ગામડાઓ પુરમાં તણાઈ જતા NDRFની 10 ટીમો તહેનાત, હવામાને આપી તબાહી મચાવતા ભારે વરસાદ ત્રાટકવાની મોટી આગાહી..!

ગુજરાતમાં એવા પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે, જેમાં જે વિસ્તારોની અંદર વરસાદ પડે છે. ત્યાં ભુક્કા બોલાવી દે છે. અને જે વિસ્તારો ની અંદર વરસાદ નથી પડતો ત્યાં માત્ર વરસાદી ઝાપટા આવીને ચાલ્યો જાય છે. તેમજ અમુક વિસ્તારો તો હજુ પણ કોરા ધાક છે. જેને કારણે ખેડૂતોને ખૂબ જ ચિંતા સતાવી રહી છે..

પરંતુ અમુક વિસ્તારો કે જ્યાં વરસાદ 8 ઇંચ થી લઇ 14 સુધીની મેઘમહેર વરસાવી રહ્યો છે. તેવા વિસ્તારોમાં ભારે જનજીવન ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાય છે. તેમજ આખાને આખા ગામડાઓ પણ તણાઈ ચુક્યા છે. મધ્ય ગુજરાતના આણંદ પાસે આવેલા બોરસદમાં માત્ર એક રાતની અંદર જ 11 ઇંચ વરસાદ ખાબકી જતા એક માળ જેટલા પાણી ભરાઈ ગયા હતા..

જેમાં કુલ ત્રણ લોકોનું તણાઈ જવાને કારણે અને ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. આ વિસ્તારનું તંત્ર તાત્કાલિક ધોરણે દોડતું થયું હતું અને ત્યાંના કુલ 500 કરતા વધારે લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ સાથે સાથે NDRFની ટીમોએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

લોકોના ઘરમાં તેમજ દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે. જ્યારે રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા છે. આ સાથે સાથે બનાસકાંઠાના દિયોદર અને ડીસામાં પણ એક સાથે છ ઇંચ થી લઈ અગિયાર ઈચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ગામડાઓ અને જાહેર રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ત્યાં પણ એનડીઆરએફની ટીમોને કહેના કરીને રેસ્ક્યુની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે..

આખાને આખા ગામડાઓ પૂરમાં તણાઈ જવાની કારણે હાલ હવામાન વિભાગ એ 10 ટીમોને તેહનાત કરી છે. કારણ કે આગામી ચાર દિવસની અંદર તબાહી મચાવે તેવો ભારે વરસાદ વાટકવાની મોટી આગાહી કરી દેવામાં આવી છે. આ આગાહીને પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખૂબ મોટું સંકટ રહેલું છે..

6 બટાલીયન ની કુલ 10 ટુકડીઓને જુદા જુદા તાલુકાઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેના કારણે આનંદ જિલ્લામાં જે પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી એ પરિસ્થિતિ બીજા કોઈ જિલ્લામાં ન સર્જાય. અને કોઈપણ વ્યક્તિના જીવ વરસાદને કારણે ન જાય તેના ભાગરૂપે સોમનાથ, નવસારી, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જામનગર, અમરેલી અને જૂનાગઢમાં NDRFની ટીમો અને કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત તરફ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાય છે. જેને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં રાજકોટમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે. રાજકોટ જિલ્લાના જુદા જુદા પંથકોની નદી નાળા છલકાયા છે. તો જસદણમાં ત્રણેય સુધીનો વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે..

ભાવનગર પંથકના જુદાજુદા તાલુકાઓમાં પણ અઢીથી લઇ પાંચ સુધીના વરસાદ ખાબક્યા છે. જેને પગલે આદ્રા નક્ષત્રની અંદર અષાઢીયા વરસાદની મહેક મહેર દેખાય છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં કાળા ડિબાગ વાદળો સાથે ભારે પવનની અને ધૂળની ડમરીઓ ઉડી હતી. આખા દિવસ દરમિયાન ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું હતું..

ઉત્તર ગુજરાતમાં એકાએક વરસાદી માહોલ સર્જાયો છે. પરંતુ અમુક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ખપત સર્જાઈ રહી છે. જેને કારણે જગતના તાત ખૂબ જ ચિંતાતુર બન્યા છે. વાત કરે છેલ્લા 24 કલાકની તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર અંદર કુલ ૧૫૦ તાલુકાઓમાં ખૂબ જ સારો વરસાદ ખાબક્યો છે..

જેમાં 11 તાલુકા ની અંદર ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 23 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ સાથે સાથે 50 તાલુકાઓમાં એક ઇંચ થી લઇ દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસની અંદર અંદર સુરત વલસાડ ,ભરૂચ, રાજકોટ, નવસારી, વડોદરા, બોટાદ, ભાવનગર, અમરેલી આ તમામ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment