Breaking News

ફૌજી જવાનની પત્નીના ચાલતા હતા લફરા, એક દિવસ મળ્યું એવું ભયંકર મોત કે 2 બાળકોને ગુમાવવી પડી માતાની છત્રછાયા.. જાણો..!

અત્યારે એક ફોજી જવાન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે એક બાજુ તેમની પત્ની સાથે ખૂબ જ માઠો બનાવ બન્યો છે. તો એક બાજુ તેમના બંને બાળકો નિરાધાર થયા છે. આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. અહીં ઇન્દ્રપાલ નામના ફોજી જવાન રતનપુર ગામમાં રહેતા હતા..

તેમના લગ્ન ગીતા નામની એક મહિલા સાથે થયા હતા અને આ લગ્નજીવન દરમિયાન તેઓને સુશાંત અને સિદ્ધાર્થ નામના બે બાળકનો જન્મ પણ થયો હતો. આ બંને દીકરા તેમજ ગીતા સાથે સાથે ઇન્દ્રપાલ ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા. પરંતુ જ્યારે ઇન્દ્રપાલ પોતાની ફરજ બજાવવા માટે જાય ત્યારે ગીતા પોતાના પિયરના એક યુવક સાથે વાતચીતો કરતી હતી..

ગીતાને તેના પિયરના મુક્તાર નામના યુવક સાથે પહેલેથી જ પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિવારજનોના દબાણ વશ આવીને તેને ઇન્દ્રપાલ સાથે લગ્ન કર્યા હતા અને ઘર વસાવ્યું છે. પરંતુ તે હજુ મૂકતાર નામના યુવકને પ્રેમ કરતી હતી. મુકતાર અને ગીતા બંને ફૌજી જવાન ઇન્દ્રપાલની ગેરહાજરીમાં એકબીજાને મળતા હતા.

એક દિવસ અચાનક જ ગીતાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઇન્દ્રપાલ વારંવાર તેની પત્ની ગીતાને ફોન કરતો હતો અને એક પણ વાર ગીતાએ ફોન ઊંચક્યો નહીં, ત્યારે તેને કંઈક માઠો બનાવ બન્યો હોય તેવી આશંકા જવા લાગી હતી. એટલા માટે તેણે પોતાના ઓળખીતા વ્યક્તિને પોતાને ઘરે મોકલ્યા હતા..

ત્યાં જઈને જોયું તો ગીતા હાજર હતી નહીં. આ ઉપરાંત તેના બંને બાળકો સિદ્ધાર્થ અને સુશાંત બંને ખૂબ જ દુઃખી હતા. કારણ કે તેઓએ કહ્યું કે, તેની માતા મોટી ગાડીમાં બેસીને કશેક જતી રહી છે. અને ત્યારબાદ ઘરે પરત આવી નથી ઇન્દ્રપાલે તાત્કાલિક ધોરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

પોલીસે ફરિયાદ નોંધની તપાસ શરૂ કરી જેમાં એક ગટરના નાળામાંથી ગીતાની લાશ મળી આવી હતી. અને ઇન્દ્રપાલને જાણકારી મળી કે ગીતાની લાશ મળી આવી છે, ત્યારે તે પોતાના ઘરે પહોચ્યા હતા તેના માટે ખૂબ જ મોટી મુશ્કેલી આવી ગઈ હતી. એક બાજુ બંને બાળકોએ પોતાની માતાનો છત્રછાયા ગુમાવી દીધી હતી..

તો ઇન્દ્રપાલે પણ પોતાની પત્નીને ગુમાવી દીધી હતી. આ ઘટના પાછળ કયા કારણો જોડાયેલા છે, તે જાણવા માટે આગળની તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, ગીતાને પોતાના પિયરમાં રહેતા મૂકતાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. આ ઉપરાંત મુખ્તાર સાથે કોઈ બાબતને કારણે ઝઘડો થયો હતો..

એટલા માટે ગીતા હવે મુકતાર સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને પોતાની ઓળખાણમાં રહેલા એક પ્રોપર્ટી ડીલર સાથે વાતચીત કરતી હતી. મુકતારને લાગ્યું કે, ગીતા હવે આ પ્રોપર્ટી ડીલરને પ્રેમ કરી બેઠી છે. એટલા માટે તેણે ગીતાને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું..

એક દિવસ તેને ગીતાને ફોન કરીને પોતાની મોટી ગાડીમાં બોલાવી હતી. આ ઉપરાંત તેની સાથે સાથે અન્ય બે વ્યક્તિ પણ હાજર હતા. ગીતા તેના બંને બાળક સિદ્ધાર્થ અને સુશાંત બંનેને હમણે પાંચ જ મિનિટમાં તેની માતા બહારથી આવે છે. તેમ જણાવીને ગઈ હતી. પરંતુ ત્યારબાદ તે ક્યારેય પાછી ફરી નથી.

મૂકતારે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રેમ પ્રકરણમાં આજે ગીતાનું મૃત્યુ થયું છે. જ્યારે ફોજી જવાન ઇન્દ્રપાલ ખૂબ જ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. સુશાંત અને સિદ્ધાર્થ નામના બંને નાના બાળકોનું પણ કહેવું છે કે, જ્યારે તેના પિતા ફરજ બજાવા માટે જતા હતા..

ત્યારે તેમના ઘરે આ પ્રોપર્ટી ડીલર આવી બેસતો હતો. અને તે તેની માતા સાથે કશેક બહાર પણ જાતો હતો. અને આવતી વખતે અમારા માટે નાસ્તો સહિત રમકડા પણ લાવતા હતા. આ પ્રોપર્ટી ડીલર સાથે તેની માતા ખૂબ જ વાતચીતો પણ કરતી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીમાં હડકંપ મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *