Breaking News

દોઢ મહિના પહેલા લગ્ન થયેલા પતિ-પત્નીએ એક સાથે ટ્રેન નીચે કુદીને જીવ ટૂંકાવી દીધો, કારણ જાણીને લોકો સમસમી ગયા..!

આજકાલ કોઈને કોઈ કારણસર ઘણા બધા માણસો જીવંતી કંટાળી જાય છે. કોઈ વ્યક્તિ પ્રેમ સંબંધમાં દગો મળવાને કારણે.. તો કોઈ વ્યક્તિ કરેલું ઝઘડા અને પૈસાની તંગીને કારણે હંમેશા દુઃખીને દુઃખી રહે છે. અને અંતે કંટાળી જઈને આપઘાત જેવું પગલું ભરી લે છે. જ્યારે વ્યક્તિ ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાયેલો હોય જ્યારે તેને કોઈ સારા વ્યક્તિની સંગત ન મળે તો અંતે તે આપઘાતના પગલાં તરફ દોરાતો જોવા મળે છે..

છેલ્લા 11 દિવસની અંદર અંદર રાજકોટ શહેરમાંથી પતિ અને પત્ની એક સાથે આપઘાત કરી લેવાનો આ બીજો બનાવ સામે આવી ગયો છે. આ બનાવ બન્યા બાદ એકાએક અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારની અંદર સંતોષ નગરની ફાટક પાસે એક પતિ પત્નીએ સાથે જીવન ટૂંકાવી દીધું છે..

ફાટક પાસેથી જ્યારે ટ્રેન પસાર થતી હતી. ત્યારે તેઓ બંને દોડીને આવી ટ્રેન નીચે કૂદી ગયા હતા. અને જોત જોતામાં તેમના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. ફાટક પાસે ઊભેલા સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા અને તેમની નજર સામે આ બંને વ્યક્તિના જીવ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેઓએ તપાસ માટે પોલીસને ફોન કરીને બોલાવી હતી..

તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકનું નામ કરણ પંચાસર છે. જેની ઉંમર 22 વર્ષની છે. જ્યારે તેની સાથે રહેલી યુવતીનું નામ સ્નેહા પંચાસર છે. તેની પણ ઉંમર 22 વર્ષની છે. અને બંને પતિ પત્ની હતા તેમજ તેમના લગ્ન માત્ર દોઢ મહિના પહેલા જ થયા હતા. પોલીસે તેમનું પંચનામું કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે..

આ બંને રેલ્વે ફાટકની સામે સંતોષીનગર વિસ્તારમાં જ રહેતા હતા. તેઓએ આપઘાત શા માટે કર્યું છે.? તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ પોલીસ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તારણો મળી આવશે.. આ આઘાતનો બનાવ જોઈને એ લોકો જુદા જુદા તારણ કાઢી રહ્યા છે..

કોઈ વ્યક્તિ કહી રહ્યું છે કે, લગ્નના માત્ર દોઢ મહિનામાં જ એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે આ પતિ પત્નીને આપઘાત કરવાનો વારો આવ્યો છે. તો વળી કોઈ કહી રહ્યું છે કે, તેઓને કોઈ પૈસાની તંગી કે અન્ય કોઈ હેરાનગતિ હશે. જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો છે..

દોઢ અઠવાડિયા પહેલા રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર જય જવાન જય કિસાન સોસાયટી આવેલી છે. ત્યાં 21 વર્ષનો બાબુ સોલંકી અને તેની પત્ની કે જેની ઉંમર 20 વર્ષની છે. અને તેનું નામ મમતા સોલંકી છે. આ બંને સવારના સાત વાગ્યે આસપાસ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારના સભ્યો હોત મચી ગયા હતા..

આ પતિ પત્નીના લગ્ન માત્ર પાંચ મહિના પહેલા જ થયા હતા અને તેઓએ ઘર કંકાશને કારણે આપઘાત કર્યા હોવાનું કારણ સામે આવ્યું છે. આકાશના મામલા દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે. જેની પાછળ કોઈને કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિસ્થિતિ જવાબદાર હોય છે તો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેની ઉપર પણ કાર્યવાહી થાય છે. જ્યારે પરિસ્થિતિ જવાબદાર હોય તો આ તમામ મામલો અહીં સમેટાઈ જતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *