Breaking News

દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરતી મહિલા સાથે બન્યું એવું કે, પરિવારને આવી ગયા ધોળે દિવસે અંધારા, મહિલાઓ ખાસ ધ્યાન રાખજો આ બાબતોનું..

જેમ જેમ દિવાળીનો સમય નજીક આવતો જાય છે. તેમ-તેમ બધી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જેમાં ખરીદીથી માંડીને ઘરની સાફ-સફાઈ સુધીની ચીજ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. બાળકો પણ દિવાળીના વેકેશનને લઈને ખૂબ જ ખુશ ખુશાલ હોય છે. તો પરિવારની મહિલાઓ દિવાળીનો સમય નજીક આવતા જ ઘરમાં સામ-સફાઈની કામગીરી પણ શરૂ કરી દેતી હોય છે..

પરંતુ છેલ્લા દસ દિવસની અંદર સાફસફાઈ કરતી વખતે ખૂબ જ મોટા બનવાની ઘટનાઓમાં ઓચિંતો વધારો થઈ ગયો છે. અત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. જે જાણીને ઘરમાં સાફ-સફાઈ કરતી દરેક મહિલાઓએ આ બાબતોનો ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટના ઉત્તર પ્રદેશના કમાસીના મવાઈ ગામની છે..

આ ગામમાં લવકુશભાઈ તેની પત્ની રાની કુશવાહ સાથે રહેતા હતા. રાનીબેનની ઉંમર 40 વર્ષની હતી. આ ઉપરાંત બંને પતિ પત્નીને સુખી લગ્ન દરમિયાન ત્રણ છોકરા અને બે છોકરીઓ પણ છે. બાળકો પણ દિવાળીના સમયમાં ખૂબ જ ખુશ ખુશાલ હતા. કારણ કે હવે તેમનો વેકેશનનો સમય શરૂ થવા જઈ રહ્યો હતો..

તેમજ તેવો ફટાકડા ફોડવાને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત થતા. ઘરના પાંચેય બાળકો તેમજ લવકુશભાઈ સાથે મળીને રાનીને ઘરની સાફ-સફાઈ કરવામાં મદદરૂપ બન્યા હતા. વારાફરતી એક પછી એક રૂમમાં સાફ-સફાઈ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક બંધ પડેલી રૂમની અંદર સાફ-સફાઈ કરતી વખતે અચાનક જ એવું થયું છે કે, જેને લઇ હાલ સમગ્ર પરિવારને ધોળે દિવસે અંધારા આવી ગયા છે.

પૂછપરછ દરમીયાન લવકુશભાઈએ જણાવ્યું છે કે, આ રૂમ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી હતી. આ ઉપરાંત આ રૂમની અંદર ઘરનો વધારાનો સામાન મૂકવામાં આવતો હતો. જ્યારે આ રૂમની અંદર સાફ-સફાઈ કરવામાં આવતી હતી, ત્યારે રાની બહેનને હાથ ઉપર એક ઝેરી જીવજંતુ આવી પડ્યુ હતું.

જ્યારે તેઓને અનુભવ થયો કે, તેમના હાથ ઉપર કોઈ ઝેરી કીડો બેઠો છે. ત્યારે તેઓએ તાત્કાલિક હાથને હલબલાવીને આ કિડાને હાથ ઉપરથી નીચે ઉતારી દીધો હતો. આ બાબત બિલકુલ સામાન્ય હતી. પરંતુ માત્ર અડધી કલાકની અંદર જ રાની બહેનની તબિયત ખૂબ જ બગડવા લાગી હતી..

એકા એક તેને શરદી ઉધરસ અને છીંકો આવવા લાગી હતી. પરિવારના સભ્યોએ વિચાર્યું કે, ઘરની સાફ-સફાઈ કરતી વખતે કદાચ તેમના નાકમાં ધૂળ તેમજ અન્ય રજકણો ગયા હશે. જેના કારણે તેમને ઉધરસ અને છીંકો આવા લાગી છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના શરીરમાં તાવ પણ ચડવા લાગ્યો હતો.

ઘટના ખૂબ જ ગંભીર થઈ જતા તાત્કાલિક તેમને સારવાર માટે કામાસીનની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર આવીને રાનીબહેનની તબિયત ચકાસી હતી. ધીમે ધીમે રાની બહેને આંખો પણ બંધ કરી લીધી અને ડોક્ટર હોય તેમને મૃત જાહેર કરી દીધી હતી..

ડોકટરે જણાવ્યું કે ઝેરી કીડાનું ઝેર ચડી જવાને કારણે તેમનું મોત થયું છે. ડોક્ટરના આ શબ્દો સાંભળતા જ લવકુશભાઈ તેમજ તેમના પાંચે બાળકો એકા એક ઢળી પડ્યા હતા. કારણ કે માત્ર બે કલાક પહેલા જ તેમની નજર સામે રાનીબહેન ઘરની સાફ-સફાઈ કરતી હતી. અને હવે અચાનક જ તેનું મૃત્યુ થઈ જતા આ આઘાત સહન કરવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલો નથી..

આ ઉપરાંત પરિવારના અન્ય સંબંધીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. રાની બહેનને મૃત જાહેર કરી દેતા સમગ્ર ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. જ્યારે ત્રણ છોકરા અને બંને છોકરીઓ મળીને પાંચે બાળકો તેમજ લવકુશભાઈની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ હતી..

તેઓ સતત બોલતા હતા કે હવે આ પાંચે બાળકોને કોણ લાડ લડાવીને મોટા કરશે. રાની બહેનના મૃત્યુ બાદ તેમનું જીવન ખૂબ જ એકલવાયુ થઈ જશે અને હવે તેઓ કોની સાથે વાતચીત કરશે, પાછળના દસ દિવસની અંદર અંદર ઘરની સાફ સફાઈ કરતી વખતે બે મહિલાઓના મૃત્યુ થયા હતા..

અને હાલ ત્રીજો બનાવ સામે આવતા એક ચકચાર મચી જવા પામ્યો છે. મહિલાઓએ ઘરની સાફ-સફાઈ કરતી વખતે નાની થી નાની ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે અજાણતા ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે કે, જેને લઇ પરિવારના સભ્યોને હંમેશા હંમેશા માટે પછતાવું પડે છે. તો તેમના માટે આ બનાવને ભૂલવો પણ ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *