રોજ રોજ ઘરેલુ કંકાસ પારિવારિક ઝગડા અને પૈસાની બાબતોને લઈને પણ જે તે વ્યક્તિ જ્યારે કંટાળીને જ્યારે તેઓ આપઘાત કરવાનું પગલું ભરી લેતા હોય છે. જે બિલકુલ ખોટું છે. કારણ કે જેને પણ જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે કોઈપણ વ્યક્તિને મુશ્કેલીઓની તમામ વાત કરવાને બદલે મુંજાયેલા વ્યક્તિ આપઘાત કરવા લાગ્યા છે…
અત્યારે પંચમહાલના લાભી ગામ પરણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. લાભી ગામની સીમમાં એક કુવો આવેલો છે. આ કુવાની અંદર ગામના સૌ કોઈ લોકો પાણી ભરવા માટે જતા હોય છે. સવારમાં પાણી ભરતી વેળાએ લોકોએ જોયું કુવાની અંદર એક લાશ લટકી રહી છે. તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસ મથકે આ બાબતની જાણ કરી હતી.
અને ગામના સ્થાનિકો અને આગેવાનોને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસના પાપે ગામ લોકોની મદદથી કુવામાંથી આ પરિણીતાના મૃતદેહનું બહાર કાઢ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી કે આ યુવતી હકીકતમાં કોણ છે..? કયા ગામની વતની છે..? અને તેને શા માટે આપઘાત કર્યો છે..
શરૂઆતમાં તો ગામના લોકો આ લાશની નજીક આવવા માટે પણ ડરી રહ્યા હતા. પરંતુ કોઈ એક વ્યક્તિએ નજીક જઈને જોયું તો જણાયું કે પરિણીતા ગામમાં રહેતા વિક્રમભાઈ બારીયા કે જેવો છેલ્લા ઘણા વર્ષોથી નજીકના ગામમાં રહે છે. તેમની ૨૨ વર્ષની દીકરી હર્ષા છે. તેના લગ્ન થોડા દિવસ પહેલાં સુરેલી ગામના નિલેશ ચૌહાણ સાથે થયા હતા..
જ્યારે સલામપુર ગામમાં રેહતા પરિણીતાના પિતાને આ બાબતની જાણ થઈ ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે બધા પરિવારને લઈને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને પોતાની દીકરીને મૃત હાલતમાં જોઇને તેઓ ત્યાં જ ઢળી પડ્યો હતો. પરિણીતાના માતાના ડોળા ચડી ગયા હતા. જ્યારે તેના ભાઈ પણ રડી રડીને બેહાલ થઈ ગયો હતો..
સમગ્ર પરિવારનો ખુબ જ શોકના માહોલમાં ચાલ્યા ગયા હતા. પરિણીતાને મૃત દેહને ગામની સીમમાં આવેલા કુવામાં કેવી રીતે લટકતો હતો. અને તેને હકીકતમાં આપઘાત કર્યો છે કે પછી કોઇએ હત્યા કરીને તેને લટકાવી દીધી છે. આ તમામ બાબતોને લઇને હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ પરણીતાના માતા-પિતાનું કહેવું છે કે આ પગલું કદાચ તેણે કોઈને કોઈ કંકાસને કારણે ભર્યું છે..
તે હંમેશાં ખૂબ જ ચિંતામાં રહેતી હતી અને નાની નાની બાબતોને લઈને ખૂબ જ ટેન્શનમાં આવી જતી. આજકાલ મગજ પર પ્રેશર વધી જવાને કારણે લોકો શું કરી બેસે છે એ નક્કી હોતું નથી. આ લાશને લાભી ગામની સીમમાં આવેલા કૂવામાંથી બહાર કાઢીને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધી છે. તેમ જ ગામના તમામ લોકોની એક પછી એક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે..
પોલીસની પ્રાથમિક તપાસ બાદ મૃત્યુને લઈને ભલભલા લોકો ને ધ્રુજાવી દે તેવા ચોંકાવનારા તારણો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હાલ લાભી ગામની સીમમાં પણ સન્નાટો છવાઇ ગયો છે. ગામના લોકો ત્યાંહી પસાર થવામાં પણ ડરી રહ્યા છે.હકીકતમાં આ મામલો સામે આવતા જ ગામમાં અરેરાટી મચી ગઈ છે અને દરેક જગ્યા પર લોકો આ બાબતને લઈને ચર્ચા કરતા નજરે ચડ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]