Breaking News

એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જુવાનજોધ દીકરીનું ગળું વાઢી નાખ્યું, ઘટના જાણીને તમારું લોહી ખદખદ ઉકળવા લાગશે..!

એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કેટલાક લોકો એવું પગલું ભરી બેસે છે કે, એ પગલાની પાછળ પાછળ તેમની જિંદગી તેમજ તેમના માતા-પિતાની આખી જિંદગી બરબાદ થઈ જવા પામે છે. પાછળના એક વર્ષમાં આપણે આવા છ થી સાત કિસ્સાઓ જોયા છે કે, જેમાં એક તરફ પ્રેમની અંદર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોઈ..

થોડાક મહિનામાં પહેલા સુરતમાં બનેલી હચમચાવી દેતુ એક તરફી પ્રેમમાં થયેલુ દીકરી ગ્રીષ્માનું મૃત્યુ હજુ પણ લોકોના કાળજા ધ્રુજાવી દે છે અને અત્યારે વધુ એક ગ્રીષ્મા જેવી જ દીકરીનુ મૃત્યુ થઈ ચૂક્યું છે. આ ઘટના બેંગ્લોરોના એક કોલેજમાંથી સામે આવી છે. બેંગ્લોરથી અંદાજે 97 km દૂર આવેલા કોલાર જિલ્લાના મૂલબગલ તાલુકામાં રહેતી 19 વર્ષની..

લાઇસ્મીથા નામની દીકરી બેંગ્લોરોની પ્રેસિડેન્સી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે આવી પહોંચી હતી. તે આ પ્રેસિડેન્સી કોલેજની અંદર અભ્યાસ કરતી અને ત્યાંથી નજીક જ આવેલા એક ગેસ્ટ રૂમ ફેસીલીટીની અંદર રહેતી હતી. બેંગ્લોરની નૃપટૂંગા વિશ્વ વિદ્યાલયના બીએસસીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી પવન કલ્યાણ નામનો એક યુવક છેલ્લા કેટલાક સમયથી આ દીકરીને હેરાનગતી પહોંચાડી રહ્યો હતો..

તેણે લાઇસ્મીથા તરફ પ્રેમ પ્રકરણનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ લાઇસ્મીથાએ આ પ્રસ્તાવના ઠુકરાવી દઈને આ યુવકથી દુરી બનાવી લીધી હતી. અને તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. પરંતુ યુવકે તરફી પ્રેમની અંદર એટલો બધો પાગલ થઈ ગયો હતો કે, એક દિવસથી બપોરની એક વાગ્યા આસપાસ પ્રેસીડેન્સી કોલેજના કેમ્પસમાં એક ધારદાર સાધન લઈને આવી પહોંચ્યો હતો..

તેણે લાઇસ્મીથા સાથે થોડીક વાતચીત કરી અને ત્યારબાદ તેના ઉપર આ ધારદાર સાધન લઈને તૂટી પડ્યો હતો અને તેને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોલેજના કેમ્પસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને તેઓ ચીચયારી મચાવીને ભાગવા લાગ્યા હતા..

કોઈપણ વ્યક્તિએ બિચારી આ દીકરીની મદદ કરી નહીં અને ત્યાંના સુરક્ષાકર્મીઓને જાણકારી મળી ત્યારબાદ તેઓ લાઈસ્મીથા નામની આ દીકરીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. આ દીકરીને મોતને ઘાટ ઉતારીયા બાદ પવન કલ્યાણ નામનો યુવક પણ આ ધારદાર સાધન વડે પોતાના ઉપર જ વાર કરીને આપઘાત કરવા તરફ જઈ રહ્યો હતો..

તે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ તેને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને દરેક માહિતીઓની તપાસ થઈ રહી છે. જ્યારે લાઈસ્મિતાના માતા પિતાને તેના ગામડે ખબર પડે કે તેમની દીકરીને પવન કલ્યાણ નામના એક યુવકે એક તરફે પ્રેમમાં પાગલ બનીને તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે..

ત્યારે તેમના માટે દુઃખની આ ઘડી સહન થઈ શકે નહીં, કારણ કે તેમની એકની એક દીકરી એને તેઓએ ભણવા માટે શહેરમાં મોકલી હતી પરંતુ તે માતા-પિતાનો ચહેરો જોવે એ પહેલા તો મૃત્યુ પામી હતી. તેઓ તાબડતોબ શહેરની આ હોસ્પિટલમાં પહોંચવા માટે નીકળી ગયા હતા. આ ઘટનાએ ચારેકોર ચકચાર ફેલાવી દીધો છે. આ કિસ્સાને લઈ કડકમાં કડક કાર્યવાહી કરવાની સૌ કોઇ લોકો માંગ કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *