Breaking News

દિવાળીના વેકેશનની ખુશી ‘મમ્મી આજે સ્કુલનો છેલ્લો દિવસ છે’ કહીને સ્કુલે ગયો, પણ ઘરે તેમનો લાડકો દીકરો નહી પણ તેનો મૃત દેહ આવતા છવાયો માતમ..!

અત્યારે કેટલીક શાળાઓમાં પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. તો કેટલીક શાળાઓમાં દિવાળી વેકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાળકોને વેકેશનનું નામ પડતાની સાથે જ અંદરથી ખુશીના ઉમળકાઓ બહાર દેખાઈ આવે છે. કારણ કે મોટા ભાગના બાળકોને શાળાએ જવું ગમતું નથી..

એવામાં પણ જો વેકેશનનું નામ પડે તો તેઓ એકાએક કૂદવા પણ લાગતા હોય છે. આવી જ કંઈક વેકેશનની ખુશી એક બાળકને હતી અને તે તેના મમ્મીને ઘરેથી કહીને નીકળ્યો હતો કે, મમ્મી, ‘આજે મારે શાળાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી મારે દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે’.

વેકેશનની ખુશી આ બાળકમાં આટલી બધી હતી કે, તે હંમેશા હસતો ખેલતો સ્કૂલે પહોંચ્યો હતો. પરંતુ તેની માતાને એવી તો શી ખબર કે તેના બાળકની આ ખુશી લાંબો સમય સુધી ટકવાની નથી. રોજની જેમ આ બાળક પોતાની શાળાએ ગયો હતો. પરંતુ શાળાએથી પરત આવતી વખતે તેના અન્ય મિત્રો સાથે તે શાળા પાસેના નજીકના તળાવમાં નાહવા પડ્યો હતો.

આ સાથે સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ આ તળાવ પાસે આવી પહોંચ્યા પરંતુ આ બાળક તેના અન્ય એક મિત્ર સાથે નાહવા માટે કૂદી ગયો જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ત્યાં ઉભા ઉભા જોતા હતા. એવામાં ઊંડા પાણીમાં ચાલ્યા જતા બંને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. જ્યારે આસપાસના વિદ્યાર્થીઓને જાણ થઈ કે, આ બંને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા છે..

અને હવે તેમનું બચવું મુશ્કેલ છે. ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે દોડતા દોડતા આસપાસના વ્યક્તિઓની મદદ લેવા માટે પહોંચી ગયા હતા. પરંતુ કોઈ પણ વ્યક્તિની મદદ ન મળતા બંને બાળકોનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. આ બાળકોના નામ શિવમ અને રોહન હોવાનું સામે આવ્યું છે..

શિવમ તેની માતાને ઘરેથી કહીને નીકળ્યો હતો કે, બસ આજે મારે શાળાએ છેલ્લો દિવસ છે. પરંતુ શાળાએથી છૂટીયા બાદ ઘરે હાસ્તો ખેલતો શિવમ નહીં પરંતુ શિવમની લાશ આવી હતી. આ બંને બાળકોને તળાવમાં ડૂબી જવાની વાત આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી..

સ્થાનિકોની મદદ લઈને બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. અને પોતપોતાના ઘરે સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે તેમના મૃતદે તેમના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનોને માથે કાળ ફાટી નીકળ્યો હતો. કારણ કે તેમના લાડકા દીકરા હજુ તો જીવન જીવે એ પહેલા જ મોતને ભેટીયા હતા.

જ્યારે આ ઘટના બની ત્યારે વાલીઓમાં પણ ભારે ફફડાટનો માહોલ સર્જાઈ ગયો છે. કેટલાક વાલીઓ કહી રહ્યા છે કે, પોતાના બાળકો જ્યાં સુધી સમજદાર ન બને ત્યાં સુધી તેઓને શાળાએ મોકલવા જોઈએ નહીં તેને કોઈ વાન કે રિક્ષામાં શાળાએ મોકલવા જોઈએ અથવા તો ખુદ માતા કે પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિએ તેમને શાળાએ લેવા મુકવા જવા જોઈએ..

કારણકે શાળાએ જતા તેમજ આવતી વખતે આસપાસના માહોલને જોતા તેમના મન ગમે ત્યાં ચાલ્યા જાય છે. અને કઈ વસ્તુમાં કેટલું સાહસ રહેલું છે. તેનો કોઈ પણ અંદાજો ન રહેતા તેઓ જે તે પરિસ્થિતિમાં જંપલાવી દેતા હોય છે. જેને લઈ ક્યારેક તેમના જીવ પણ જતા રહે છે. અને હાલ આ બંને બાળકોના જીવ જતા રહેવાને કારણે સમગ્ર પંથકમાં હરેરાટી મચી ગઈ છે.

ઘરમાં દિવાળી નજીક આવતી હોવાથી ખૂબ જ વાજતે ગાજતે તૈયારીઓ ચાલતી હતી. પરંતુ આઠ વર્ષના પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ દિવાળીના તહેવારની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ છે. હાલ આ ઘટનાને લઈને બાળકોના પરિવારમાં સૌં કોઈ લોકો દુખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *