એકતરફી પ્રેમમાં હત્યા થયેલ કૃપાની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું, 16 વર્ષની દીકરીના પરિવારજનોએ ન્યાય અંગે કહ્યું કે…!

સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ જેવો જ વધુ એક બનાવ ખેડા જિલ્લાના માતરમાંથી સામે આવ્યો છે. જ્યાં ત્રાજ ગામની અંદર 46 વર્ષના એક ઢાંઢાં યુવક કે જેનું નામ રાજુ પટેલ છે, તેણે એક તરફ પ્રેમમાં માત્ર 16 વર્ષની કૃપાને જાહેરમાં જ છરી વડે રહેંસી નાખી છે. અને તેની હ.ત્યા કરી નાખી છે.

ત્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા હતા. કારણ કે સુરતમાં બનેલી એક તરફી પ્રેમમાં હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. છતાં પણ આ પ્રકારના બનાવો બનવાનું બંધ થયું નથી. 46 વર્ષનો રાજુ મગનભાઈ પટેલ નામનો આ વ્યક્તિ માતરનાં ત્રાજ ગામમાં જ રહે છે..

16 વર્ષની કૃપા પટેલ પોતાની બહેનપણીઓ સાથે મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી અને ત્યાંથી ઘરે આવતા એ વખતે તે કોલ્ડ્રીંક લેવા માટે એક દુકાને ઉભી હતી.. ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ 46 વર્ષનો આ ઢાંઢો રાજુ પટેલ ત્યાં આવી પહોંચ્યો અને જાહેરમાં જ ધારદાર હથયાર લઈને કૃપા પટેલ ઉપર તૂટી પડ્યો હતો..

અને જાહેરમાં જ આ દીકરીનું ગ.ળું કા.પયા બાદ તેના હાથના ભાગે પણ છરીના ઘા જિકી દીધા હતા. આ બનાવને લઈને ભલભલા લોકોના ડોળા ફાટી નીકળ્યા છે. બીજા દિવસે સવારે કૃપાની અંતિમ યાત્રાનીકળી હતી. જેમાં આખું ગામ હિબકે ચડ્યું છે. કૃપાઅ પિતાનું નામ દિલીપભાઈ છે.

દિલીપભાઈને 3 સંતાનો છે જેમાંથી કૃપા વચેટ બહેન છે, જ્યારે મોટી બહેન 17 વર્ષની અને નાનો ભાઈ 14 વર્ષનો છે. કૃપાના મોત બાદ પરિવાર ખુબ જ ભાંગી પડ્યો છે.. કોઇપણ પરિવાર માટે આ દુખને સહન કરવું સેહલુ નથી. આ અગાઉ પણ સુરતમાં ગ્રીષ્મા નામની દીકરી સાથે આવો જ બનાવ બની ગયો છે.

જેના પડઘા ખુબ જ ઘેરા વાગ્યા હતા. ભય બેસે એવો દાખલો પણ બેસાડ્યો છતાં પણ એક તરફી પ્રેમમાં વધુ એક હ.ત્યાનો બનાવ સામે આવી ગયો છે.. 46 વર્ષના આ આરોપીને કડકમાં કડક તેમજ જાહેરમાં સજા આપે તેવી મૃતક દીકરી કૃપા પટેલના પરિવારજનો એ માંગ કરી છે. આ બનાવને લઈને સમગ્ર ગામમાં ભારે રોશ ફાટી નીકળ્યો છે.

આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  તેમજ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ તેનું ઇન્ટરોગેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાંથી વધુ માહિતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.. આ બનાવને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે.

તો આ ઘટનાના પડઘા પણ દૂર દૂર સુધી પડવાની આશંકાઓ રહેલી છે. સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હ.ત્યા કેસની જેમ વધુ એક પરિવારજનોને પોતાની વહાલસોઈ લાડકવાઈ દીકરી ખોવાનો વારો આવ્યો છે.પરિવારની વ્હાલસોયી દીકરીના મૃત્યુથી પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું છે.

જ્યારે આ દીકરીના પિતા અને તેના ભાઈનું કરુણ આક્રદ પણ જોવા મળ્યો હતું. થોડા દિવસ પહેલા ભાઈએ જે હાથે રાખડી બાંધી હતી એ હાથે થી જ આજે બહેનને મુખાગની આપી છે. આ બનાવને લઈને હાલ તાબડતોબ તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપીની કડક પૂછપરછ પણ ચાલુ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment