ગાયને વરસાદથી બચાવવા ઘરની બહાર નીકળ્યો અને કાળમુખી વીજળી ત્રાટકતા ઘટના સ્થળે જ થયું મોત, કરુણ બનાવ..!

રાજ્યમાં સારું ચોમાસુ ચાલી રહ્યું છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દરેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને કારણે રાજ્યમાં દરેક લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. રાજ્યના ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ગયા બે ત્રણ દિવસથી સારો વરસાદ વરસવાની ચાલુ થયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી બધી ઘટનાઓ પણ બની રહી છે. આવી જ એક ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સાબરકાંઠા જિલ્લામાં બની હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલને કારણે ઘણી બધી હોનારતો બની રહી હતી.

સાબરકાંઠામાં વરસાદી વાદળો આખો દિવસ જોવા મળી રહ્યા છે અને આ વરસાદી વાદળો ક્યારે વરસી પડે તે કહી શકાય તું નથી. સાબરકાંઠા જિલ્લામાં ગયા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો. બે ત્રણ જેટલા તાલુકાઓમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.

તેને કારણે રસ્તાઓ ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. 64 મીમી જેટલો વરસાદ એક સાથે ખાબકવાને કારણે લોકોનું પોતાનું જનજીવન ખોવાઈ ગયું હતું. તેને કારણે આવી એક ગંભીર ઘટના સામે આવી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખારાના મુડાવા ગામમાં એક યુવક સાથે ગંભીર ઘટના બની ગઈ હતી.

યુવકનું નામ ઝાલા તેજપાલસિંહ ઉદયસિંહ હતું. તેજપાલસિંહની ઉમર 21 વર્ષની હતી. તે મુવાડા ગામમાં વરસાદને કારણે પોતાના ઘરે પશુપાલનનું રાખતા હોવાથી તેને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા કરી રહ્યો હતો. વરસાદમાં પશુપાલકો પણ હેરાન થઈ રહ્યા હોય છે. તે માટે પોતાના ગામમાં ભારે પડતા વરસાદથી પશુપાલકોને બચાવવા માટે પ્રયાશો કરતો હતો.

તેના ગાય-ભેંસને છોડીને શેર નીચે લાવતો હતો. તે સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસથી રહ્યો હતો. તે માટે વીજળી અચાનક યુવાન ઉપર ત્રાટકી પડી હતી અને વીજળીના કડાકા સાથે યુવાન પર વીજળી પડતા યુવક સળગી ઊઠ્યો હતો અને યુવકને એક સારો એવો પોલીસ બનવું હતું. તે માટે તે પોલીસને ક્લાસ કરી રહ્યો હતો.

આજકાલ પોલીસ પોતાના જીવને પણ જોખમમાં નાખીને બીજા લોકોની રક્ષા કરતા હોય છે. એમ આ યુવક પણ એક માનવ પ્રેમી હતો. તેથી તેને પણ પોતાના પાલતુ પશુઓ ઉપર દયા આવતા તેણે પશુને બચાવવા માટે શેર નીચે લાવી રહ્યો હતો. તે સમયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ઘરના સભ્યોએ તરત જ તેજપાલ સિંહને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.

ત્યાંથી તલોદની સારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. આમ ભારે વરસાદને કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આજકાલ તોફાની વરસાદને કારણે લોકો પર ઘણી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. તેજપાલસિંહનું મૃત્યુ થતા સમયે તેના ઘરના સભ્યોની સામે જ હતા. પરિવારના લોકો આ આઘાત સહન કરી શકતા ન હતા. પરિવાર ભાંગી પડ્યું હતું. એકના એક કુલ દીપકનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનોમાં માહોલ છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment