ગેમ રમવા માટે મોબાઈલ ન દેતા અક્કલમઠી બહેને સગા ભાઈને ગળુ દાબીને પતાવી દીધો, માં-બાપની હાલત જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા..!

નાની ઉંમરમાં બાળકોનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે, જો માતા-પિતાથી સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો તેમને ખૂબ જ મોટું અને ગંભીર પરિણામ સહન કરવાનો પણ તાકાત રાખવી પડતી હોય છે, અત્યારે હરિયાણાના ફરીદાબાદમાં એક પંદર વર્ષની બહેનને પોતાના ભાઈને મોતને ઘાટ ઉતારી નાખવાનો મામલો સામે આવ્યો છે..

આ બનાવ સામે આવતાની સાથે જ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન  કિસ્સો સાબિત થઈ ગયો છે, આ ઘટનાને લઈને સૌ કોઈ વાલીઓએ ધ્યાન દોરવું જોઈએ, અને પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં ફરીદાબાદના કોલીવાડા વિસ્તારમાં એક પરિવાર રાજી ખુશીથી જીવન જીવી રહ્યો હતો..

પરિવારમાં માતા-પિતાની સાથે 15 વર્ષની દીકરી અને 12 વર્ષના દીકરાનો પણ સમાવેશ થતો હતો, અત્યારના સમયમાં બાળકોને કદાચ એક-બે ટક જમવાનું ન મળે તો ચલાવી લેતા હોય છે. પરંતુ જો તેમને મોબાઇલ ફોન ન મળે તો તેવો ક્યારે પણ ચલાવતા નથી. મોબાઇલ ફોન દરેક માણસ કોના મનને ખૂબ જ બગાડી રહ્યો છે..

સવારના સમયે 12 વર્ષનો ભાઈ તેની માતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. જ્યારે તેની 15 વર્ષની બહેને તેની પાસેથી મોબાઇલ માં ગયો હતો ત્યારે 12 વર્ષના નાના ભાઈએ તેને મોબાઈલ આપવાની મનાઈ કરી દીધી અને ગેમ ન રમવા માટે જણાવ્યું હતું. બસ આ વાતથી ગુસ્સે ભરાઈને 15 વર્ષની બહેને માત્ર 12 વર્ષના ભાઈને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો..

એટલી નાની ઉંમરમાં 15 વર્ષની આ દીકરીનું મગજ એટલું બધું પરિવર્તન પામી ચૂક્યું હતું કે, જેની ન પૂછો વાત તેને તેના ભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યો તો છતાં પણ તેને મોઢા ઉપર એક પણ દુઃખની લાગણી દેખાઈ આવી હતી નહીં, કહેવાય રહ્યું છે કે, મોબાઈલ એ બાળકોના મનને સંકોચિત કરી નાખ્યા છે અને તેમની વિચારધારાને પણ ખૂબ જ ઝકડી રાખી છે..

ધીમે-ધીમે મોબાઈલ દરેક લોકો માટે ખૂબ જ પડકાર જનક સાબિત થવા જઈ રહ્યો છે, જે આ મામલા પરથી કહી શકાય છે. આ ઘટનાને જાણકારી જ્યારે બાળકના માતા-પિતાને થઈ ત્યારે તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને આ બાળકનો જીવ પણ ચાલ્યો ગયો હતો. આ બાળકના માતા-પિતાને એવી શંકા હતી કે, નક્કી તેમના જ ઘરની અંદરથી આ બાળકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય..

તેઓએ તરત જ બાબતની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને પણ આપી હતી. જ્યારે પોલીસે 15 વરસની આ દીકરીની પૂછપરછ કરી ત્યારે શરૂઆતમાં તો તેણે કશું કહેવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ જ્યારે પોલીસે તેને કડક પૂછપરછ શરૂ કરી ત્યારે તેને કહ્યું કે તેનો નાનો ભાઈ મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો અને જ્યારે તેને આ મોબાઇલને પરત માંગ્યો ત્યારે તેણે..

થોડીવાર રહીને આ મોબાઈલ તેને પરત આપી દેશે તેવું જણાવ્યું હતું, બસ આ વાતને લઈને તે ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ અને તેણે પોતાના જ ભાઈ ને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ ઘટનાને લઈને બાળકના માતા-પિતા માટે ખૂબ જ મોટી આફત આવી પડી છે. એક બાજુ તેના દીકરાનું મૃત્યુ થયું છે. તો બીજી બાજુના દીકરાના મોત પાછળ તેમજ 15 વર્ષની દીકરીનો હાથ હોવાને કારણે ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment