Breaking News

ફાટક પાસેથી ઝોમેટોના ડીલીવરી બોયને પોલીસે ઉભો રાખ્યો, બોક્સનું ચેકિંગ કરવા ખોલતા જ મળી પરસેવો છોડાવતી વસ્તુઓ…!

ગુજરાતમાં કેટલાક લોકો પોતાના કાળા કામને સફળ બનાવવા માટે અવનવા કીમીયાવો અપનાવે છે. પરંતુ ગુજરાતનું પોલીસ ખાતું પણ ખૂબ જ હોશિયારા ઈમાનદાર અને કર્મનિષ્ઠ છે. તેઓ રાજ દિવસ મહેનત કરીને શહેરના લોકોને સુરક્ષા પૂરી પાડે છે. તેમજ ખોટા કામ કરનાર અથવા ખોટા કામ કરનાર લોકો સાથે સંકળાયેલા વ્યક્તિઓને પણ પકડી પાડીને બરાબરનો મેજીપાક ચખાડે છે..

હકીકતમાં તેઓને સલામ છે, તેઓ રાત દિવસ ખડે પગે રહી શહેરના તમામ નાગરિકોનું રક્ષણ કરે છે. અને તેમની સાથે થયેલી કોઈપણ ઘટનાની તપાસ ચલાવી આરોપીને પકડી પણ પાડે છે. ગઈકાલે અમદાવાદમાં ચાણક્યપુરી પાસે જનતાનગર ફાટક નજીક પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી..

શંકાસ્પદ વાહનોને ઉભા રાખવામાં આવતા હતા અને તેમનું ચેકિંગ કરવામાં આવતું હતું. એવામાં પોલીસે ઝોમેટોના એક ડીલેવરી બોયને ઉભો રાખ્યો હતો. તેના ગાડીના કાગળિયા સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેની પાસે રહેલા ડિલિવરીના બોક્સને પણ ખોલીને તેની અંદર ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી..

પરંતુ જ્યારે પોલીસે આ બોક્સને ખોલ્યું ત્યારે તેઓના ઉડી ગયા હતા કારણ કે આ બોક્સની અંદરથી કોઈ ઓર્ડરની ખાવા પીવાની ચીજ વસ્તુઓ નહીં પરંતુ જુદા જુદા વિદેશી બ્રાન્ડેડ દારુની 7 બોટલ મળી આવી હતી. આ માલ સામાન ચીજ વસ્તુઓ જોતા જ ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના ડોળા ફાટી નીકળ્યા હતા..

અને તાત્કાલિક આ ડિલિવરી બોયને સાઈડ પર બોલાવી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, તે ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. અને તેનું નામ કેવા ભાઈ ઉર્ફે કમલેશભાઈ ચૌધરી છે. તેઓ ફૂડ ડિલિવરીનું કામકાજ કરી રહ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે આ ફુલ ડિલિવરીનું કામકાજ કરનાર વ્યક્તિ વિદેશી દારૂની હેરાફેરી કરે છે..

એટલા માટે તેઓ વોચ ગોઠવીને આ કામને સફળ બનાવે એ પહેલાં જ નિષ્ફળ કરી દીધું હતું. પોલીસે કેવા ભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ તેની પાસે રહેલી દારુની બોટલની કે જેની કુલ કિંમત 24000 રૂપિયા છે. તે તમામ મુદ્દા માલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

કહેવાય છે કે ટેકનોલોજીની જેટલી સુવિધા લોકોને મળે છે. તેટલી અગવડતાનો પણ સામનો કરવો પડે છે. મોબાઇલના માધ્યમથી લોકો ખાવા પીવાની ચીજ વસ્તુઓ પર ઓર્ડર કરે છે. અને માત્ર ગણતરીની મિનિટોમાં જ તેમના હાથમાં ઘરે ખાવાનું પણ પહોંચી જતું હોય છે. પરંતુ ખાવાપીવાની ચીજ વસ્તુઓની ડિલિવરી કરવાની આડમાં આજકાલ દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુઓની પણ હેરાફેરી થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *