Breaking News

ફૂલ જેવા દીકરા-દીકરીને નજર સામે પાણીમાં ડૂબતા જોઈ માતા બચાવવા કુદી ગઈ, બંને બાળકોનું મોત થતા માં-બાપની હાલત ગંભીર..!

જ્યાં સુધી પોતાના નાની ઉંમરના દીકરા કે દીકરીઓ મા-બાપની નજર સામે હોય ત્યાં સુધી તેમને કોઈ બાબતનો ડર રહેતો નથી. તેમજ મા-બાપને પણ જીવને શાંતિ મળે કે તેમના દીકરા અને તેમની દીકરી બંને નજર સામે છે. અને એકદમ સુરક્ષિત છે. પરંતુ અમુક વખતે ઓચિંતા બનાવો બનતા હોય છે..

જેમાં બિચારા મા-બાપ પણ કશું કરી શકતા નથી. અત્યારે કંઈક એવો જ બનાવ સામે આવ્યો છે. આકરી વિસ્તારમાં ભગવાન લાલ નામનો યુવક એક પ્રાઇવેટ નોકરી કરીને જીવન ગુજારે છે. તેનો પગાર ખૂબ જ ઓછું હોવાને કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. તેને સંતાનમાં પાંચ વર્ષની દીકરી નિશિકા અને સાત વર્ષનો દીકરો અતુલ છે..

તેની પત્ની ક્ષમા પણ છૂટક મજૂરી કામ કરીને પછી મદદરૂપ બનતી ક્ષમા મજૂરી કામ કરીને જે રૂપિયા કમાઈને લાવતી એ રૂપિયાથી બંને બાળકોને ભણાવવા ગણવામાં મદદરૂપ બનતી હતી. મોટા દીકરા અતુલને શાળામાં એડમિશન કરાવી નાખવામાં આવ્યો હતો. પરંતુ તેના પુસ્તકો ખરીદવાના પૈસા ન હોવાને કારણે ક્ષમા તેના બંને બાળકોને સાથે લઈને મજૂરી કામ કરવા માટે ગઈ હતી..

અને તેથી જે પૈસા મળશે તે પૈસાથી તેના દીકરાની પુસ્તકો ખરીદશે, અને તેને ભણવા મોકલવાનો હતો. પરંતુ મજૂરી કામ કરતી વેળાએ પાંચ વર્ષની દીકરી રમતી રમતી નજીકના એક ખાડામાં પડી ગઈ હતી. આ ખાડામાં વરસાદનું પાણી ભરેલું હોવાને કારણે તે ખાડામાં ડૂબવા લાગી હતી..

આ જોતાની સાથે જ સાત વર્ષનો દીકરો અતુલ તેની નાની બહેનને બચાવવા માટે પાણીમાં કૂદી ગયો. પરંતુ પાણી ખૂબ જ ઊંડું હોવાને કારણે તે પણ ડૂબા લાગ્યો હતો. આ બંને બાળકોને સાંભળીને માતા ખાડા પાસે ગઈ તો તેને જોયું કે, તેના બંને બાળકો પાણીમાં ડૂબી રહ્યા છે..

છતાં પણ તેમને બચાવવા માટે આ ખાડામાં કૂદી ગઈ હતી. પરંતુ તેને પણ તરતા ન આવડતા તે પણ ડૂબવા લાગી હતી. ધીમે ધીમે આ ત્રણે વ્યક્તિઓ ડૂબી ગયા જ્યારે આસપાસના વ્યક્તિઓને જાણ થઈ કે આ ખાડામાં ત્રણ વ્યક્તિ ડૂબી ગયા છે. ત્યારે તરવૈયાની મદદથી પણ તમામને બચાવવાની કોશિશ કરી હતી.

જેમાં મહિલાનો જીવ બચી ગયો છે. જ્યારે તેના બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી હોસ્પિટલના ડોક્ટરઓએ તપાસ કર્યા બાદ પાંચ વર્ષની નિશિકા અને સાત વર્ષના અતુલને મૃત જાહેર કરી દીધા છે. જ્યારે ક્ષમાને પણ ત્રણ કલાક પછી ભાન આવ્યુ છે.

તે જ્યારે ભાનમાં આવી ત્યારે તેને જાણ થઈ કે, તેના બંને બાળકો મૃત્યુ પામ્યા છે. ત્યારે તે જોર જોરથી બંને બાળકોના નામ લઈ રડવા લાગી હતી અને વળી પછી તે બેહોશ થઈ ગઈ જ્યારે ભગવાન લાલને ખબર પડી કે મજૂરી કામ કરતીવાળાએ આવડો મોટો બનાવ બની ગયો છે..

ત્યારે તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા. તે પણ રડવા લાગ્યા અને બોલતા જતા હતા કે, હવે તેમના જીવનમાં કશું બચ્યું નથી. તનતોડ મહેનત કરીને દીકરા અને દીકરી બંનેને સારું શિક્ષણ આપવા માટે તેઓ ગામડેથી મજૂરી કામ કરવા શહેરમાં આવ્યા હતા. પરંતુ અહીંયા પણ તેમના બંને બાળકોના જીવ ચાલ્યા જતા હવે તેમનું જીવન એકદમ વ્યર્થ છે..

હવે તેમના જીવનમાં કશું બચ્યું નથી એમ કહીને તે ઊભા ઉભા રડતા હતા. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. તો સૌ કોઈ લોકો દુઃખની લાગણીમાં મગ્ન થઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *