Breaking News

ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી..!

છેલ્લા બે દિવસની અંદર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક છુટા છવાયા તો ક્યાંક કડાકાભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ છે. એટલે કે મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર રીતે એન્ટ્રી કરી દીધી છે. ગઈકાલે રાત્રિના સમયે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો..

આ વરસાદને પગલે વાતાવરણમાં એકાએક ઠંડક નો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદના લોકો છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીમાં રોજ ધમધમી રહ્યા હતા. તેવામાં અચાનક જ વરસાદી ઝાપટાં વરસ્યાં લાગતા વાતાવરણમાં રાહત થઇ હતી. અને લોકોએ પણ ઠંડક નો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગે તેમજ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી આપતા જણાવ્યું છે કે..

15 તારીખ સુધીમાં અમદાવાદમાં કડાકે ધડાકેની સાથે પવનના સૂસવાટા પણ બોલશે. અને મુશળધાર વરસાદ અમદાવાદમાં વરસવ લાગશે. અમદાવાદ શહેરના શાહીબાગ, નરોડા, નિકોલ, એસ.જી.હાઇવે, સોલા, ગોતા, ચાંદખેડા અને જગતપુર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપી છે..

તેમજ ગીતા મંદિર બસ સ્ટેશન, જમાલપુર અને પાલડી વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગઇકાલે બપોર પછીના સમયથી જ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો. જ્યારે સાંજના સમયે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ઘાટલોડિયા અને રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા..

જ્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પહેલા વરસાદને પગલે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે. કેટલાક વિસ્તારની ગટરોમાં હજુ પણ પાણીનો માર્ગે ચોખ્ખો કરવામાં આવ્યો નથી. એટલે કે મેઘાણીનગર તરફ રોડ પર વરસાદને પગલે ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું..

ત્યાં સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડ્રેનેજ વિભાગ એ પણ આ કામમાં થોડીક ઢીલ મુકી હોય તેવું લાગી રહ્યું હતું. માત્ર અડધા ઇંચ વરસાદની અંદર રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું હતું જ્યારે ચોમાસાનો અતિભારે વરસાદ વરસે ત્યારે આ રોડની હાલત કેવી થઈ જશે તેવી વિચારીને જ અમદાવાદીઓ તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *