આમ તો મિત્રતા એ ખુબ મહત્વનો સબંધ માનવામાં આવે છે દરેક લોકો સાથે એક તો સારો મિત્ર જ તો હોઈ જ છે તેમાં પણ આ મિત્રતા વિષે તો આપણા શસ્ત્રો અને જુના લોકગીતોમાં પણ ખુબ બોહળા પ્રમાણ માં ગુણ ગાવામાં આવ્યા છે આ સાથે મિત્રતા લોકો માં ઘણીવાર વાર ભાઈ ના સબંધ થી પણ વિશેષ બની રહેતો હોય છે પરંતુ આવી વાતો વચ્ચે ઘણીવાર બાજી ઉંધી પણ પડી શકે છે જેમાં જો સામે વાળો વ્યક્તિ માત્ર સ્વાર્થ ની વૃત્તિ થી જો જોડાયેલો હોય તો ખરાબ પરિણામો આવતા હોય છે.
આ મિત્રતા ના સબંધ માટે એકબીજા માટે મરી મિટવાની ભાવના રહેલી હોય છે એકબીજા સાથે મળી ને રેહવાની ભાવના સતત રહેતી જ હોય છે પણ ઘણીવાર અનેક લોકો એવા પ્રકારના કારનામા કરતા હોય છે જેના કારણે આવા શુધ્ધ સબંધો ને ઓન કલંક લાગી જતો હોય છે કોઈ એક વ્યક્તિના ભૂલ કે નબળી માનસિકતા ને લીધે પાછળ અનેક લોકો ને તેના પરિણામો પણ ભોગવવા પડતા હોય છે અને સબંધ માં પણ કાળો ડાઘ લાગી જવા પામતો હોય છે.
હાલમાં એવી જ એક ઘટના બનવા પામી છે આ વાત છે ભાવનગર માં હાલમાં બનેલ ઘટનાની ભાવનગરના સુભાષનગર પાસે આવેલ વર્ષા સોસાયટી નજીકમાં બે દિવસ પહેલા જ ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા આવેલ એક યુવાનની 3 શખ્સોએ ક્રૂર હ ત્યા કરી નાખી છે. હવે આ બનેલ ઘટના ની સંપૂર્ણ માહિતી જાણવી ખુબ જરૂરી બનતી હોય છે આગળ તેમાં પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે 1 સગીર સહીત આમ કુલ 3 શખ્સોને ઝડપી લઇને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે આગળ કાર્યવાહી કરવામાં લાગી ગયેલ હતી જેમાં ભાવનગરમાં બે દિવસ પૂર્વે સુભાષનગર વર્ષા સોસાયટી પાસે એક મિત્રએ બીજા મિત્ર પાસેથી સબંધ ને કારણે લીધેલા ઉછીના રૂપિયા પરત આપવાના બહાને તેને બોલાવીને તેની જ સાથે અનેક રીતે તકરાર કરી પિતરાઈ ભાઈની નજર સામે જ તેના ભાઈની હ ત્યા કરી નાખવાના બનાવે ચકચાર મચાવી હતી. આવી ઘટના સરેઆમ આવી રીતે લોકો સામે બનતા નિજકના લોકો તો ચોકી જ ગયા.
ચિત્રા વિસ્તારમાં હાલ રહેતા પૂજન અજયભાઇ રાઠોડને સુભાષનગર મફતનગર નામક વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે ચની બારૈયા સાથે એક વર્ષ પહેલા મિત્રતા થઇ હતી. અને મિત્રતાના નાતે પૂજને રોહિતને કુલ 9 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. આ 9 હજાર માંથી 4 હજાર બાકી રહેતા પુજને રોહિત પાસે આ રકમ માંગતા રોહિતે તેમના 3 મિત્રોને સાથે રાખીને પૂજન અને તેના મામાના દીકરા ઉમેશ ચૌહાણને રૂપિયા લેવાના બહાને બોલાવીને તેના ઉપર તીક્ષણ હથિયાર અને ધોકા વડે હુમલો કર્યો હતો.
જેમાં ઉમેશનું મોત થવા પામ્યું હતું. એક સગીર યુવાનની 3 શખ્સોએ હત્યા કરી નાખી છે આ ઘટના બન્યા પછી તો ઇજા પામેલા પૂજને તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ પગલાં હાથ ધરતા રોહિત ઉર્ફે ચની ઉપરાંત યશ અર્જુનભાઈ આલગોતર અને એક સગીરની સામે ફરિયાદ નોંધી હતી. તથા ફરિયાદ પર ઘોઘા રોડ પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા અને આગળ તપાસ ધરી છે. ભાવનગરમાં બનેલી આ ઘટના પછી એમ પણ કહી શકાય કે,
એક મિત્રને આપેલા ઉછીના રૂપિયા તો ન મળ્યા પરંતુ મિત્રએ એક સગીરની હત્યા પણ કરી નાખી હતી. તેમાં ઈજાગ્રસ્ત પૂજન આરોપી રોહિત પાસે રૂપિયા માગતો હતો. પણ પૂજન તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હોય તે તેના મામાના દીકરાને લઈને રૂપિયા લેવા ગયો. પરંતુ જેમાં પૂજનને માર પડ્યો અને કહી શકાય કે વચ્ચે આવેલા નવાણિયા ઉમેશની હત્યા થઇ ગઈ ત્યારે આ બનેલ ઘટના બાદ જોવાનું એ રહ્યું કે પોલીસ થકી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]