Breaking News

દુલ્હન લઈને ઘરે આવતી જાનની બસ ખીણમાં ખાબકતા 14 લોકોના મોત, ચીખો સાંભળીને રુંવાડા બેઠા થઈ જશે, વાંચો..!

અકસ્માતના બનાવો સમગ્ર ભારતમાં એટલા બધા વધી રહ્યા છે કે જેના આંકડા ખૂબ જ આઘાતજનક છે. છેલ્લા એક અઠવાડિયાથી લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ વડોદરાથી, એક બનાવ અમદાવાદથી, એક બનાવ મધ્યપ્રદેશમાંથી તો અત્યાર નો એક બનાવ ઉત્તરાખંડમાંથી સામે આવ્યો છે…

પાછળના એક અઠવાડિયામાં પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા જતાં વરરાજા તેમજ તેના પિતરાઇ ભાઇને અકસ્માત નડતા તેમનું મૃત્યુ થયું હતું. તો તો અન્ય એક બનાવમાં વરરાજા સાથે તેના નવ મિત્રો સહિત કાર ચંબલ નદીમાં પડી જતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું…

અને હાલ ઉત્તરાખંડમાં લગ્નમાંથી પરત કરતા સમયે જાને આવવાની બસ ખીણમાં પડી જતા 14 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. આ બનાવ બનતા જ મોટા મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપી છે.

આ બનાવ ઉતરાખંડ રાજ્યના ચંપાવત જિલ્લામાં બન્યો છે. આ વિસ્તારમાં એક પરિવારના ઘરે લગ્નની શરણાઈ વાગી રહી હતી. તેમજ તેના દિકરાની જાન લઈને તેઓ પરણવા માટે ગયા હતા. રંગેચંગે લગ્નની વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ દુલ્હનને લઈને પોતાના ઘરે આવી રહ્યા હતા…

એ સમયે વહેલી સવારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ તેઓ ચંપાવત જિલ્લાના સુખીધારી રોડ ઉપર પહોંચ્યા હતા. એ સમય દરમિયાન ડ્રાઇવરનું બસ પરથી કાબુ ગુમાવી દેતા બસ રસ્તા ની બાજુમાં રહેલી ખીણમાં પડી ગઈ હતી. જેના પગલે ખૂબ ગંભીર દુર્ઘટના બની ગઈ હતી…

બસ ખીણમાં ૩૦૦ મીટર સુધી ઊંડે ચાલી ગઇ હતી. જેના કારણે તેમાં સવાર 14 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો સગા સંબંધીઓ છે. જેમાં કેદારસિંહ, ઉમેદસિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી, લક્ષ્મણસિંહ, ભગવતી દેવી, પુની દેવી, વિજય લાલ, શ્યામલાલ નામ સામેલ છે,,

આમાંથી મોટાભાગના લોકો કરને ગામના રહેવાસીઓ છે, આ બનાવ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટના ખૂબ જ હૃદય દ્રાવક છે. આ અકસ્માતમાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે સૌ કોઈ લોકોને હું સ્વેંદના વ્યક્ત કરું છું.

હાલ ત્યાના સ્થાનિક પ્રશાસન અન્ય લોકોના બચાવકાર્યમાં કામગીરી કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી આ બાબતને લઈને ખૂબ જ દુઃખી છે. અને તેઓએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે. તેમજ જે લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે તેઓને 50000 રૂપિયા સુધીની સહાય આપવાનું નક્કી કર્યું છે..

ખરેખર આ અકસ્માતના દૃશ્ય જોનાર સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આટલો મોટો ગંભીર અકસ્માત તેઓએ આજ સુધી જોયો નથી અને તેઓ ક્યારેય જોવા માંગતા પણ નથી. આ દ્રશ્યો જોયા બાદ ભલભલા લોકો ગહેર આઘાતમાં મુકાઈ ગયા છે. જે લોકો આ અકસ્માતમાં બચી ગયા છે તે લોકોને પણ મૃતકો લોકોનો શોક હોવાને કારણે પરિસ્થિતિ ખુબજ ગ,ગંભીર થઇ ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *