Breaking News

ડ્રાઈવર વિના જ બાઈક નીકળી પડી હાઈવે પર, વિડીયો જોઈને ઉડી જશે તમારા પણ હોશ , જુવો વિડીયો..!

કહેવાઈ છે કે ભારતમાં જે વ્યક્તિ ગાડી ચલાવી શકે છે તે દુનિયાના કોઈ પણ ખૂણે બેસ્ટ ડ્રાઈવર ગણાય છે. કારણકે રસ્તા પર રમતા નાના છોકરા, રસ્તા પર ચાલતા વૃદ્ધો, રખડતા ઢોરો અને કુતરાઓ આ બધાનું ધ્યાન રાખીને ટ્રાફિકને વીંધતા વીંધતા ગાડી ચલાવી એ કાઈ નાની માં ના ખેલ નથી…

તમે ટારઝન મુવીમાં જોયુ હશે કે કાર તેના માલિકના આત્મા સાથે જોડાયેલી હતી અને તે ડ્રાઈવર વગર ચાલતી હતી તેના જેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે કે આ વસ્તુ કેવી રીતે શકય છે. રસ્તા પર બાઇક જતી હોય તે સામાન્ય વાત છે પરંતુ, જો આ બાઈકની ડ્રાઇવિંગ સીટ પર કોઇપણ વ્યક્તિ હાજર ન હોઈ તેમ છતાં પણ બાઈક ચાલતી હોઈ તે સામાન્ય વાત ન કહેવાઈ..

હમણા જ ભારતના મોટા બીઝનેસમેન આનંદ મહિન્દ્રએ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે જે જોઈને થોડીવાર માટે તે પણ ચોંકી ગયા હતા અને ત્યારબાદ તે વિડીયો જોનાર સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે. વિડીયો જોવા માટે અંત સુધી વાચો…

આ વીડિયોમાં એક વ્યક્તિ બજાજ પલ્સર બાઇકની પાછળની સીટ પર એક જ બાજુ બંને પગ સાથે બેઠેલો જોવા મળશે. જ્યારે ડ્રાઈવરની સીટ એકદમ ખાલી હોય છે. આ જોતા જ ઘડીક તો ટારઝન પિક્ચર યાદ આવી ગયું અને પરસેવો છૂટી ગયો. પરતું આ બાઇક ફ્લેટ રોડ પર સ્પીડમા ચાલી રહી હોય છે અને બાઈકની પાછળની સીટ પર એક વ્યકિત આરામથી બેઠો-બેઠો હાથ હલાવી રહ્યો હોય છે.

બાઈક ખુબ જ સ્પીડ માં ચાલી રહી હતી તેમજ તેની પાછળની સીટ માં બેસેલો વ્યક્તિ એકદમ બિન્દાસ બેઠો હતો તેથી સૌ કોઈ અચંભિત રહી ગયા છે.. કારણકે હાઈવે ઉપર કોઇપણ પ્રકારના બેલેન્સ અને હેન્ડલિંગ વગર આલું મોટું બેલેન્સ જાળવી રાખવું તે કોઈ ટેલેન્ટથી ઓછું નથી.

આનંદ મહિન્દ્રા પોતાના ઓટો બિઝનેસ સિવાય સેન્સ ઓફ હ્યુમર માટે પણ ખુબ જ જાણીતા છે. તે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અવારનવાર કોઈ ને કોઈ વિડીયો શેર કરતા રહેતા હોય છે, જે જોવામા વિચિત્ર હોય છે પરંતુ, આ વીડિયો દ્વારા લોકો સુધી કોઈ વિશેષ સંદેશ પહોંચાડતા હોય છે.

તે લોકોને પ્રોત્સાહિત કરતા રહેતા હોય છે. આજનો વિડીયો પણ કંઈક એવો જ છે. આ વીડિયો જેટલો મજેદાર છે તેટલા જ રસપ્રદ આનંદ મહિન્દ્રાના આ વીડિયો પરના રિએક્શન છે. આ વિડીયો જોઈને ખુદ આનંદ મહિન્દ્ર પણ હેરાન છે કે આ વ્યક્તિથી આટલું બધું બેલેન્સ કેવી રીતે રહી શકે.

આ વિડીયો ટ્વિટર પર ડોક્ટર અજીત્યા નામના એક યુવકે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે જે જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઇ જાય.  આ વિડીયોને પાછળની બાઈક પરથી રેકોર્ડ કરી રહ્યા હશે તેવું અનુમાન લગાડી શકાય છે. વીડિયો શેર કરતાં ડૉક્ટર અજયિતાએ કેપ્શન આપ્યું હતું કે, ‘એલોન મસ્કે કહ્યું હતું: ‘હું ડ્રાઇવરલેસ ગાડીઓ ભારત લાવવા માંગુ છું ત્યારે બીજી તરફ ભારતમાં’

આનંદ મહિન્દ્રા દ્વારા આ વીડિયોને રીટ્વીટ કરવામાં આવ્યો છે. તેણે આ વીડિયો શેર કરીને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મુસાફિર હૂન યારોન… ના કોઈ ડ્રાઇવર , ના કોઈ ઠિકાના.” આનન્દ મહિન્દ્રાએ આ વીડિયોમા કિશોર કુમારનું ગીત ‘મુસાફિર હૂન યારો ના ઘર હૈ, ના ઠિકાના” ની લાઈનને રીક્રીએટ કરી. અત્યાર સુધીમાં 17,000થી વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે, જ્યારે 3230થી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *