Breaking News

ડોક્ટર મહિલાને બ્યુટી પાર્લર વાળી સાથે પ્રેમ થયો, બંને રોજ એકાંત માણતા અને એક દિવસ પાવડો લઈને મહિલાએ કર્યું એવું કે..!

આજકાલ કોઇપણ સાથે પ્રેમ થાય તેમજ કોઇપણ ઉંમરે પ્રેમ થાય તેવા ઘણા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોઈ છે. પુરુષ-પુરુષને પણ પ્રેમ થાય છે તેમજ સ્ત્રી-સ્ત્રીને પણ પ્રેમ થાય છે. અમુક લોકોતો પોતાની ને પોતાની સાથે જ લગ્ન કરે છે એવો એક બનાવ વડોદરામાં બન્યો હતો..

અને હવે વારાણસીના મટુકા ગામમાં અતિશય ચોંકાવનારી ઘટના બની ગઈ છે. અહી 30 વર્ષની કંચન પટેલ બ્યુટી પાર્લર ઓપરેટર તરીકે કામ કાજ કરે છે. તેની મિત્ર રાખી વર્મા કંચનની ખુબ જ નજીક હતી. આ સાથે સાથે રાખી અને કંચન અવારનવાર પ્રેમ ભરી હરકતો પણ માણતા હોવાનું સામે આવ્યું છે..

રાખી વર્મા મેડિકલ સ્ટુડન્ટ છે. ગયા વર્ષે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય પ્રમુખની ચૂંટણી રાખી લડી હતી. જોકે તેણી ચૂંટણી હારી ગઈ હતી. ચૂંટણી દરમિયાન જ બ્યુટી પાર્લર સંચાલક કંચન અને રાખી વચ્ચે પ્રેમ વધ્યો હતો. ત્યારબાદ તેઓ એકબીજા સાથે જુદી જુદી જગ્યાએ પણ મળવા લાગ્યા હતા..

કંચન અને રાખી મોટાભાગે સાથે રહેતાં હતાં. એક દિવસ સવારે 9 વાગે રાખીએ બ્યુટી પાર્લર ચલાવતી કંચન પટેલને પોતાના ઘરે બોલાવી હતી. કંચનનો પતિ સંજય સવારે 10.15 વાગ્યે કંચનને રાખીના ઘરે લઈ ગયો હતો. સંજય આ તમામ બાબતોથી અજાણ હતો. રાખીના પણ એક જગ્યાએ લગ્ન નક્કી થવાના હતા..

પરતું કંચને છોકરાવાળાને જણાવી દીધું કે રાખીની માનસિક સ્થિતિ સારી નથી એટલે તેની સાથે લગ્ન કરતા નહી. ઘણો સમય થઈ ગયો છતાં કંચન રાખીના ઘરેથી પાછી ન આવતા સંજય તેને લેવા માટે રાખીના ઘરે ગયો હતો. તે ઘરના ઉપરના માળે ગયો અને દરવાજો ખોલતા જ તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેની નજર સામે કંચન લોહી લુહાણ હાલતમાં પડી હતી..

તો બીજી બાજુ બાજુના ખાટલા પર તેની મિત્ર રાખી બેઠી હતી. હકીકતમાં રાખીએ કંચનનું ગળું પાવડા વડે ચી.રી નાખ્યું હતું. સંજયે તેના ભાઈ રાજીવને ફોન કરીને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. કપસેઠી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈને તપાસ શરુ કરી દીધી હતી.

પોલીસે આરોપી મિત્ર રાખી વર્માની ગુનાના સ્થળેથી ધરપકડ કરી હતી. એડિશનલ એસપી નીરજ પાંડેના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે બ્યુટી પાર્લર ઓપરેટર કંચન અને રાખીની ખૂબ નજીક હતી. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. રાખીના લગ્ન નક્કી હતા પરંતુ કોઈ કારણસર બગડી ગયા.

રાખીને શંકા હતી કે કંચને લગ્ન બગાડ્યા છે. બીજી તરફ ગુસ્સે ભરાયેલા સંબંધીઓ અને ગ્રામજનોએ આરોપી રાખીને સોંપવાની માંગ સાથે અડધો કલાક વારાણસી-ભદોહી રોડ બ્લોક કરી દીધો હતો. જોકે પોલીસની સમજાવટથી ગ્રામજનો કોઈક રીતે શાંત થયા હતા. પસેઠી પોલીસે મિત્ર રાખી વર્માની ધરપકડ કરી હતી.

હ.ત્યા. સહિતના આરોપસર રાખી સહિત છ સામે ગુનો નોંધ્યો હતો.  કંચનના પરિવારના સભ્યોએ કહ્યું કે રાખી કોઈને પસંદ નથી. કંચનને વારંવાર તેનાથી દૂર રાખવા માટે દબાણ પણ કરવામાં આવતું હતું. થોડા દિવસોથી કંચને પણ રાખીથી દૂરી બનાવી લીધી હતી. આનાથી ગુસ્સે થઈને રાખીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *