Breaking News

ડુમસ દરિયા કિનારે ફરવા ગયેલા કાકા-ભત્રીજી મોજામાં તણાઈ જતા મળ્યું કારમુ મોત..! પરિવારમ માતમ છવાયો..

કોઈપણ ફરવાલાયક સ્થળ મોજ મજા માટે જતા પહેલા આપણે તમામ સાવચેતી રાખવી પડતી હોય છે. કારણ કે હરવા-ફરવાની મોજમાં ક્યારેક ઓચિંતા એવા બનાવ બની જતા હોય છે. જેના કારણે સમગ્ર પરિવારની આંખો ફાટી રહી જતી હોય છે. અને અંતે પછતાવા પર મજબૂર બની જતા હોય છે..

હાલ સુરતના એક પરિવારને ડુમસના દરિયા કિનારે મોજ મજા માટે જવું ભારે પડયું હતું. રામપુરા વિસ્તારમાં મહેશભાઈ તેમજ તેમનો પરિવાર રહે છે. રામપુરા ગાર્ડન ફેક્ટરીમાં રહે છે. તેમજ મહેશભાઈ પોતે હીરાના કારખાનામાં સફાઇનું કામકાજ કરે છે. એક દિવસ તેમની 17 વર્ષની દીકરી રોશની તેના પિતા મહેશભાઇ તેમજ રોશનીના કાકા જીગ્નેશભાઈ આ ત્રણેય લોકો ડુમ્મસના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા..

રોશની ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. તેઓને સહેજ પણ અંદાજો ન હતો કે દરિયાકિનારે ભરતી વેળાએ તેમની સાથે ખૂબ દુખદ બનાવ બનવાનો છે.. રવિવારનો સમય હોવાથી તેઓ ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ બીચ ઉપર ગયા હતા. દરિયાનું પાણી બીચની એકદમ નજીક આવી ગયું હતું..

એટલા માટે મહેશભાઈની દીકરી રોશની અને મહેશભાઇનો ભાઈ જીગ્નેશ બંને દરિયામાં નહાવા માટે પડ્યા હતા. દરિયાકિનારે તેઓ આવતા મજામાં નાહવા લાગ્યા હતા. પરંતુ એકાએક ખૂબ મોટું મોજું આવી ગયું હતું. અને રોશની તેમજ તેના કાકા જીગ્નેશ બંને દરિયાના મોજામાં તણાઈ ગયા હતા.

જીગ્નેશ સોલંકીને તરતા આવડતું હતું. એટલા માટે દરિયાના મોજામાં ડૂબકી મારીને દરિયાકિનારે પરત આવી ગયા હતા. પરંતુ 17 વર્ષની દીકરી રોશનીને તરતા ન આવડતું હોવાથી તે દરિયાના મોજામાં ખેંચાઇ ગઇ હતી. જોતજોતાની અંદર તો દરિયામાં ક્યાંની ક્યાં પહોંચી ગઈ હતી..

આ દ્રશ્ય જોતાની સાથે જ દીકરીના પિતા મહેશભાઇ તેમજ દિકરીના કાકા જીગ્નેશભાઈ બંને બુમાબુમ કરવા લાગ્યા હતા. એટલા માટે સ્થાનિક લોકોએ આવી પહોંચ્યા હતા. અને આ દીકરીને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ તરવૈયાઓએ દરિયામાં ડૂબકી મારીને આ દીકરીને બહાર કાઢી હતી..

ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોટી ગાડી મારફતે લઇ જવામાં આવી હતી. પરંતુ તબીબે તપાસ બાદ આ દીકરીને મૃત જાહેર કરતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રોશની પાણીમાં તણાઈ ગયા બાદ તેને 20 મિનિટ માં બહાર કાઢી લેવામાં આવી હતી. પરંતુ જ્યાં તો તેનો જીવ ચાલ્યો ગયો હતો..

આ ઘટનાને લઇને ડુમસ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. અને અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડુમસના દરિયા કિનારે ફરવા જતા સમયે રામપુરા વિસ્તારમાં રહેતા આ પરિવારને તેમની 17 વર્ષની દીકરીને ગુમાવવી પડી છે. હાલ પરિવારમાં શોક છવાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *