Breaking News

ફેરા ફર્યાના ચોથા જ દિવસે વરરાજાનું મોત થતા દુલ્હન પણ ઢળી પડી, શુભ પ્રસંગ પૂર્ણ થતા જ અર્થી ઉઠતા મચી ગયો ચકચાર..!

જ્યારે પણ જે ઘરમાં શુભ પ્રસંગ આવી પહોંચે ત્યારે ઘરના સૌ કોઈ લોકો આ શુભ પ્રસંગના રંગમાં રંગાઈ જતા હોય અને ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે આ શુભ પ્રસંગમાં હાજરી આપી ઉત્સવની શોભા વધારતા હોય છે. લગ્ન પ્રસંગે અન્ય કોઈ શુભ મુર્હતમાં કોઈ અડચણ કે વિઘ્નનો આવે એટલા માટે ઘરના વડીલો હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારો શુભ પ્રસંગ સુખેથી સંપૂર્ણ થઈ જાય..

અને કોઈપણ વિધ્નનો સામનો કરવો ન પડે પરંતુ હાલ એક એવો બનાવ સામે આવ્યો છે કે, જેમાં લગ્નનો શુભ પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવારને ભારે માતમ સહન કરવાનો વારો આવ્યો છે. આ બનાવ ઉત્તર પ્રદેશના બલિયાનો છે. અહીં માળીયા ગામમાં સુરેન્દ્રનગર ગીરી નામના વ્યક્તિ રહે છે. તેમનો મોટો દીકરો મીથીલેશ ગીરી શાળામાં વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ આપતો હતો..

તેના લગ્ન માત્ર ચાર દિવસ પહેલા જ મળ્યા શહેરના બલેશ્વર મંદિર પાસે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પુત્રવધુ ને લઈને જાણ ઘરે આવી ઘરે પહોંચતાની સાથે જ મીથીલેશની તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી. પરિવારજનોને થયું કે સતત બેથી ત્રણ દિવસના આ શુભ પ્રસંગના થાકને કારણે મીથીલેશની તબિયત બગડી ગઈ છે..

એટલા માટે તેઓએ આ બનાવને નજર અંદાજ કર્યો હતો. પરંતુ તબિયત બીજા દિવસે પણ વધારે બગડવા લાગી હતી. એટલા માટે ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર લેવામાં આવી હતી. તેની તબિયત લથડથી ગઈ અને લગ્ન થયાના ચોથા જ દિવસે મીથીલેશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો જ્યાં ડોક્ટરે તેને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરી દીધો હતો..

જ્યારે મીથીલેશનું અવસાન લખનવમાં થયું અને આ ઘટનાની જાણ તેની પત્નીને થઈ ત્યારે તેના માટે આફતોનું આભ ફાટી નીકળ્યું હતું. કારણ કે ફેરા ફરિયા ના માત્ર ચાર જ દિવસ થયા હતા અને એવામાં વરરાજાનું મૃત્યુ થઈ જતા દુલ્હન માત્ર ચાર દિવસની અંદર અંદર વિધવા બની ગઈ હતી..

મિથીલેશ ગીરી આસપાસના તમામ ગામડામાં ખૂબ જ લોકપ્રિય યુવક હતો. કારણકે તે નાના બાળકોને રમતગમતની તાલીમ આપતો હતો. સૌ કોઈ લોકો મીથીલેશના અવસાન બાદ ભારે દુખના માહોલમાં છવાઈ ગયા છે. લગ્નના માત્ર ચાર જ દિવસમાં આ બનાવ બની જતા પરિવારજનો ખૂબ જ મોટી દુવિધામાં મુકાઈ ગયા હતા..

બીજી બાજુ દુલ્હનના માતા પિતાને પણ આ બનાવવાની જાણ થતા તેઓ પણ ભારે ચિંતાતુર થયા છે કે, આખરે હવે તેમની દીકરીનું શું થશે..? કારણ કે લગ્નના માત્ર ચાર દિવસની અંદર તેમના લાડકા જમાઈ નું મૃત્યુ થઈ ગયું છે. હોસ્પિટલમાં ડોક્ટરનું કહેવું છે કે, ફેફસામાં ઇન્ફેક્શનને કારણે મિથિલેશનું મૃત્યુ થયું છે..

ચાર દિવસ સુધી પરિવારજનો એ તેને ટૂંકી સારવાર આપી પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો નહીં પરિવારજનોના આ નિર્ણયને કારણે કદાચ મીથીલેશનું મૃત્યુ થયું હશે. તેવું અનુમાન લોકો લગાવી રહ્યા છે. હાલ આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *