Breaking News

ગામમાં અચાનક જ થવા લાગ્યું એવું કે, એક સાથે 7 બાળકોને લોહીની ઉલટી થઈ ઢળી પડતા થયા મોત, આખું ગામ હિલોળે ચડ્યું.. વાંચો..!

આધુનિક સમયમાં અનેક નવા નવા વાયરસ લોકોને થતા જોવા મળી રહ્યા છે. વાયરસ ફેલાતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. એકસાથે ઘણા બધા વ્યક્તિઓ બીમારીમાં સંકળાય જાય છે અને તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા હોય છે. અવારનવાર ખાવા-પીવામાં અને કોઈપણ દુષિત હવાને કારણે આવી બીમારીઓ થતી જોવા મળી રહી છે.

જેમાં નાના બાળકોને વધારે બીમારી થતી જોવા મળી રહી છે કારણ કે બાળકોની ઉંમર નાની હોવાને કારણે તેઓને વાયરસ ઝડપથી લાગી જાય છે અને બાળકો આ બીમારીઓના ભોગ બની રહ્યા છે. અવારનવાર આવી ગંભીર ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. જેમાં એક વધુ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના સિરોહી જિલ્લાના ફુલાબાઈ ખેડા ગામમાં બની હતી. ખૂબ જ ગંભીર દુર્ઘટના બાળકો સાથે બની ગઈ હતી. એક જ ગામના ઘણા બધા બાળકોને કાળભરખી ગયો હતો અને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફુલબાઈ ખેડા ગામમાં દરેક પરિવાર રાજી ખુશીથી રહેતા હતા. પરિવારના દીકરા અને દીકરીઓ સાથે રમતા હતા.

તેઓ ગામની એક જ શાળાએ જતાં અને ગામમાં પણ તેઓ સાથે રમતા હતા. અચાનક એક દિવસ ગામના એક બાળકની તબિયત બગડી હતી. જેના કારણે તેની સાથે રમતા બીજા બાળકોને પણ તેનો વાયરસ લાગ્યો હતો. બાળકો ત્રણ દિવસથી વધારે બીમાર રહ્યા હતા. જેને કારણે તેમને જિલ્લાના દવાખાને તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.

તે સમયે બાળકોને એક્યુટ ફેસ ઓફ વાઈરસ લાગ્યો હતો, જેના કારણે બાળકો બીમાર પડ્યા હતા. અચાનક બાળકોને ધબકારા વધી ગયા અને તેઓનું શરીર અકળાવવા લાગ્યું હતું અને તેની સાથે સાથે લોહીની ઉલટીઓ પણ થઈ હતી. ગામના એકસાથે 7 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગામના આ સાત બાળકોના નામ યોગેશભાઈનો દીકરો વિક્રમ તેમની ઉંમર 4 વર્ષની હતી.

બીજો દીકરો થાવારામ તેમની ઉંમર 11 વર્ષની હતી અને એક પરિવારની દીકરી તેમનું નામ ગુડિયા હતું. તેની ઉંમર પણ 11 વર્ષની હતી. ગામના દરેક બાળકોને ધીમે ધીમે આ વાયરસ લાગવા લાગ્યો હતો, જેના કારણે જયપુર અને જોધપુરની AIIMS ની ટીમ બાળકોની બીમારીના તપાસ માટે ગામમાં પહોંચી હતી.

ઘરે ઘરે જઈને દરેક બાળકોના લોહીના સેમ્પલ લીધા હતા અને વહીવટી તંત્ર દ્વારા ગામમાં આવેલી ઠંડા પીણાંની દુકાનોને બંધ કરાવી હતી. તેમજ આઈસ્ક્રીમ અને બાળકોને નુકસાન કરતા ખાદ્ય પદાર્થોની દુકાનો બંધ કરાવી હતી અને તેમાં પણ કોલ્ડ્રીંક્સનું વેચાણ બંધ કરાવ્યું હતું. એકસાથે ગામમાં સાત બાળકોના મૃત્યુ થયા હતા.

ત્રણ બાળકોની હાલત ખૂબ જ ગંભીર હતી, જેના કારણે ગામમાં શોકનું મોજું ફરી મળ્યું હતું. દરેક પરિવારોએ પોતાના બાળકોને ગુમાવ્યા હતા. એકના એક બાળકોનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. બાળકો સાથે આવી ઘટનાઓ બની જતા તેમના માતા પિતા આઘાત સહન કરી શક્યા ન હતા.

અમુક બાળકોના તપાસ દરમિયાન ડોક્ટરને જાણવા મળ્યું હતું કે ન્યુમોનિયાના લક્ષણ પણ જોવા મળી રહ્યા હતા, જેના કારણે તબિયત સારી ન હતી. તે બાળકોને શિરોહી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એકસાથે ગામના ફૂલ જેવા બાળકો સાથે આવી ઘટના બની જતા ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *