આજકાલ લોકો નાની-મોટી વાતો ને લઈને એકબીજા સાથે તકરાર કરી બેસતા હોય છે. તેમજ આ તકરારો ઘણીવાર મારામારીમાં બદલાઈ જતી હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં જોવા મળી છે. જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં મોડીરાત્રે કારમાં જતાં રાજેશભાઈ અને તેમના ભાઈની અમુક લોકો સાથે વાહન ચલાવવાની બાબતમાં એક બીજા સાથે તકરાર થઈ ગઈ હતી..
તે દરમ્યાન અન્ય બંને બાઇક ચાલકોએ તેમને પરત આવીને મારવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ બંને ભાઈ પોતાના ઘરે ઇન્દિરા સોસાયટીમાં પરત આવી ગયા હતા. પરંતુ થોડા સમય પછી રાજેશ જગદીશભાઈ કૌશિકના ઘરે પાંચ અજાણ્યા યુવકો આવ્યા હતા. તેમજ રાજેશભાઈ સાથે મારામારી કરી હતી.
મારામારી દરમિયાન પાંચ અજાણ્યા યુવકોમાંથી એક યુવકે છરી બતાવીને રાજેશભાઈને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રાજેશભાઈ વળતો જવાબ આપતાં તે અજાણ્યા યુવકે રાજેશભાઈ સાંથલના ભાગમાં છરી મારી હતી. જેને કારણે રાજેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના પરિવારજનો તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા..
પરંતુ ખૂબ જ વધુ લોહી વહી જવાને કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રાજેશભાઈ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. તેમજ પોલીસ સ્ટેશનમાં પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. ત્યાંની સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી.
જામનગર પોલીસ દ્વારા રાજેશભાઈના ભાઈને પ અજાણ્યા યુવકોની ઓળખ મેળવવા માટે પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. રાજેશભાઈના નાના ભાઈ યોગેશની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, રાજેશભાઈ અને બે પુત્રીઓ હતી. તેમજ રાજેશભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં શોકનું માહોલ છવાઇ ગયો હતો.
પાંચ અજાણ્યા યુવકોએ યોગેશભાઈની સામે જ તેમના ભાઈ રાજેશ ભાઈની હત્યા કરી દીધી હતી. પોલીસ દ્વારા યોગેશ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે, કાલે રાતે જ્યારે તેઓ નોકરીએથી પાછા ઘરે આવતા હતા. ત્યારે બે બાઇક સવાર યુવાન સાથે બોલાચાલી થતા તેઓ પરત ફરીને મારવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા.
જ્યારે રાજેશભાઈ અને યોગેશભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તે બંને બાઈક સવારે પોતાના મિત્રો સાથે ઘરે આવી પહોંચ્યા હતા. અને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્યાં હાજર તેમના મોટાભાઈ રાજેશને છરી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમજ અન્ય આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટે મહેનત કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]