પ્રેમ પ્રકરણમાં એકબીજાને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં હત્યાના બનાવો સામે આવ્યા હતા. જેમાં કુલ 15 દિવસમાં ૧૩ થી ૧૪ જેટલા હત્યાના બનાવ સામે આવી ચૂક્યા છે. અને વધુ એક હત્યાની ઘટના સામે આવતાં જ સુરત શહેરમાં ચકચાર મચી ગયો છે.
થોડા સમય પહેલા છે ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ સુરતનું તંત્ર સફાળું બેઠું થયું છે. ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. છતાં પણ વધુ એક કિસ્સો સુરતમાં જ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મહિલાના બાળકને અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દેતાં સર્જાઈ ચૂક્યો છે.
એક તરફી પ્રેમમાં આજકાલના યુવાનો અને યુવતીઓ સાઈકો બની જતા હોય છે. તેઓને શું કરવું…? અને શું ન કરવું…? તેની ભાન રહેતું નથી.. અને અંતે તેઓ ગુના આચરીને કાનૂની મામલામાં સપડાઈ જતા હોય છે. સુરતના પારડી ગામમાં બહુચર નગર સોસાયટીની એક ખોલી માંથી એક બાળકની લાશ મળી આવી હતી…
આ લાશ ને જોતાં જ સૌ કોઈ લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. આ બાળકની ઉંમર લગભગ ૧૧ વર્ષની હતી. આ બાળકની માતા સાથે કોઈ યુવક એક તરફી પ્રેમમાં જોડાયેલો હતો. બાળકની માતા આ એક તરફા પ્રેમીને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી. છતા પણ યુવક તેને ખૂબ જ હેરાન કરી રહ્યો હતો…
તેમજ તેને તેની સાથે લગ્ન કરવા માટે ખૂબ જ પ્રેશર આપી રહ્યો હતો. મહિલા એક ની બે ન થતા પ્રેમીને પામવા માટે પ્રેમીએ તેના બાળક નું અપહરણ કરી નાખ્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બનતાની સાથે જ સચિન વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
આ બાળકની લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ ની કામગીરી શરૂ કરી છે. તેમજ આ એક તરફા પ્રેમી ને શોધવા માટે પોલીસ કામે લાગી ગઈ છે. સ્થાનિક વિસ્તારના તમામ લોકો રોષે ભરાયા છે. અને સૌ કોઈ લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે, આ બાળકના હત્યારાને જલ્દી જલ્દી કડકમાં કડક સજા આપવામાં આવે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]