ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા વિસ્તારોમાં ભારે મહેર થઈ રહી છે. ચારે કોર પાણી જ પાણીની સ્થિતિ ફાટી નીકળી છે. મેઘરાજા જ્યાં વરસે છે ત્યાં મન મૂકીને વરસી જાય છે. જેના કારણે તમામ જનજીવનની સાથે સાથે વાહન વ્યવહાર પણ ઠપ થઈ જાય છે. અને લોકોને ભારે આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રેથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સવારે સુધીમાં તો 5 ઇંચ થી 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે સાથે વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના અને ગીર ગઢડામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે..
હવામાન વિભાગે પણ ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું હતું. એ મુજબ ભારે વરસાદ વરસ્યો છે. જેને પગલે મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓના ધસમસતા પાણીએ વિસ્તારના તમામ માર્ગો ઉપર ફરી વળ્યા છે. જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તેમજ જામનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જીવા દોરી સમાન હિરણ બે ડેમ ઓવરફ્લો થતાં તેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે..
એક સાથે વધારે માત્રામાં પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા ગામો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. તો ગોઠણડુબ પાણીમાં લોકોને રહેવાની ફરજ પડી છે. સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વેરાવળ સોમનાથમાં 5 ઇંચ, તાલાલામાં 4, સુત્રાપાડામાં 5 ઇંચ, કોડીનારમાં 3 ઇંચ, ઉનામાં 3 ઇંચ અને ગીર ગઢડામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે..
જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે. તેમ જ રસ્તા ઉપર ગોઠણડુબ પાણી ભરાતા લોકો ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મેઘસંઘટના કારણે ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધી ચોક રોડ, અમરદીપ, ક્લિનિક રોડની સાથે સાથે શહેરના અન્ય રસ્તાઓ પણ ખૂબ જ પાણીગ્રસ્ત થયા છે..
તેમજ ઠેર ઠેર પાણી ભરાતા તંત્રને પ્રમોશન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. આ ભારે વરસાદને કારણે વેરાવળ પંથકમાંથી પસાર થતી દેવકા નદીમાં પુર આવી ગયું છે. બે કાંઠે નદી વહેવા લાગી છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ તાલુકામાં તકને જોડતા રસ્તા ઉપર ગોઠણનું પાણી ભરાયા છે…
વરસાદી પાણીની આવક રોજ રોજ વધતી જવાને કારણે દેવકા, સરસ્વતી અને હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ નવી આગાહી આપવામાં આવી છે. જેને પગલે વેરાવળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં મોજા પણ ખૂબ ઊંચા ઊંચળી રહ્યા છે. તેમજ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર એલર્ટ આપ્યું છે..
ગીર સોમનાથ અને જામનગરમાં આભ ફાટતા જ ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે. કારણ કે ટ્રેનના પાટા ઉપર પણ ખૂબ જ વધારે માત્રામાં પાણી ભરાઈ જવાને કારણે પાટા નીચેની જમીન પણ ધોવાઈ ગઈ છે. જેને કારણે તંત્રએ ઝડપી કામગીરી કરવાની ફરજ પડી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]