Breaking News

દુલ્હને પહેર્યો 7 કિમી લાંબો વેડિંગ ડ્રેસ, ફોટો જોઇને લોકો રહી ગયા હેરાન…નિહાળો સુંદર તસ્વીરો..

સાયપ્રસથી એક એવી ઘટના સામે આવી છે. જ્યાં એક દુલ્હને પોતાના લગ્નના દિવસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુલ્હને લગ્ન દરમિયાન એવી ડ્રેસ પહેરી જેનાથી તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. આ 7 કિમી લાંબી ડ્રેસ હતી.

ડ્રેસના સાથે મહિલાનો વીડિયોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. મારિયા પરસ્કેવા નામની આ મહિલાએ પોતાના લગ્ન દરમિયાન લગભગ 7 કીમી લાંબો ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસને એક મેદાનમાં એક છોરથી બીજા છોર સુધી હતો.

મારિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે મારુ નાનપણથી એક સપનું હતું કે હું સૌથી લાંબો વેડિંગ વેલનું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવું. મારિયાએ જણાવ્યું કે આ વેડિંગ વેલને ગ્રાઉન્ડમાં યોગ્ય રીતે રાખવા માટે લગભઘ 6 કલાક લાગ્યા અને આ દરમિયાન 30 વોલિંટિયર પણ સાથે હાજર હતા.

ઇસ્ટાગ્રામ પેજ પર આ વીડિયોને શેર કરવા પર આ વાયરલ થઇ ગયો. સોશિયલ મીડિયા પર લોકો હેરાન રહી ગયા. અને આ વીડિયોને લઇને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાક લોકો તેને વખાણી રહ્યાં છે. તો કેટલાક લોકો તેને રેકોર્ડની વાત કરવા લાગ્યા છે.

તમને જણાવી દઇએ કે પશ્ચિમી દેશો સહિત દુનિયાભરના અનેક દેશોમાં લગ્ન દરમિયાન મહિલાએ સફેદ રંગની ડ્રેસ પહેરે છે. એટલું જ નહીં તેના ડ્રેસ ખુબ લાંબા હોય છે. અને મારિયા પરસ્કેવાએ પણ પોતાના લગ્નમાં એવું જ કર્યું પરંતુ આ વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *