આપડી જ આસપાસ વસતા લોકો એમાં પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતીઓ ની ઓળખ કોઈપણ બહાર ના સિટી કે દેશ માં જાવ તો ખ્યાલ આવી જ જાય કારણકે ગુજરાત અને ગુજરાતીઓ પોતે રસાસ્વાદ ના ખુબ શોખીન માનવામાં આવે છે જેમાં મુખ્યત્વે અવનવી વાનગીઓ સાથે કરવામાં આવતું ભોજન હવે તો દેશ અને વિદેશમાં પણ એક નવી જ ઓળખ ઉભી કરી આપી છે.
અને આવી જ ખાણી-પીણી ને લગતા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાં અનેક વાર ભેળસેળ કરતા દુકાનચાલક અથવા તો રોડરસ્તાઓ પર અનેક ખાણી-પીણી શુદ્ધ વસ્તુકે વાનગીઓ માં ભેળસેળ કરતા લોકો છાશવારે અધિકારીનો ને ઝપટે પણ ચડી જતા હોય છે હાલમાં એવી જ એક ખાદ્યપદાર્થો સાથે ચેડાં કરવામાં આવતો ઘટના સામે આવી છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,
આ ઘટના દહેગામમાં બનવા પામી છે અને નજીકના ઝાક GIDCમાં પ્યોર બ્રાન્ડેડ કંપનીના નામે ખોટી અને ડુપ્લિકેટ ઇનોના પાઉચ બનાવતી ફેક્ટરીમાં CID ક્રાઇમે દરોડો પાડયો હતો. અત્રે જો વાત કરવામાં આવે તો ઇનો ખાદ્ય પદાર્થ એ મહિલાઓ રસોડા માં ખુબ મોટા પ્રમાણ માં અવનવી વાનગીઓ ને બનાવવા માટે પણ કરતા ઘણીવાર જોવા મળે છે આ ઉપરાતં આ ઈનો નો મુખ્યત્વે જો ઉપયોગની વાત કરવામાં આવે તો,
તેમની જાહેરાત મુજબ પેટની સફાઈ અને એસીડીટી જેવી સમસ્યાઓ માં પણ રાહત આપે છે જેના કારણે સેંકડો લોકો આ ઇનો પાઉચ નો ઉપયોગ રોજ કરતા હોય એવું પણ કહેવામાં કઈ ખોટું નથી જ હવે આવા માં CID ક્રાઇમની ટીમ દ્વારા પાડવામાં આવેલ રેડમાં ફેક્ટરીમાંથી કુલ રૂપિયા 45.73 લાખના ડુપ્લિકેટ ઇનોના પાઉચ આ સાથે અન્ય માલસામાન અને ખોટી વસ્તુઓ બનાવવા વપરાતી તમામ મશીનરી પણ જપ્તે કરેલ છે.
વાત કરવામાં આવે તો આ લોકો એક ગ્લેક્ષો નામની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઇનો ના પાઉચ બનાવતા હતા. રેડ દરમિયાન ફેક્ટરીનો માલિક તો ફરાર જ થઇ ગયો છે. જ્યારે CID ક્રાઇમની ટીમે અન્ય એવા ફેક્ટરીનું કામ સંભાળતા સંચાલકની ધરપકડ કરી છે. આટલું જ નહીં નવી દિલ્હીમાં કંપનીના ફિલ્ડ ઓફિસર ચિરાગ નરેશભાઇ પંચાલ અલગ-અલગ કંપનીઓના કોપીરાઇટ તથા ટ્રેડમાર્કનું કામકાજ સાંભળે છે.
આ રેડ ની સમગ્ર ઘટના અને પર્દાફાર્શ બાદ આ કંપનીને ગ્લેક્ષો ગૃપ લિમિટેડ કંપનીના જી.એસ.કે. એટલે કે ઇનો ના કોપીરાઇટના હકોની ઓથોરિટી મળેલી હોવાથી કંપનીના કોપીરાઇટ હક્કોનો ખોટો ઉપયોહ ને ભંગ કરતા આરોપીને શોધી કાઢીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ ફેક્ટરીમાં સંપૂર્ણ રીતે તપાસ કરવા માટે અધિકારી દ્વારા સીઆઇડી ક્રાઇમની ખુબ જરૂરી એવી મદદ લેવામાં આવી હતી. .
આ બનેલ સમગ્ર ઘટના ના મામલે પોલીસે ફેક્ટરી સંચાલકને સાથે રાખીને સમગ્ર ફેક્ટરીમાં જયારે તપાસ કરવામાં આવી ત્યારે તો સીઆઇડી ક્રાઇમની આખી ટીમ પણ ચોંકી ગઇ હતી. આ તપાસમાં ફેક્ટરમાંથી પુષ્કળ પ્રમાણ માં ડુપ્લિકેટ જીએસકે ઇનો નો જથ્થો તેમજ મશીનરી મળી આવી હતી. આ ઉપરાંત અન્ય સ્થળે આવેલા ફેક્ટરીના ગોડાઉનમાંથી પણ સીઆઇડીએ 45.73 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
આરોપીઓએ ગેરકાયદેસર રીતે ગ્લેક્ષો ગૃપ લિમિટેડ કંપનીના જી.એસ.કે.(ઇનો) ના પાઉચ પેકીંગ કરીને બિન અધિકૃત રીતે વેચાણ કરવાની પ્રવૃતિ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. કંપનીના કોપીરાઇટ એક્ટનો ભંગ કર્યો હોવાથી બંન્ને ઇસમો પ્રેમનારાયણ ઉર્ફે રાજુ દિલબહાદૂર શ્રોષ્ઠ ( કલોલ) તેંમજ કંપનીના માલિક મિનેશ શાહ (રહે. અમદાવાદ) વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
ફેક્ટરીમાંથી પકડાયેલ ડુપ્લિકેટ મુદ્દામાલની વિગતો આ મુજબ છે: જી.એસ.કે (ઇનો) ના ડુપ્લિકેટ પેકીંગ પાઉચના 6.60 લાખની કિંમતના મોટા બોક્સ નંગ -17 ,ડુપ્લિકેટ પેકીંગ પાઉચના 60 પાઉચવાળા 90 પેકેટના કુલ બોક્સ 3 (કિં.145800),50 હજારની કિંમતનું હિટર મશીન,ડુપ્લિકેટ પેકીંગ પાઉચનું ઓટોમેટીક પેકીંગ મશીન (કિં.25 લાખ),નાના બોક્સ નંગ -2 (કિં.65088),આ સામાન ક્યાં-ક્યાં વેચાણ કરવામાં આવતુ હતુ? તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]