Breaking News

દીવાલ પર ચડેલા આધેડે અજાણતા વીજળીની લાઈન પકડી લેતા બોલી ગયો શરીરનો ફટાકડો, ઘટના સ્થળે જ કરુણ મોત થતા પરિવાર હિબકે ચડ્યો..!

વરસાદની સીઝન શરૂ થતાની સાથે જ જુદા જુદા વિસ્તારોમાંથી રોજ રોજ કુદરતી આફતને કારણે જીવ જવાના બનાવો સામે આવવા લાગ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. તેમજ તોફાની પવન પણ વધારે માત્રામાં ફૂંકાયો છે. જેના કારણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં કુદરતી હોનારતોને કારણે સૌથી વધારે લોકોના જીવ ગયા છે..

જેમાં વધુ એક જીવ ગયાનો મામલો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં ગીરીશભાઈ નશવંતભાઈ પટેલ નામના વ્યક્તિ રહે છે. જેમની ઉમર 47 વર્ષની છે. તેવો સેન્ટીંગનું કામકાજ કરે છે. અને પોતે સુખેશ ગામના વાણીયા ફળિયાની અંદર રહે છે. એક દિવસ તેઓ ગામની નીલકંઠ નગર કમ્પાઉન્ડ વિસ્તારમાં દિવાલનું કામકાજ કરવા માટે આવ્યા હતા..

જ્યારે દિવાલનું કામકાજ પૂર્ણ થયું ત્યારબાદ તેઓ દિવાલ ઉપર ચડીને બાળકો નીચે ઉતારી રહ્યા હતા. એવામાં ત્યાંથી વીજ લાઈન પસાર થતી હતી અને આ વીજ લાઈનનો જોળો એકદમ નીચો હોવાને કારણે ગીરીશભાઈનો હાથ આ વીજ લાઈનને અડી ગયો હતો. જેના કારણે તેમને જોરદાર ઝટકો લાગ્યો હતો. અને તાત્કાલિક ધોરણે ચોંટી જતા તેઓ સાત ફૂટ ઊંચાઈ પરથી નીચે ફટકાઈ ગયા હતા..

નીચે ફટકાતાની સાથે જ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ વીજ કરંટ લાગવાને કારણે તેઓનું શરીર પણ ઠંડું પડી ગયું હતું. તેઓને તાત્કાલિક સારવાર માટે પાલડીની કુરેશી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે એ પહેલા જ ગિરીશભાઈ નશવંતભાઈ પટેલ નામના આ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે ગીરીશભાઈ ના પરિવારજનો તેમજ અન્ય સંબંધીઓને જાણ થઈ કે ગીરીશભાઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે હોસ્પિટલે લોકોની ભીડ દોડી આવી હતી. દિન પ્રતિ દિન વીજ કરંટ લાગવાથી કેટલા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ચોમાસામાં ખૂબ જ કાળજી રાખવી પડે છે. ગિરીશભાઈના પરિવારજનો પરિવારના મોભીના મૃત્યુ થવાને કારણે ખૂબ જ દુઃખના માહોલમાં ચાલ્યા ગયા છે…

જ્યારે તેમના સંબંધો પણ ચોધાર આંસુએ રડી રહ્યા છે. ગીરીશભાઈને એક પણ વાર ખ્યાલ રહ્યો હતો નહીં કે, તેઓ એ વીજ લાઈનને અડકી લીધું છે. આ અગાઉ બે વર્ષ પૂર્વે પણ એવો જ કંઈક મામલો સામે આવ્યો હતો કે, પાંચ થી છ મિત્રો એક ફાર્મ હાઉસ ઉપર મોજ મસ્તી કરવા માટે ગયા હતા..

સૌ કોઈ લોકો ફાર્મ હાઉસની પાળી પરથી સ્વિમિંગ પૂલની અંદર ધૂબકા લગાવી રહ્યા હતા અને આનંદની લહેર કેવો માણી રહ્યા હતા. પરંતુ આ પાંચ મિત્રોમાંથી એક મિત્ર દિવાલ પર ચડી તો ગયો પરંતુ દિવાલ પર ઉભા રહેતા તેનું બેલેન્સ બગડવા લાગ્યું હતું. એટલા માટે તે ફાફા મારવા લાગ્યો અને નજીકથી પસાર થતી વીજ લાઈનને અડકી ગયો હતો..

જ્યારે વ્યક્તિનું બેલેન્સ બગડતું હોય ત્યારે તે કયા વસ્તુને અડકી લે છે. અને કઈ વસ્તુને પકડી લે છે. તેનું નક્કી હોતું નથી. પકડતાની સાથે જ આ વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમના શરીરના તમામ નસમાંથી પંચર પડી ગયો હતો. જેના કારણે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *