Breaking News

ડિવાઈડર પરથી પડી જતા વિધવા માતાના 3 વર્ષના લાડકા દીકરાનું મોત, 5 મહિના પહેલા પતિ ગુમાવ્યો અને હવે દીકરાનો અંતિમ ચેહરો જોતા જ…

કહેવાય છે કે જ્યારે મોત પડકરતુ હોય ત્યારે નાની અમથી બાબતમાં પણ સામાન્ય વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. અને જ્યારે નસીબ સાથ આપતો હોય ત્યારે ખૂબ મોટી આફત કે મુસીબત આવી પડે તેમ જ ખૂબ મોટા અકસ્માતાનો ભોગ બની જાય છતાં પણ જીવ બચી જતો હોય છે..

જીવન અને મૃત્યુ આપણા હાથમાં હોતું નથી. પરંતુ ડગલેને પગલે સાવચેતી રાખવી એ આપણા હાથમાં છે. હાલ નાના બાળકો સાથે એવા અણ બનાવો બનવા લાગ્યા છે કે માતા-પિતાને ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર પડી છે. ગઈકાલે રાજકોટના ધોલેરા પાસે માત્ર ત્રણ વર્ષના જ એક બાળકનું મૃત્યુ થયું છે.

રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર પાસે રસુલપરામાં સોનલબેન વિજયભાઈ મકવાણા રહે છે. વિજયભાઈ પાંચ મહિના પહેલા જ મૃત્યુ પામતા સોનલબેન વિધવા થઈ ગયા હતા. તેમનો ત્રણ વર્ષનો દીકરો શિવમ અને સોનલબેન બંને રસુલપરામાં રહેતા હતા અને જીવન ગુજારતા હતા..

એક દિવસ તેઓ શિવમને લઈને પોતાના પિયરે જવા માટે ધોલેરાથી નીકળી પડ્યા હતા. તેઓ ધોલેરા થી રીક્ષા ભાડે કરવા માટે રસ્તાની સામે બાજુ રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યા હતા. એવામાં તેઓ ડિવાઈડર ઉપર ચડ્યા અને ત્યાંથી નીચે ઉતરતી વેળાએ માતા અને દીકરો બંને પડી ગયા હતા. દીકરો નીચે પડતાની સાથે જ તેને માથાના ભાગે તેમ જ પેટના ભાગે અતિશય ગંભીર ઇજાઓ પહોંચી હતી..

જ્યારે માતા જેવી તેવી ઘાયલ થઈ હતી. પોતાના દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને માતા હોશ ગુમાવી બેઠી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ લઈ ગઈ હતી. પરંતુ ત્યાં સારવાર શરૂ કરવામાં આવી તેવામાં તેના લાડકવાયા દીકરા શિવમનું મૃત્યુ થઈ ગયું હતું..

શિવમ પરિવારનો સૌથી નાનો દીકરો હતો. આ ઉપરાંત મહિલાએ પાંચ મહિના પહેલા જ તેના પતિ વિજયભાઈને ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામતા જોયા હતા અને હવે તેના દીકરાનો અંતિમ ચહેરો જોતા જ તે ખૂબ જ આઘાતમાં મુકાઈ ગઈ હતી. થોડા સમયના ગાળે જ એક પરિવારમાં બે મૃત્યુના બનાવ સામે આવતા સમગ્ર પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો..

જ્યારે આ બનાવવાની જાણ આજીડેમ પોલીસને થઈ ત્યારે પોલીસનો કાફલો કાર્યવાહી કરવા માટે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો. આ માટે પોતાની નજર સામે જ પોતાના લાડકવાયે દીકરાનું મૃત્યુ થતું જોયું હતું. આ દુઃખને સહન કરવું કોઈ પણ માતા માટે સહેલું નથી. હકીકતમાં આવા બનાવ બન્યા બાદ દરેક પરિવારે સાવચેતી રાખવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *