ઘણા દિવસથી નાની બાળકી ઉપર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ના કેસો ખૂબજ વધી ગયા છે. રોજ રોજ એવા અગણિત આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવતી હોય છે. છતાં પણ આ ગુનાખોરી ઉભું રેવાનું નામ લેતી નથી. તેવામાં સમગ્ર ગામડાના લોકોને હચમચાવી દે તેઓ બનાવ ગીર સોમનાથથી સામે આવ્યો છે.
કોડીનારથી માત્ર ૧૨ કિલોમીટર દૂર જંત્રાખડી ગામ આવેલું છે. આ ગામમાં પરિવારના સૌ કોઈ સભ્યો રાજીખુશીથી જીવન જીવતા હતા. પરિવારમાં માતા-પિતા તેમજ મોટા ભાઈ બહેનની સાથે સાથે એક 9 વર્ષની નાનકડી બાળકીનો પણ સમાવેશ થતો હતો. આ બાળકી સાથે ન થવાનું થયું છે. જેના કારણે સમગ્ર ગામ લોકો ભારે રોષ દાખવી રહ્યા છે..
આ ગામમાં એવી ઘટના બની શકે તેના પડઘા સમગ્ર શહેર સુધી સંભાળી રહ્યા છે. નાનકડી 9 વર્ષની આ દીકરી સવારના દસ વાગ્યાના સમયે પોતાના ઘર પાસેની શેરીઓમાં રમતી હતી. એ સમયે ગામમાં રહેતો શામજી નામનો યુવક ત્યાં આવ્યો હતો. અને આ દીકરીને દુકાને બીડી લેવા માટે મોકલી હતી.
દીકરી જ્યારે દુકાનેથી બિડી લઈને પરત આવી ત્યારબાદ શામજી નામના યુવકે આ દીકરીને પોતાના ઘરમાં પુરીને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. શામજી નામના આ યુવકને બે સંતાનો છે. છતાં પણ તેણે એક પણ વાર આ બાળકીનો વિચાર કર્યા વગર તેને પીંખી નાંખી હતી. જ્યારે તેનું મન ભરાઈ ગયું ત્યારે તેણે આ બાળકીનું ગળું દબાવીને મારી નાખી હતી..
અને ત્યારબાદ આ બાબતની જાણ અન્ય કોઈ વ્યક્તિને ન થાય એટલા માટે તેને લાશને સગેવગે કરવા માટે એક કોથળામાં બાળકીના મૃતદેહને ભરી દીધો હતો. અને ગામના પાદરથી ઘણે દૂર અજાણી જગ્યા પર આ કોથળાને ફેંકી દીધો હતો. પરંતુ જ્યારે બાળકીના માતા-પિતાએ કહ્યું કે ઘણા સમય વીતી ગયા બાદ પણ તેમની દીકરી ઘરે પરત આવી નથી..
ત્યારે તેઓએ શોધખોળ શરૂ કરી હતી. અને આસપાસના વિસ્તારોમાં બાળકી ન મળતા અંતે તેઓએ ગીર સોમનાથ પોલીસની પણ મદદ લીધી હતી. તપાસ કરતાં જણાયું કે ગામની આસપાસના વિસ્તારોમાંથી એક કોથળો મળી આવ્યો છે. અને આ કોથળાની અંદર નવ વર્ષની દીકરીનો મૃતદેહ છે. જ્યારે બાળકીના માતા-પિતાને આ મૃતદેહની ઓળખ કરવા માટે બોલાવવામાં આવ્યા..
ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે તેમની દીકરી તેમના ઘર આગળ હસતી ખેલતી રમી રહી હતી અને અચાનક જ તેનો મૃતદેહ જોતા તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. એટલું જ નહીં પરતું પોલીસે આ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા..
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ બાળકી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજારવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેને ગળું દબાવીને મારી નાખવામાં આવી છે. જરૂરી પૂછતાછ કરતાની સાથે જ પોલીસને ખબર પડી ગઈ કે ગામમાં રહેતા શામજી નામના યુવકે આ બાળકી પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. એટલા માટે પોલીસના મોટા મોટા અધિકારીઓ પણ જંત્રાખડી ગામે પહોંચી ગયા હતા.
અને આરોપીને પકડી પાડયો હતો. ત્યારબાદ તેની પૂછતાછ શરૂ કરી હતી. જ્યારે ગામના લોકોને ખબર પડી કે સામજી નામના આ નરાધમ યુવકે આ દીકરી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. કર્યું છે. ત્યારે ગામના તમામ લોકો ખૂબ જ રોષે ભરાઇ ગયા હતા. અને આ યુવકને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગામ લોકોમાં ભારે રોષ છવાયેલો છે શામજી નામના યુવકે દીકરી પર .દુ.ષ્ક.ર્મ. આચરતી વેળાએ તે ચીસો નાખે એટલા માટે તેના મોઢા પર ડૂમો પણ આપી દીધો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]