Breaking News

દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરતા જ આગ ભભૂકી ઉઠી, રસોડામાં કામ કરતી વખતે મહિલાઓ આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન..!

રસોડામાં કામકાજ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે જો કોઈ પણ ચીજ વસ્તુઓ આડી અવળી થઈ જાય તો તેની સીધી અસર રાંધવામાં આવતા ખોરાક ઉપર પડે છે. આ સાથે સાથે મહિલાઓને પોતાના જીવનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. રસોઈ બનાવતી વખતે વપરાતા વાસણોની સાથે સાથે ગેસના ચૂલા સહિતની ચીજ વસ્તુઓમાં પણ ભારે સાવચેતી રાખવી પડતી હોય છે..

અત્યારે રસોડામાંથી દરેક મહિલાઓ માટે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવી ગયો છે. આ ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં દાદાવાડી પાસે આવેલા શિવપુરા વિસ્તારમાં એક મકાનની અંદર પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરિવારના મોભી ચીમન ભાઈ લાકડાના કારખાનામાં કામકાજ કરતો હતો..

જ્યારે તેની પત્ની ઘરકામ કરીને જીવન ગુજારતી હતી. તેવો માત્ર એક રૂમ રસોડાના મકાનમાં રહેતા હતા. જ્યારે બપોરના સમયે ચીમનભાઈની પત્ની યશોદાબેન રસોડામાં રાંધવા માટે ગઈ અને તેણે સૌપ્રથમ દૂધને ગરમ કરવાનું વિચાર્યું હતું. દૂધ ગરમ કરવા માટે તેને તપેલી ગેસ ઉપર ચડાવી અને ગેસનું બટન શરૂ કરીને લાઇટર લગાવતાની સાથે જ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી..

અને આ આગની અંદર યશોદાબેન અને તેનો દોઢ વર્ષનો દીકરો કૃદંત પણ મળીને ખાસ થઈ ગયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ચીમનભાઈ ઘરની બહાર હોવાને કારણે તેમનો જીવ બચી ગયો છે. ચિમનભાઈએ જણાવ્યું કે, તેમના ઘરે ગઈ કાલે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો હતો..

એટલા માટે તેઓ આજે સવારે નવો ગેસ સિલિન્ડર મંગાવીને ગેસના ચૂલા સાથે જોઈન્ટ કરી દીધો હતો. પરંતુ આ સિલિન્ડર બરાબર રીતે ફીટ ન થવાને કારણે તે માલિકે જ રહી ગયું હશે અને ધીમે-ધીમે આ ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો. જ્યારે યશોદાબેન રસોડામાં રાંધવા માટે ગયા ત્યારે દૂધ ગરમ કરતી વખતે તેઓએ લાઇટર વડે ગેસ શરૂ કરવાની કોશિશ કરી..

ત્યારે વાતાવરણમાં રહેલા તમામ ગેસ આ તણખલાની ચપેટમાં આવ્યો અને અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેમાં યશોદાબેન બળીને ખાસ થઈ ગયા છે. તો તેમનો દોઢ વર્ષનો દીકરો કૃદંત પણ ખૂબ જ ગંભીર હાલતમાં સરી પડ્યો છે. હાલ આ ઘટના બન્યા બાદ તરત જ આસપાસના પડોશીઓ ત્યાં આવી પહોંચ્યા હતા..

અને આ બંને વ્યક્તિને નજીકથી હોસ્પિટલના સારવાર માટે લઈ ગયા હતા. ઘટનાની જાણકારી ચીમનભાઈ સુધી પહોંચતા તેઓ પણ હોસ્પિટલે પહોંચી ગયા છે. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો પણ જરૂરી સાધન સામગ્રીઓ લઈને ત્યાં પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતું..

આ ઘટના રસોડામાં કામ કરતી દરેક મહિલાઓ માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે. નાની નાની ચીજ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને પોતાના જીવને પણ સાચવીને રાખવો પડે છે. હાલ આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. દિન પ્રતિ દિન આવી ઘટનાઓમાં વધારો થતા લોકોએ હવે ડગલે ને પગલે સાવચેતી ભર્યું જીવન જીવવું જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *