રાજ્યમાં રોજ રોજ ઘણાંબધાં અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. જેમાંથી ઘણા અકસ્માતના બનાવોમાં વાહન ચાલકના મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે પરિવારના મોભીનું અકસ્માતની અંદર મૃત્યુ થાય ત્યારે સૌ કોઈ લોકો દુખની લાગણીમાં વહી જતા હોય છે. અને વિચારમાં પડી જાય છે કારણ કે તે વ્યક્તિના ખભા ઉપર પરિવારના તમામ સભ્યોની જવાબદારી હોય છે..
મોભી વ્યક્તિ જ જો અકસ્માતમાં મૃત્યુ પામે તો પરિવારના તમામ લોકો માટેઆ દુખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે. જુદા જુદા વિસ્તારમાંથી રોજ ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવે છે. અને હાલવધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સુરેન્દ્રનગરના લીંબડી માંથી સામે આવ્યો છે.
લીમડી હાઇવે ઉપર એક આઈસર ગંભીર રીતે પલટી મારી ગયું હતું. જેના કારણે તેમાં પહેલા મોટા ભાગના લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આઇસર જુનાગઢથી મંડપ ડેકોરેશનનો સામાન આઇસરમાં ભરીને મજૂરો સાથે અમદાવાદ તરફ જઇ રહ્યું હતું..
જ્યારે લીમડી હાઇવે ઉપર દેવપરા ગામના પાટિયા પાસે જ્યારે આઈસર પહોંચ્યુ ત્યારે અચાનક અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું. અને આઈસર પૂરઝડપે આગળની તરફ વધવા લાગ્યું હતું. જોતજોતામાં આઈસરે એટલી બધી ગતિ પકડી લીધી હતી કે તેણે રસ્તા પર પલટી મારી દીધી હતી..
જેના કારણે ઘરમાં બેઠેલા અમીરખાન, દુલ્હેહસન, પંકજભાઈ, મિર્ઝા,માજીદ, મોહમ્મદ હીન, અસગર, અલી સલીમ, હજીમ, મહન લાલ, તેમજ મગેબહેનને ખૂબ જ પહોંચી હતી ત્યારે બંસી ભાઈ નું મૃત્યુ થયું છે. આઇસર જ્યારે હાઇવે ઉપર પલટી માર્યું હતું ત્યારે એકદમ ધડાકાભેર અવાજ સંભળાયો હતો..
જેના કારણે આસપાસના તમામ વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા અને આઈસર પલટી મારીને થયેલા તમામ લોકોની મદદે પહોંચ્યા હતા. તાત્કાલિક ઘટનાસ્થળે 108 બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી બાજુ અકસ્માતમાં ઘટના સ્થળે જ બંસી ભાઈ પરમારનું મૃત્યુ થયું હતું..
એટલા માટે તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે લીમડી ની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે બંસીભાઈના પરિવારજનોને ખબર પડશે કે તેમના ઘરના મોભીનું મૃત્યુ થયું છે. જ્યારે તેઓ ખૂબ જ ભાંગી પડશે અને દુખની લાગણીમાં શોકમગ્ન થઇ જશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]