મિત્રો જ્યારથી સમગ્ર દેશ માં મોબાઈલ માં આપવામાં આવતું ઈન્ટરનેટ કનેક્શન ની કિંમત ઘટી અને ખુબ બોહળા પ્રમાણ માં વપરાશ કરતા ની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો ત્યાંથી તેની ઘણી બધી સારી અને નબળી અસરો પણ અમુક અમુક સમયે આપણને જોવા મળતી હોય છે આમ તો જોકે સમય સાથે વધતા ડિજિટલ જમાનામાં,
જો મોબાઈલ અને ઇન્ટરનેટ થી દૂર રેહવાની સલાહ તો કયારેય હવે કોઈ આપી પણ શકતું નથી કારણકે ડગલે ને પગલે ઇન્ટરનેટ ખુબ જ મહત્વનું થઈ ગયું હોય એવું પણ જાણી શકાય છે આની સાથે જો ચાલવામાં નહીં આવે તો આપણે પણ દુનિયા કરતા ઘણી બધી રીતે પાછળ રહી જવાનો ડર પણ કંઈક રીતે અંદરો અંદર સતાવતો જ હોય છે.
પરંતુ વધતા જમાના માં અને આગળ વધતા યુગમાં ડિજિટલ સાથે જોડાવું એ કોઈ ખરાબ કે ખોટી વાત નથી જ પરંતુ આને આ જ ઉપકરણો કે સાધનો ને માધ્યમોનો જો ખરાબ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો આનીથી મોટું પણ બીજું સાધન નથી હોતું એટલે જો આ તમામ વસ્તુઓ જેમાં મુખ્યત્વે ઇન્ટરનેટ ઉપકરણો અને સાથે સાથે,
હાલના જમાના માં સૌથી વધુ લત જેની લાગી જે એવું સોશ્યિલ મીડિયા હા ખરેખર જો સોશ્યિલ મીડિયાનો સંયમ પૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો અનેક લોકોના અંગત જીવનો માં સાથે સાથે કેટલાય લોકોના પારિવારિક જીવનમાં પણ ગાબડાઓ પાડી શકે છે એટલે આ બાબતે એક ગંભીર વિચાર કરવો ખુબ જરૂરી બનતું જણાઈ રહ્યું છે.
હાલમાં આજ સોશ્યિલ મીડિયાની એક એપ્લિકેશન ને આધારે જ એક ચોંકાવનારી ઘટના બનાવ પામી છે જેને સંપૂર્ણ જાણી તમે પણ ચોકી જ ઉઠશો બનેલ ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતી એક મહિલા અને એક પુરૂષને સમાજમાં બદનામ કરવાના આશયથી બે દિવસ અગાઉ ફેસબુક પર ખોટુ એકાઉન્ટ બનાવી,
બંનેના ફોટા અપલોડ કરી હેપ્પી એન્ગેજમેન્ટ લખીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતાં બે જણા વિરૂધ્ધ બુધવારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઘટના અંગે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અમીને શરીયત સ્ટ્રીટમાં રહેતાં એજાજઅહેમદ જાવેદઅહેમદ વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદમાં,
કરેલા આક્ષેપ મુજબ ગત તા.ર માર્ચના રોજ આ જ વિસ્તારમાં આવેલ સફરી સ્ટ્રીટમાં રહેતાં તબસ્સુમબાનુ મહેમદહુસેન વેકરીયા અને મહમદરફીક અબ્દુલરહીમ વેકરીયાએ ભેગા મળીને ફેસબુક એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ આ બંને જણાએ એજાજઅહેમદ તથા આયેશાબેનના ફોટા અપલોડ કરી દીધા હતા.
આજે ઘટના બનવા પામી છે તે ખરેખર તમામ લોકો માટે જોવામાં આવે તો એક રીતે બોધપાઠ નું પણ કાર્ય કરતી હોય એવું જણાઈ રહ્યું છે સાથે સાથે પગલાંઓ ની વાત કરવામાં આવે તો બદલાતા જમાના અને યુગ સાથે પગલાં મેળવવા તમે કદાચ સોશ્યિલ મીડિયા થી તો કદાચ દૂર નહીં રહી શકો પરંતુ કાળજી જરૂર લઈ જ શકો છો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]