Breaking News

એક સાથે 3 સીસ્ટમ સક્રિય થતા જ અંબાલાલે આપી જળબંબાકાર વરસાદની ધમાકેદાર આગાહી, આ વિસ્તારોને કરાયા હાઈ એલર્ટ..! વાંચો…

ગુજરાતમાં છેલ્લા દોઢ અઠવાડિયા થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હજુ પણ ઘણા એવા તાલુકાઓ અને જિલ્લાઓ છે કે, જેમાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. આ તમામ જિલ્લાઓમાં આવતા નક્ષત્રની અંદર ખૂબ સારો વરસાદ થશે. તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને હાલ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપતા જણાવ્યું છે કે..

હાલ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. જેને પગલે આવનારા ચાર દિવસની અંદર અંદર જળબંબાકાર વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ વરસાદને પગલે કેટલાકની નીચાણ વાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા તાલુકાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તહેનાત કરી દેવામાં આવી છે.

એક સિસ્ટમ ઉત્તર ઓડીસામાં સક્રિય થઈ છે. જે રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી પસાર થઈને મધ્ય ગુજરાતમાં ત્રાટકવા જઈ રહી છે. જ્યારે બીજી સિસ્ટમ કચ્છ પાસેના દરિયાઈ ભાગોમાં સર્જાઈ છે. જ્યાં અપર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને કારણે જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગર બાજુના તાલુકાઓમાં ભારે વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે..

જ્યારે ત્રીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પાસે સક્રિય થવા જઈ રહી છે. જેને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારતીય અધિક ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આમ એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી દીધી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તાર આગામી 24 કલાકમાં આ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. આ તમામ તાલુકાઓમાં 5 ઇંચ થી લઇ 7 ઇંચ સુધીનો વરસાદ વરસમાં જઈ રહ્યો છે. જ્યારે આગળના બે દિવસ સુધી તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના રહેલી છે.

આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને બદલે ચરોતરના આણંદ, આકલાવ, ખંભાત, બોરસદ, પેટલાદ, સોજીત્રા, ધારાપુર, ઉમરેઠ, ઠાસરા, નડિયાદ, મહુધા, મહેમદાવાદ, ખેડા, કપડવંજ, ગળતેશ્વર અને કઠલાલ તાલુકાઓમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના હાલાર તાલુકાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે..

જેને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમમાં નંબર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઇમરજન્સી નંબરને પગલે તાત્કાલિક ધોરણે નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં રહેતા લોકોને એલર્ટ કરીને વિસ્તારોમાંથી પસાર ન થવા પર જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર ખૂબ જ સતર્ક થઈ ગયું છે. અને ઓરેંજ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત SDRF અને NDRFની ટીમો પણ તહેનાત કરી દીધી છે. જેથી કરીને બોરસદ તાલુકામાં જે વરસાદી પુર અને સંકટ આવી પડ્યું હતું.

તેવું સંકટ અન્ય કોઈ જિલ્લાઓમાં ન આવે. આ ઉપરાંત ત્રીજી સિસ્ટમ જે દક્ષિણ ગુજરાત પાસે સર્જાવા જઈ રહી છે. જેના પગલે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, નર્મદા અને ભરૂચમાં અતિ ભારેથી વિનાશકપુર સર્જે તેવા વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનારા ચાર દિવસ સુધી પ્રવેશ ન કરવા પર જણાવી છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *