રોડ પર ભગાવી હતી..

અકસ્માત ખૂબ જ ભયંકર રીતે બન્યો હતો એટલા માટે રસ્તા પર ચાલતા અન્ય લોકોએ પણ આ કાર સવાર ને પકડવા માટે તેની પાછળ ૧૫ જેટલી બાઈકને એક ઇક્કો ગાડી દોડાવી હતી. અકસ્માત કરીને ભાગી ગયેલી ગાડી દૂધસાગર ડેરી સામે આવેલા એક બમ્પ અને કુદાવતી સમયે પલટી મારી ગઇ હતી..

પલટી મારતાની સાથે જ કાર ચાલક કારને ત્યાં ઘટનાસ્થળે મૂકીને ભાગી ગયો હતો. પરંતુ સ્થાનિક લોકોએ આ કારમાં તોડફોડ કરી હતી અને કારને સળગાવી દીધી હતી. આકસ્માત બનતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી બાજુ કારમાં આગ લગાડી દેતા ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *