Breaking News

5 બાળકો એ ખાધી પાણીપુરી ત્યારબાદ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા

દરરોજ અનેક લોકો ઘર સિવાય બહાર નો નાસ્તો કે ભોજન કરતા હોય છે તેની પાછળના કારણો જુદા હોય છે કોઈ વ્યક્તિને મજબૂરીમાં ઘર સિવાય નું ભોજન લેવું પડતું હોય છે પરંતુ અમુક અમુક લોકો ને તો ખુબ ખોટી ટેવ પડી ગયેલ હોય છે કહેવાય છે કોઈપણ કારણ વિના જ બસ મોજ અને મજા ખાતર જ બહારના નાસ્તાની લ્હાણી માણતા હોય છે,

તેઓ જયારે આવા બહારની લારીઓ કે રેસ્ટ્રોરન્ટ માં જેતે વાનગીઓ ખાવા માટે જાય છે ત્યારે ખાનારા ઓ માંથી કોઈપણ ને જાણ નથી હોતી કે અમને આપવામાં આવેલ વાનગી કય રીતે બને છે અથવા તો કેવા પ્રકારની વસ્તુને વાપરી ને બનાવવા માં આવી રહી છે અને આવી યોગ્ય જાણકારીના અભાવ ને કારણકે જ અમુકવાર,

માસુમ બાળકો પણ ખોટી રીતે ગંભીર બીમારીનો ભોગ બનતા હોય છે આવો જ એક કિસ્સો આપણી સામે ફરીવાર આવી રહ્યો છે ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો સિદ્ધપુર શહેરમાં ફૂડ પોઇઝનીંગની પાંચ બાળકોને અસર થતાં તેઓની હાલત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડયા છે.

શહેરના પાંચ બાળકોએ પાણીપુરી આરોગ્ય બાદ ફુડ પોઈઝનિંગની અસર થતાં તમામને સિદ્ધપુરની શીફા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ સિદ્ધપુર શહેરના ગુલીસ્તાન વિસ્તારમાં રહેતા પાંચ જેટલા બાળકોએ લારી ઉપર મળતી પાણીપુરી આરોગી હતી,

અને તે તમામ બાળકોને રાત્રે પેટમાં દુઃખાવાની સાથે ઝાડા ઉલટી શરૂ થતાં પરિવારજનો દ્ધારા બાળકોને વહેલી સવારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં તમામને સમયસરની સારવાર મળી રહેતા હાલ પાંચેય બાળકોની સ્થિતિ સારી હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *