Breaking News

એક જ રાતમાં ત્રણ મકાનોમાં થઈ એવી ઘટના કે સોસાયટી વાળાની ઊંઘ થઈ ગઈ હરામ, મચી ગયો ચારે કોર ફફળાટનો માહોલ..!

અત્યારના સમયમાં સહેજ પણ ધ્યાન પણ થાય કે ચોર લૂંટારાઓ અને ગઠિયાઓ કિંમતી સામાન સેરવીને જતા પણ રહે છે અને સામાન્ય વ્યક્તિને તેની ખબર પણ રહેતી નથી. આજકાલ માણસોને ડગલેને પગલે ખૂબ જ સાવચેતી દાખવવી પડે છે. જેથી કરીને તેઓ કોઈ છેતરપિંડીનો ભોગ ન બને પરંતુ ગઈકાલે મહેસાણાના કડીમાં આવેલા કરણનગર રોડ ઉપર એક સોસાયટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી..

કરણનગર રોડ પર સત્યમ હોમ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રાત્રે તરખરાટ મચી ગયો છે. એક જ રાતની અંદર સોસાયટીના ત્રણ મકાનોના તાળા તૂટ્યા છે. અને ચોર લૂંટારાઓ ઘરની અંદર સફાઈ કરી તમામ કિંમતી ચીજ વસ્તુઓ ફેરવીને જતા રહ્યા છે. ત્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીના અન્ય રહેશોમાં ભારે ફફળાટ મચી ગયો..

આ ઉપરાંત તંત્ર પણ સફાળું બેઠું થયું છે. સત્યમ હોમ સોસાયટીમાં વિશાલભાઈ અનિલભાઈ ફડીયા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેઓ ઘરના ઉપરના માળ પર રાત્રે સુતા હતા. ત્યારે ઘરના નીચેના માળે મકાનનું તાળું હળવા હાથે તોડી તેની ત્યારબાદ સોના ચાંદીના દાગીનાની સાથે સાથે મોટી માત્રામાં રોકડ રકમ પણ ફેરવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા..

જ્યારે વિશાલભાઈ સવારે ઊઠીને નીચે આવ્યા તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું. તેમજ ઘરની અંદર રહેલો તમામ સામાન પણ વેર વિખેર હતો. આ ઉપરાંત તિજોરી પણ તૂટેલી હાલતમાં જોતા જ તેઓ સમજી ગયા કે તેમના ઘરમાં ખૂબ મોટી ચોરી થઈ છે. આ ઘટનાની જાણ સોસાયટીના રહીશોને કરે એ પહેલા જ સોસાયટીમાં અન્ય બે જગ્યાએથી પણ તારા તૂટ્યા છે..

તેવી માહિતી મળતા સમગ્ર સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે પાડોશીને જાણ કરી તો તેમની પડોશમાં રહેલું એક મકાન પણ કેટલાક દિવસોથી ખાલી પડ્યું હતું. એ મકાનનું પણ તાળ તૂટ્યું પરંતુ અંદર કોઈ કિંમતી ચીજ વસ્તુ ન મળતા ત્યાંથી ચોર લૂંટારાઓ નીકળી ગયા હતા. આ ઉપરાંત મકાન નંબર 4 માં યોગેશભાઈ પટેલ રહે છે કે જેઓ પ્રાઇવેટ નોકરી સાથે સંકળાયેલા છે..

પરંતુ છેલ્લા એક અઠવાડાથી તેઓ પોતાની બહેનના ઘરે અમદાવાદ રહેવા માટે ગયા હતા. આ ઉપરાંત ત્યાંથી તેઓ સામાજિક કામ માટે પણ ગયા હતા. તેમના ઘરનું પણ તાળું તૂટી અંદર ચોરી થતાં પડોશી એ તેમને ટેલીફોનિક જાણ આપી કે તમારા ઘરે તાળું તૂટ્યું છે. અને ખૂબ મોટી ચોરી થઈ છે..

આ જાણ મળતા યોગેશભાઈ પરિવાર સાથે તાત્કાલિક પોતાના મકાને દોડી આવ્યા અને ઘરની અંદર તલાશી લેતા જણાવ્યું હતું. ઘરની તિજોરીમાં રહેલા તમામ કિંમતી ચીજ વસ્તુઓ ગાયબ હતી. આમ એક સોસાયટીની અંદર એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટતા સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન એકઠા થઈ પોલીસને આ બાબતની જાણ આપી હતી..

આ ઉપરાંત છે તેમજ તેઓ કેટલાક સમયથી આ વિસ્તારની રેકી કરતા હતા. આ સાથે સાથે સીસીટીવી કેમેરાની મદદથી તેઓ કયા વિસ્તારમાં જઈ રહ્યા છે. આ તમામ બાબતની કાર્યવાહી હાલ પોલીસ ચલાવી રહી છે. વાર તહેવાર પર ચોર લુંટારાઓએ માજા મૂકી છે. આ ગુનાખેરી ડામવા માટે જરૂરી પગલા લેવા પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *