Breaking News

દોઢ લાખ આપીને યુવતી સાથે લગ્ન કર્યા અને 2 દિવસમાં જ દુલ્હને કર્યો એવો કાંડ કે પરિવાર એકસાથે થયો દોડતો..!

લગ્ન શબ્દ સાંભળવાની સાથે જ નવયુવાન સ્ત્રી કે પુરુષના મનમાં અને જીવનમાં એક નવો આનંદ ઉભરી આવતો હોય છે. લગ્નજીવન માટે યુવકો અને યુવતીઓ પણ ઉમર થતાની સાથે જ ખૂબ જ આતુરતાથી રાહ પણ જોઈને બેઠા હોય છે કે, ક્યારેય પોતાનો મેળ આવી જાય અને કેટલાક યુવાકો માટે તો છેલ્લા કેટલાક વર્ષોમાં એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે, લગ્ન કરવું એ પણ સપના બરાબર થઈ ચૂક્યું છે..

હાલના સમયમાં માત્ર છોકરો કે છોકરી જ નહીં પરંતુ તેના માતા પિતા અને પરિવારના સભ્યો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે કે તેમના ઘરમાં કોઈ સારા ઘરની વહુ અને સંસ્કારી દીકરીનું આગમન થાય જેથી કરીને તેમનું ઘર પણ શોભી જાય અને સતત ને સતત ઘરમાં અજવાળું પથરાયેલું રહે.

પરંતુ કેટલીક વખત આ લગ્ન કરતી વેળાએ જો યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો ખૂબ જ ભારે પ્રમાણમાં નુકસાની અને જીવનમાં પણ આગળ જતા હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. અને એવી પરિસ્થિતિમાં તો પછી જીવનમાં પાછું વળીને પણ જોઈ શકાતું નથી. તેને સહન કરવું જ રહ્યું હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે..

જેને છેલ્લે સુધી વાંચીને તમારી પણ આખો પહોળી થઈ જશે હાલમાં જે ઘટના બની છે. તેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો આ ઘટના જયપુરના કોટપુતલી ગામની છે. આ વિસ્તારમાં કૃષ્ણ ટોકીઝ ની પાસે જ પટવા વિસ્તારમાં એક નાનો પરિવાર વસતો હતો. જેમના થોડાક સમય પહેલા જ લગ્ન થયા હતા.

આ લગ્નમાં ગામ કોટપુટલી થી લોકો પણ પધાર્યા હતા તદુપરાંત તેમના લગ્ન લક્ષ્મીનારાયણ મંદિરમાં થયા હતા. પરંતુ નંદુ પટવા છેલ્લા ઘણા દિવસોથી પોતાના દીકરા માટે એક છોકરી શોધી રહ્યા હતા કેટ કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ કોઈ રીતે મેળ આવતો ન હતો પરંતુ છેલ્લે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી તેમને એક વહુ મળી તેમાં પણ દલાલી રૂપે દોઢ લાખ રૂપિયા દલાલ પાસેથી છોકરાને સોદો કરી આપ્યો હતો.

દલાલી રૂપિયા લઈ છોકરાનો સોદો કરવામાં આવ્યો હતો. લગ્ન પછી માત્ર બે જ દિવસ થયા હતા ત્યાં દુલ્હન પૂજા પણ પોતાના સાસરિયામાં આવીને ખૂબ જ રાજી ખુશીથી રહેવા લાગી હતી અને તેણે બે દિવસ પછી બધા લોકો માટે જમવાનું પણ બનાવ્યું હતું અને આ ખાવાનું આખા પરિવારને તેણે ખૂબ જ હેત પૂર્વક પીરસ્યું હતું.

પરંતુ પોતે બનાવેલું ભોજન જ તેને ખાધું નહીં તપાસ બાદ જાણવા મળ્યું કે, તેણે બનાવેલા ભોજન ખાઈને આંખો પરિવાર બેભાન અવસ્થામાં સૂઈ ગયો હતો. કારણ કે પૂજાએ ખાવામાં ઝેર નાખ્યું હતું. આખા પરિવારને બેભાન જાણી પૂજા એ ઘરમાંથી તમામ ઘરેણા આ ઉપરાંત રોકડા રૂપિયા અને જેટલા પણ મોબાઈલ હતા તે બધા લૂંટી લીધા હતા..

અને સવારે જ ત્યાંથી નીકળી પડી હતી. આજુબાજુમાં રહેતા પાડોશીઓને થોડી શંકા જતા તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી બેભાન થયેલા લોકોને હોસ્પિટલે દાખલ કર્યા હતા ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા હતા અહીં મુખ્ય વાત તો એ છે કે, ભગવાનની દયાથી કોઈપણ વ્યક્તિનો ઝેર ને કારણે મોત પણ થયું ન હતું..

અને તમામ લોકો બચી ગયા હતા. હાલ તો પોલીસ આ તમામ ઘટનાના પુરાવાઓ મેળવી શંકાશીલ વહુનો નામ સરનામું અને તમામ વિગતો શોધી રહી છે. આ લૂંટેલી દુલ્હન વિશે હાલ તો કોઈ વધારે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ આ લગ્ન કરાવનાર વચ્ચેટીયાવો અને મધ્યસ્થી કરનાર લોકોની પણ ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *