Breaking News

ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરવી એ બાબત ફેનિલ આવી રીતે શીખ્યો હતો, જાણીને ચોંકી ઉઠશો..! વાંચો..

સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આરોપીને લાજપોર જેલ ખસેડી દેવામાં આવ્યો છે. અગાઉ ત્રણ દિવસના રિમાન્ડ માં પોલીસે તેની પાસેથી ઘણા ચોંકાવનારા ખુલાસાઓ બહાર પાડ્યા છે. પોલીસે તેની કડક રીતે પૂછતાછ કરતા તેણે સમગ્ર બાબત પોલીસને જણાવી હતી…

તેણે જણાવ્યું હતું કે તેના મગજમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે નત નવીન વિચારો આવતા હતા. તેણે આજે ઘટનાને અંજામ આપવા માટે ખૂબ જ પ્લાનિંગ કર્યું હતું. એટલા માટે તેણે flipkart પરથી હત્યા માટે ચપુ ઓડર કર્યો હતો, પરંતુ તેમાં ઓર્ડરની ડીલીવરી મોડી આવવાને કારણે તેણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો…

આ સમગ્ર પુરાવા તેના મોબાઈલ માંથી મળી આવ્યા છે. ત્યારબાદ તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે એક મોલમાં જઈને ચપ્પુ ખરીદ્યું હતું. પોલીસે આ ચપ્પુને જપ્ત કર્યું છે. એટલા માટે ફેનિલ સામે સ્ટ્રોંગ પુરાવાઓ એકત્ર થઈ ગયા છે. ફેનીલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરવી.. એ બાબત જાણવા માટે તેણે ૩૦ કરતા વધારે વેબસાઈટ સર્ચ કરી હતી…

જેના થકી તેણે હત્યા કરવા માટેની અલગ અલગ રીતો શોધી હતી.. કે ગળું કાપીને કેવી રીતે હત્યા કરી શકાય.. આ બાબતે ઇન્ટરનેટના માધ્યમથી શીખી લીધી હતી. ત્યારબાદ તે ક્રાઈમ રિલેટેડની વેબ સીરીઝ તેમજ ક્રાઇમ પેટ્રોલ પણ જોતો હતો. જેનાથી તેને હત્યા કરવા માટે હિંમત આવી શકે.

હત્યારા ફેનીલે હત્યા કરી એ પેલા ખૂબ જ પ્લાનિંગ કર્યું હતું. અને ત્યારબાદ તેણે હત્યાને અંજામ આપ્યો છે. પોલીસને આરોપી ફેનિલના ફોનમાંથી ઘણા પુરાવો મળી આવ્યા છે. તેની સામે હજાર પાનાંની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. અને કોર્ટમાં ઝડપથી તેને રજૂ કરવામાં આવશે.

આરોપી ફેનીલ હત્યા કર્યા પહેલા માનસિક રીતે ભમી રહ્યો હતો. તેના મગજમાં વારંવાર એક જ બાબત આવતી હતી કે હું કેવી રીતે ગ્રીષ્માની હત્યા કરી નાખું.. આ સમગ્ર બાબતે ઇન્ટરનેટના માધ્યમથી શીખી ગયો હતો. તેમજ તે વેબ્સીરીઝ પણ જોવા લાગ્યો હતો જેના કારણે તેના મનમાં હિંમત આવી જાય.

પોલીસે તેને પકડયા બાદ ઘટનાનું reconstruction કર્યું હતું. તેમજ તેની પાસેથી ઘણી માહિતીઓ બહાર કઢાવી હતી. હાલ આ બાબતે પોલીસ ખુબ જ કડકાઈથી કાર્યવાહી કરીને દીકરી ગ્રીષ્માને ન્યાય અપાવવાની કોશિશ કરી રહી છે. સમાજના આગેવાનો તેમજ સરકારના દબાણના કારણે આ આરોપીને જલ્દી થી જલ્દી સજા મળશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *