રોજ રોજ ગુજરાતમાં દુષ્કર્મના બનાવો સામાન્ય માણસને હચમચાવી દે છે. આજકાલની દીકરીઓ તો સુરક્ષિત અવસ્થામાં રહી જ નથી. કારણકે નરાધમો પોતાના વિ.કૃત મગજ વાપરી ને માસુમ બાળકીને દુ.ષ્ક.ર્મનો ભોગ બનાવી દે છે. તેમજ ક્યારેક ક્યારેક તો તેને મારી નાખવાની પણ કોશિશ કરતાં ઝડપાઈ જાય છે.
છેલ્લા પાંચ મહિનાથી અંદાજે 2 વર્ષથી લઈને 15 વર્ષ ની ઉંમરની નાની-નાની ફૂલ જેવી બાળકીઓ પર દુ.ષ્ક.ર્મના બનાવો ખૂબ વધી રહ્યા છે. કારણ કે આ ઉંમરમાં બાળકીઓ કોઈ પણ નજીવી લાલચ માં ફસાઈ જતી હોય છે. તેમજ તેઓને પૂરતી સમજ ન હોવાને કારણે તેઓને હલકટ નરાધમો દુ.ષ્ક.ર્મનો ભોગ બનાવે છે..
સૌ કોઈ લોકો આવા નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરતા હોય છે. અને હવે તો ગુજરાત નું ન્યાયતંત્ર પણ મજબૂત બનતા તેઓને ઝડપથી જ પકડી લેવામાં આવે છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા હોય છે. રાજકોટ જિલ્લાના કુવાડવા રોડ પર આવેલા નવાગામ પાસે એક પરિવાર રહે છે…
જેમની 8 વરસની માસૂમ દીકરી દુ.ષ્ક.ર્મનો ભોગ બની છે. હકીકતમાં આ દીકરીને તેની માતાએ ઘરની બાજુમાં આવેલી એક દુકાન ઉપર વેફર લેવા માટે મોકલી હતી. માતાના આદેશ મુજબ આ દીકરી નજીકની દુકાનમાં વેફર લેવા માટે પહોંચી હતી. પરંતુ દુકાનનું શટર બંધ હોવાથી તે પોતાના ઘરે પરત ફરી રહી હતી.
તેવામાં દુકાન ની પાસે એક મકાનમાં રહેતા વેપારી નો સગીર વયનો પુત્ર આ દીકરીને જોઇને તેની દુકાનમાં બોલાવી હતી. આ માસૂમ આઠ વર્ષની દીકરીને મનમાં એમ હતું કે કદાચ આ દુકાનમાંથી મને વેફર મળી જશે એટલા માટે તે દુકાનમાં ગઈ હતી. પરંતુ એ દુકાનમાં જતાં જ તે વેપારીના પુત્ર આ બાળકી સાથે બળજબરીપૂર્વક શારીરિક સં.બં.ધ. બાંધ્યા હતા.
આઠ વરસની એ બાળકી ચારે ઘાર આંસુથી રડતી રહી પરંતુ આ નરાધમ યુવક થમવાનું નામ લેતો ન હતો. આ યુવકે એ દીકરીને ધમકી આપી હતી કે જો તું કોઈને જણાવીશ તો હું તને મારી નાખીશ. તેથી આ દીકરી ડરી ગઈ હતી અને પોતાના પરિવારને આ બાબતે કશું જ વાત કરી હતી નહીં.
પરંતુ બે દિવસ પહેલા આ દીકરી ઘરે એકલી બેઠી બેઠી રડી રહી હતી. જેથી તેની માતાએ તેને પૂછ્યું હતું કે બેટા તને શું થયું છે શરૂઆતમાં તો દીકરીએ ના પાડી દીધી કે નહીં મને કશું જ કર્યું નથી. પરંતુ માતાના વારંવાર પૂછવાના કારણે દીકરી ભાંગી પડી હતી અને તેણે જણાવ્યું કે નજીકની દુકાન ના માલિક નો પુત્ર તેના ઉપર દુ.ષ્ક.ર્મ ગુજાર્યું છે.
તેમજ તે કોઈને કહેતો તેને મારી નાખવાની ધમકી આપી છે. આ ઘટનાની જાણ દીકરીની માતા ને થતાં તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમજ તેણે આ બનાવ અંગે પોતાના પતિ તેમજ પરિવારજનોને પણ જાણ કરી દીધી હતી. પરિવારજનોને જાણ થતાની સાથે જ કુવાડવા પોલીસે સગીર સામે ગુનો નોંધીને તેને પકડી પાડ્યો હતો.
તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં નાની વયની દીકરીઓ પર દુષ્કર્મ થવાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો નથી જે પણ વિસ્તારોમાં આ પ્રકારનો બનાવ બને છે તે પંથકમાં ચકચાર મચી જતો હોય છે. કારણ કે ફૂલ જેવી બાળકીને હસતી ખેલતી રમવા કૂદવાની ઉંમરમાં નરાધમ યુવકો દુષ્કર્મ આચરીને તેઓની જિંદગી ખરાબ કરી નાખતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]