Breaking News

ફૂલ જેવા દીકરા અને પરિવારને મૂકીને યુવકે આપઘાત કરી લીધો, ચાર પાનાંની સુસાઈડ નોટ વાંચીને આંસુ નહી રોકી શકો..! વાંચો..

રાજ્યમાં આપઘાત કરવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 10 કરતાં પણ વધારે આપઘાતના બનાવો નોંધાઈ ચૂક્યા છે. સરકારી ચોપડે રોજ રોજ આ બનાવના આંકડાઓ વધવા લાગ્યા છે. કોઈ વ્યક્તિ ઘરેલુ કંકાસને કારણે આપઘાત કરી લે છે. તો કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણ અને ભવિષ્યની ચિંતાને લઈને આપઘાત કરતા હોય છે..

ગઈકાલે અમદાવાદમાં એક યુવકે આપઘાત કર્યો છે. આ યુવકનું નામ રોનક કુમાર બાબુલાલ પટેલ છે. જેની ઉમર 42 વર્ષની છે. અને તેઓ તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. તેઓએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ રામોલ પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે..

તેઓએ જ્યારે આપઘાત કર્યો એ પહેલા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમને એક સુસાઇડ નોટ પણ મોકલી આપી હતી. આ નોટમાં આત્મહત્યા પાછળ કયા કયા કારણો જોડાયેલા છે. તે તમામ રાજ મળી આવ્યા છે. આ ચાર પાનાની સુસાઈડ નોટ વાંચતા જ ભલભલા લોકો ચમકી ઉઠ્યા હતા. કારણ કે તેની અંદરના શબ્દો વાંચીને પરિવારજનો પણ પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા હતા નહીં..

તેઓએ નોટમાં લખ્યું કે, હું રોનક બાબુલાલ દિલ ઉપર પથ્થર મૂકીને મજબૂરીથી આ પગલું ભરી રહ્યો છું. આ પગલું ભરવા પાછળ મુખ્ય કારણ રાકેશ ઉનડકટ તેમજ મારુતિભાઈ કૃણાલભાઈ અને ધવલભાઈ નામના વ્યક્તિ જવાબદાર છે. તેઓએ દરેક વાતમાં તેને સમર્થન આપ્યું હતું અને દબાણવશ લાવ્યા બાદ આ પગલું ભરવા પર મજબૂર કર્યો છે..

તેઓએ રોનક ભાઈના નામ ઉપર લોન લઈ લીધી હતી. અને પ્રાઇવેટ ધંધામાં વગર પૈસે રોકાણે લોન કરાવી તેઓ ભાગીદાર બની ગયા હતા. તેઓની કંપનીમાં બંનેના નામે લોન કરવામાં આવશે. તેમજ પ્રોપર્ટી મશીન અને ધંધામાં થતા નફામાં બંનેને સરખે સરખો ભાગ મળશે એવી વાત થઈ હતી. એટલા માટે તેઓ તૈયાર હતા..

પરંતુ બંનેના નામે લોન કરવાની જગ્યાએ તેમના એકલાના નામે લોન કરી હતી. એટલે કે તેઓને ધંધામાં દગો મળ્યો હતો. તેઓએ ધંધા શરૂ કર્યા પહેલા રાખેલી એક પણ શરતોનું પાલન પણ કર્યું હતું નહીં. રોજ રોજ તેઓને ખૂબ મોટી નુકસાની ગયા બાદ તેઓ વેપારીને લોન ભરી શક્યા હતા નહીં..

નોટ માં વધુ લખ્યું હતું કે તનિકા અને આરવ બંનેને મારી વિનંતી છે કે, હું મારી જિંદગીમાં તમારા માટે કંઈ પણ કરી શક્યો નથી. જો શક્ય હોય તો મને માફ કરી દેજો. ફુલ જેવા દીકરા આરવ અને ખુબ સરસ પરિવારને મૂકીને જવાનું મન તો થતું નથી. પરંતુ હવે શું કરવું..? હું ડગલેને પગલે સાથ આપનાર તને તનીકા હંમેશા ઋણી છું..

તેમજ મારા માતા-પિતાને પણ આ ઉંમરે મૂકીને જતો રહું છું. એ માટે ભગવાન મને માફ કરશે. આ ઉપરાંત તેઓએ તેમની પત્ની તનિકા વિશે લખ્યું કે, પરિવારની મંજૂરી લઈને આરવનું ભવિષ્ય જોઈ તેમની પત્ની બીજું ઘર કરે તો પણ કોઈ ખોટું નથી. પરિવારજનો આ શબ્દો સાંભળતાની સાથે જ એકાએક રૂવાડા બેઠા થઈ ગયા હતા..તેમની પત્ની તનિકા અને દીકરો આરવ બંને રડવા લાગ્યા હતા. પોલીસે આ ઘટનામાં ગુનેગાર તમામ લોકોને કડકમાં કડક સજા મળે તેવી કામગીરી શરૂ કરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *